બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Amreli Chalala, the ST bus stand in Vavadi village collapsed due to rain

મેઘકહેર / VIDEO: એ... એ... ગયું... અમરેલીમાં જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગયું ST બસસ્ટેન્ડ, આસપાસના લોકોના વધી ગયા ધબકારા

Dinesh

Last Updated: 05:58 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના ચલાલા પંથકમાં ધોધમાર વરસાદ પગલે વાવડી ગામમાં ST બસસ્ટેન્ડ જમીનદોસ્ત થયો છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે

  • ચલાલા પંથકમાં ધોધમાર વરસાદ
  • ST બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ
  • નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી


અમરેલી સહિતના વિસ્તારોને વરસાદ બરાબરનું ઘમરોળ્યું છે. ભારે વરસાદના પગલે અનેક કોઝ વે અને રસ્તાઓ ધોવાયા છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પૂર જેવા દર્શ્યો પણ સામે આવ્યા છે. અમરેલીના ચલાલા પંથકમાં ધોધમાર વરસાદ પગલે વાવડી ગામમાં ST બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થયો છે.

ST બસ સ્ટેન્ડ જમીનદોસ્ત થયો
અમરેલીમાં વરસાદે તબાહી મચાવી છે ત્યારે ચલાલા પંથકમાં ધોધમાર વરસાદના પગલે વાવડી ગામમાં ST બસ સ્ટેન્ડ જમીન દોસ્ત થયું છે. ભારે વરસાદના પગલે વરસાદી પાણી ST બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયો હતો અને પાણીના મારાના કારણે બસ સ્ટેન્ડમાંથી પસાર થઈ રહ્યું હતું. જ્યાં અચાનક ભૂવો પડી બસ સ્ટેન્ડની આર પાર પાણી વહેતું થયું હતું અને જે બાદ એકાએક બસ સ્ટેન્ડ ધરાશાયી થયો હતો. જે દર્શ્યો જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા 

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા 
બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવનો થતાનો વીડિયો પણ સામે આવ્યો છે. અત્રે તમને જણાવી દઈએ કે, સૂપડાધાર વરસેલા વરસાદના પગલે વાવડી ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ પાણી જ પાણી જેવા દર્શ્યો પણ ઉભા થયા હતાં. 

ગામો સંપર્ક વિહોણા બન્યા
જો બીજી તરફ વાત કરવામાં આવે તો અમરેલીના ખત્રીવાડાની રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીઓમાં ઘોડાપૂરના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદથી લોકોના હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નદી-નાળાઓ છલકાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ