બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / man flee from Saputara hotel leaving wife

ચોંકાવનારો કિસ્સો / પત્નીને ફરવા લઈ ગયો સાપુતારા, હોટલમાં પૂરીને ભાગ્યો સુરતનો પતિ, કારણ જાણીને ચકરાઈ જશો

Hiralal

Last Updated: 05:12 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની એક મહિલાને સાપુતારાની હોટલમાં મુકીને તેનો પતિ ફરાર થઈ જતા પોલીસમાં ફરિયાદ થઈ હતી.

  • સુરતનું કપલું સાપુતારા ફરવા ગયું
  • પતિએ પત્નીને હોટલમાં મૂકીને ભાગી ગયો
  • લગ્નજીવનના ઝગડાથી કંટાળ્યો હતો પતિ 

લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચેના ઝગડા સામાન્ય છે પરંતુ સુરતના એક પતિએ તો પત્ની સાથે ઝગડાનું વેર લેવા માટે તેને બર્થડે સેલિબ્રેશનના બહાને ફરવા લઈ ગયો અને ત્યાં હોટલમાં એકલી મૂકીને ફરાર થઈ ગયો. ચોંકાવનારી વાત એ છે કે બરાબરની ફસાવવા પતિ પત્નીનો  મોબાઈલ અને બીજા જરુરી કાગળિયા પણ સાથ લેતો ગયો હતો. 

પત્નીને પાઠ ભણાવવા મળ્યો લાગ
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક કપલને બધાની જેમ નાની નાની વાતોએ ઝગડા થતાં હતા. આથી પતિ મહોદય ખૂબ કંટાળ્યાં હતા અને પત્નીને કંઈક એવો પાઠ ભણાવવા માગતા હતા કે તે જિંદગીભરની ખો ભૂલી જાય અને એક દિવસ તેને તેનો આ પ્લાન અમલમાં મૂકવાનો લાગ મળી ગયો. 

પત્નીને હોટલમાં પૂરીને ફરાર થઈ ગયો 
પતિ પત્નીના બર્થડે સેલિબ્રેશન પર તેને સાપુતરા ફરવા લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો અને અહીં તેને વેર લેવાનો મોકો મળી ગયો. એક દિવસ પતિ તેને લઈને સાપુતારા આવ્યો અને હોટલમાં પત્નીને પૂરીને તેનો મોબાઈલ અને કાગળિયા લઈ જઈને ફરાર થઈ ગયો હતો. પત્ની બરાબરની ફસાય તે માટેની એક તક પણ તેણે છોડી નહોતી. થોડી વાર બાદ ઘટનાની ખબર પડતાં પત્નીએ ચીસાચીસ કરી હતી અને ઈન્ટરકોમ દ્વારા હોટલના રિસેપ્શન કાઉન્ટર પર વાત કરી હતી અને ત્યારે સ્ટાફવાળાએ આવીને તેને છોડાવી હતી. 

સંબંધીઓએ ઓનલાઈન પેમેન્ટ કર્યું, જેમતેમ કરીને ઘેર આવી 
મહિલા સંબંધીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરીને જેમતેમ કરીને સુરત પહોંચી હતી અને સીધી રાંદેર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ તથા સસરાં વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પત્નીની ફરિયાદ બાદ પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરીને જેલભેગા કર્યાં હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ