બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Paytm QR code will continue, merchants will not face any problem, the big claim of the company

ખાતરી આપી! / Paytm QR કોડ શરૂ રહેશે, નહીં પડે વેપારીઓને કોઇ મુશ્કેલી, કંપનીનો મોટો દાવો

Megha

Last Updated: 09:18 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIના પ્રતિબંધને કારણે Paytmનો ઉપયોગ કરતા વેપારીઓ અન્ય વિકલ્પો શોધી રહ્યા હતા. એવામાં Paytm એ જાહેરાત કરી કે તેના QR કોડ સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે.

  • Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 
  • Paytmનો ઉપયોગ કરતા વેપારીઓ અન્ય વિકલ્પો શોધી રહ્યા હતા. 
  • Paytmના QR કોડ સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે. 

RBI દ્વારા 31 જાન્યુઆરીએ Paytm પેમેન્ટ્સ બેંક (Paytm Payments Bank) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફાસ્ટેગ, વોલેટ અને તેના બેંક ખાતામાં પૈસા જમા કરાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. RBIએ કહ્યું કે, Paytm બેંકિંગ સેવા 29 ફેબ્રુઆરી પછી કામ કરશે નહીં. નિયમોના ઉલ્લંઘનને કારણે RBIએ આ બેંક પર પ્રતિબંધ મૂક્યો હતો. 

ત્યારથી દરેક લોકોના મનમાં બસ એ જ મુંઝવણ છે કે 29 ફેબ્રુઆરી પછીથી Paytm કામ કરશે કે નહીં અને આ વાતને લઈને Paytm દરરોજ તેમના યુઝર્સને માહિતી આપતા રહે છે. રિઝર્વ બેન્કના પ્રતિબંધને કારણે Paytmનો ઉપયોગ કરતા વેપારીઓ અને સામાન્ય લોકો ધીરે ધીરે અન્ય વિકલ્પો શોધી રહ્યા હતા. એવામાં સમાચાર આવ્યા છે કે Paytm વેપારીઓને અન્ય કોઈ વિકલ્પ શોધવાની જરૂર નથી. 

Paytm એ મંગળવારે જાહેરાત કરી કે તેના QR કોડ સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે, જે વેપારીઓને 29 ફેબ્રુઆરી, 2024 પછી પણ ચૂકવણી સ્વીકારવાની મંજૂરી આપશે. સાથે જ Paytm સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીનો જેવા પેમેન્ટ ટૂલ્સ પણ હંમેશની જેમ કામ કરતાં રહેશે. 

Paytm એ જણાવ્યું કે વિક્રેતાઓ અને વ્યક્તિઓ ઝડપી, સુરક્ષિત રીતે પેમેન્ટ મેળવવા માટે Paytm QR નો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. Paytm તેના સમગ્ર વેપારી ચુકવણી નેટવર્ક પર ઑફલાઇન ચુકવણીઓ ઑફર કરવાનું ચાલુ રાખશે. Paytm QR, Paytm Soundbox અને Paytm કાર્ડ મશીનની સેવા ચાલુ રહેશે. Paytm એ વેપારીઓને ખાતરી આપી છે કે તેમના પૈસા સુરક્ષિત રહેશે.

સાથે જ લોકોને ભરોસો રહે એ માટે Paytmએ કહ્યું કે જો વેપારીનું ખાતું પેમેન્ટ્સ બેંકમાં છે તો તેને કોઈ અન્ય બેંક સાથે લિંક કરવામાં આવશે. આ સાથે QR કોડ દ્વારા તેમના પૈસા કોઈપણ સમસ્યા વિના આવતા રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ