બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / NRI News / Politics / Nri also can be voter in india know how to register as voter and how nri can vote

સારી વાત / NRI પણ આપી શકે છે વોટ, બસ આ રીતે કરાવવાનું હોય છે રજિસ્ટ્રેશન

Dinesh

Last Updated: 10:15 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI News: જો તમે NRI છો અને તમારે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવું છે, તો તમે નક્કી પ્રક્રિયા પૂરી કરીને મતદાન કરી શકો છો. આ માટે તમારે બસ આ આર્ટિકલમાં આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.

દેશમાં લોકસભાની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં જાહેર થવાની છે. દરેક પક્ષ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે ફરી એકવાર NRI ચૂંટણીમાં મતદાન કરવા અંગેનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. 2010 સુધી NRIને ચૂંટણીમાં વોટ આપવાની પરવાનગી નહોતી. પરંતુ 2010 બાદ થયેલા એક સંશોધનમાં NRI નાગરિકોને ભારતમાં તેમના વિસ્તારમાં મતદાનની પરવાનગી આપવામાં આવી છે.

h-1b visa process a step by step detailed guide

આ કારણથી NRI નથી આપતા મત
પરંતુ આ સુધારા બાદ પણ જો કોઈ NRI નાગરિક મતદાન કરવા ઈચ્છે છે, તો તેમણએ જાતે ભારત આવીને જ્યાં તેમનું નામ રજિસ્ટર્ડ છે, તેવા મતદાન કેન્દ્ર પર જઈને મત આપવાનો રહે છે. આખા વિશ્વમાં 3.10 કરોડ કરતા વધુ NRI છે, જેમના માટે માત્ર મત આપવા ભારત આવવું ખૂબ ખર્ચાળ છે, સાથે જ નોકરી અને કામ પણ મેનેજ કરવા અઘરા બન છે. એટલે જ છેલ્લી ચૂંટણીમાં ચૂંટણી પંચને આવા માત્ર 12 હજાર રજિસ્ટ્રેશન જ મળ્યા હતા.

NRI બની શકે છે મતદાતા
હવે તમને એ જણાવી દઈએ કે NRI અથવા તો પ્રવાસી ભારતીય ભારતમાં મતદાર તરીકે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવી શકે છે. ભારતના ચૂંટણી પંચ લોકપ્રતિનિધિત્વ (સંશોધન) અધિનિયમ 2010માં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 20Aની જોગવાઈને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે કે વિદેશની ધરતી પર રહેતા NRI મતદાર બની શકે છે. 

મતદાન માટે હોય છે અલગ વ્યવસ્થા
ચૂંટણી પંચ મુજબ વિદેશી મતદારનું નામ પ્રવાસી મતદાર તરીકે અલગ ખંડમાં રાખવામાં આવ્યું છે. આવા મતદારનું ભારતમાં જ્યાં ઘર છે, જે સરનામાનો ઉલ્લેખ તેમના પાસપોર્ટમાં છે, તે મતદાન ક્ષેત્ર પર અલગથી ખંડ બનાવવામાં આવે છે.

ચૂંટણી પંચ મુજબ એવા વિદેશી મતદાર જે ભારત સિવાય અન્ય કોઈ દેશના નાગરિક નથી, તેને જ વિદેશી મતદાર ગણવામાં આવે છે. આવા મતદાર જો ભારતમાં નથી રહેતા, તો પણ ચૂંટણી દરમિયાન મત આપી શકે છે.  તેમના ભારતીય પાસપોર્ટમાં ભારતના જે સરનામાનો ઉલ્લેખ છે, ત્યાં તેઓ મત આપી શકે છે. જો તેમનું ભારતમાં નિવાસસ્થાન બદલાય છે, તો તેણે ઈલેક્શન રજિસ્ટ્રેશન ઓફિસરને જાણ કરવી પડશે.

NRI મતદાર તરીકે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવી શકે?
NRIએ મતદાર તરીકે રજિસ્ટ્રેશન કરવા માટે ફોર્મ 6A ભરવાનું હોય છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે,’જે NRI મતદાર બનવા ઈચ્છે છે તેમણે તેમના વિસ્તારના ઈલેક્શન રજિસ્ટ્રેશન ઓફિસર અથવા આસિસટન્ટ ઈલેક્શન રજિસ્ટ્રેશન ઓફિસર સમક્ષ ફોર્મ 6એ ભરીને અરજી કરવાની રહેશે.’

મતદાર બનવા આટલી રીતે અરજી કરી શકાય છે.
-    તમે જ્યારે ફોર્મ 6એ સબમિટ કરો છો ત્યારે તમારે ઈલેક્શન રજિસ્ટ્રેશન ઓફિસરને ફેસ ટુ ફેસ મળીને ફોર્મ સબમિટ કરવાનું છે.
-    અથવા તો તમે પોસ્ટ દ્વારા ERO/AEROને આ ફોર્મ મોકલી શકો છો.
-    અથવા તો તમે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ અથવા વોટર હેલ્પલાઈન એપ દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકો છો.
-    અથવા તો તમે જે રાજ્યમાં છો, ત્યાં મુખ્ય ચૂંટણી કમિશનરની વેબસાઈટ પરથી પણ અરજી કરી શકો છો.

ફોર્મ 6A સાથે આટલા દસ્તાવેજ જમા કરાવવા પડશે.
1.    તમારો લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝનો કલર ફોટો
2.    તમારા પાસપોર્ટમાં તમારો ફોટો, ભારતનું એડ્રેસ, તમારી માહિતી દેખાતી હોય, તે પેજનો ફોટો અને સાથે જ પાસપોર્ટમાં જ્યાં વીઝા અંગે માહિતી લખી છે, તે પાનાનો ફોટો.

વાંચવા જેવું:  H-1B Visa માટે અપ્લાય કરવું છે, તો આ રહ્યા બધા સ્ટેપ્સ


NRI વોટ કેવી રીતે આપી શકે છે?
એકવાર તમારું મતદાર તરીકે રજિસ્ટ્રેશન થઈ જાય, પછી તમે તમારા મતદાન વિસ્તારમાં જાતે મતદાન મથક પર જઈને વોટ આપી શકો છો. મતદાન કરતા સમયે તમારે ઓરિજિનલ પાસપોર્ટ જોડે રાખવો જરૂરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ