બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dy CM Nitin Patel big statement residence doctor

નિવેદન / રેસિડેન્ટ ડૉક્ટરોને સરકારની ચોખ્ખી ચેતવણી, ચાલુ હડતાળ દરમિયાન કોઈ ચર્ચા નહીં

Kavan

Last Updated: 07:19 PM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેસિડેન્ટ ડૉક્ટરો મુખ્ય ચાર માંગ સાથે છેલ્લા 7 દિવસથી હડતાળ કરી રહ્યા છે ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોને કડક ચેતવણી આપી છે.

  • તબીબોની માગને લઈને નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
  • ચાલુ હડતાલ દરમિયાન કોઈ ચર્ચા નહી કરીએ
  • રાજ્ય સરકાર પોતાના નિર્ણય સાથે અડગ

રાજ્યમાં હડતાળ કરનારા ડૉક્ટર્સને સરકાર તરફથી   DyCM નીતિન પટેલ દ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે હડતાળ કરી રહેલા ડોક્ટર્સ સાથે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં, ચાલુ હડતાળ દરમિયાન કોઈ ચર્ચા સરકાર કરશે નહીં જો હડતાળ આટોપી લેશે તો જ વાતચીતને સ્થાન મળશે. 

DyCM નીતિન પટેલની ચોખ્ખી ચેતવણી

રાજ્ય સરકાર પોતાના આ નિર્ણય પર અડગ છે અને રહેશે. રેસિડેન્ટ ડૉક્ટરોએ ઈન્ટર્નશીપ કરવી ફરજીયાત છે. ઈન્ટર્નશીપ વગર કોઈ સર્ટિફિકેટ મળી શકશે નહીં, રેસિડેન્ટ ડૉક્ટરો પોતે જ કારકિર્દિને નુકસાન કરી રહ્યા છે તબીબ તરીકે ઈન્ટર્નશીપ પૂર્ણ કરવી ફરજિયાત જે વાત ડોકટરો ધ્યાન રાખે અને હડતાળને અહીથી પૂર્ણ કરી દર્દીઓની સેવાના કામે લાગી જાય.

છેલ્લા 7 દિવસથી ચાલી રહી છે તબીબોની હડતાલ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસની તબીબો પોતાની પડતર માગોને લઇ હડતાળ કરી રહ્યાં છે. સરકારની હોસ્ટેલ ખાલી કરાવવાની ચેતવણી છતાં ડોક્ટરો પોતાની માગ પર અડગ છે. ત્યારે આજે સાતમાં દિવસે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તબીબો પોતાની પડતર માગને લઇ હડતાળ પર ઉતર્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં તબીબોએ મોટી સંખ્યામાં એકઠાં થઇ ભારે સૂત્રોચાર કર્યા હતા.

9 ઓગસ્ટે નીતિન પટેલે હડતાળને ગેરવ્યાજબી ગણાવી

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આકરૂ વલણ દાખવતાં કહ્યું હતું કે રાજયની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દ્ન ગેરવાજબી છે.કોઇપણ યોગ્ય કારણો વગર હડતાળ કરીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એને સરકાર ચલાવી લેશે નહી. તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજીને બિનશરતી હડતાળ પાછી ખેચીને માનવસેવાના ઉમદા કામમાં લાગી જવા તબીબોને તેમણે અનુરોધ કર્યો હતો . રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલ બોન્ડની શરતો મુજબ એક વર્ષ / ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિધાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફી થી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થયેથી રાજયના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે એટલે બોન્ડનો જે વિરોધ કરે છે એ વ્યાજબી અને કાયદેસર નથી.

8 ઓગસ્ટે સીએમ રૂપાણીએ હડતાળ સમેટવા વિનંતી કરી

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સૂચક નિવેદન કરી હડતાળ પૂરી કરવા વિનંતી કરવામાં આવી હતી . વિજય રૂપાણીએ કહ્યું હતું કે અત્યારે હાલ રાજ્યમાં કોરોના દર્દી નથી, તો અત્યારે કોરોના નથી તો બોન્ડમાંથી મુક્તિ હોવી જોઈએ. કોરોના નથી તો ડોકટરોએ નિયમોનું પાલન કરવું જોઈએ આ સાથે જ તેમને ડોકટરોને હળતાલ સમેટી લેવા વિનંતી પણ કરી હતી. 

7 ઓગસ્ટે સીએમ રૂપાણીએ ડોકટરોને કામે લાગવા આદેશ કર્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડોકટરોની માંગને લઈને મોટું નિવેદન આપ્યું હતું. સીએમ રૂપાણી આદેશ આપતા કહ્યું કે   ડોકટરોની માગ ખોટી છે, ડોક્ટરો માગ છોડી દે અને કામે લાગી જાય.

6 ઓગસ્ટે હોસ્ટેલ ખાલી કરવા ઓર્ડર આપ્યો

રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાલનો મામલે સરકાર પણ ડોકટરોની જેમ અડગ વલણ રાખી રહી છે. પહેલા જામનગર પછી રાજકોટ અને બાદમાં સુરતમાં હડતાળ કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ કરાયા હતા.

દર્દીઓ થઈ રહ્યા છે પરેશાન 

સૌથી પહેલા વાત કરીએ સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત જોવા મળી હતી.તબીબોની હડતાળને લઇ સિવિલના ગાયનેક વિભાગમાં તમામ સર્જરી બંધ છે. જેને લઇ સ્મિમેર હોસ્પિટલમાં કેસનું ભારણ વધ્યું છે. જ્યારે રાજકોટમાં સતત સાતમાં દિવસે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા વિરોધ કરાયો હતો. સિડેન્ટ ડૉકટર્સે સિવિલ હોસ્પિટલમાં જ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. તો વડોદરામાં રેસિડેન્ટ તબીબોની હડતાળથી લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

હડતાળને પગલે 150 જેટલી સર્જરી અટવાઈ 

હડતાળને પગલે 150 જેટલી સર્જરી અટવાઈ છે. 450 તબીબોની જગ્યાએ માત્ર 40 આસિસ્ટન્ટ પ્રોફેસર ફરજ ઉપર હાજર હોવાથી દર્દીઓની મુશ્કેલી વધી છે. આ તરફ જામનગરમાં પણ તબીબોની હડતાળ જોવા મળી હતી. તબીબોએ હડતાળ સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. MP શાહ મેડિકલ કોલેજમાં ટોપી પહેરાવીને તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તબીબોએ માગની સાથે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

 શું છે ડોકટરોની માગ?

કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ પણ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ 1:1 કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો છે.રાજ્યભરમાં જુનિયર તબીબો હડતાળ પર છે. તેઓ પોતાની પાંચ માગોને લઈ હડતાળ પર ઉતર્યા છે. આ માગોની વાત કરીએ તો રેસિડન્ટ પાસ થયેલા તબીબોની જૂના જી.આર મુજબ ડ્યુટી ગણવી. જો સરકાર નવા જી.આર મુજબ ગણે તો વિદ્યાર્થી જે જગ્યાએ પાસ આઉટ થયા હોય ત્યાં જ ડ્યૂટી આપવી.7મા પગાર પંચ પ્રમાણે ડ્યૂટી ગણવામાં આવે. બોન્ડ પ્લસ ડ્યૂટી કમ્બાઈન્ડ ગણવમાં આવે. અને રાજકોટમાં તબીબોનું હેલ્થ કમિશનરે અપમાન કર્યુ છે તે માટે માફી માગે અથવા રાજીનામું આપે તેવી માગણીઓ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા છે.   હાલ તો તબીબો પોતાની માગોને લઈને મક્કમ છે ત્યારે આવનારા સમયમાં તબીબો અને સરકાર વચ્ચે વધુ ઘર્ષણ થાય તો નવાઈ નહીં

પ્રમાણપત્રો કર્યા પરત

આજે રેસિડેન્ડ ડોક્ટરોની હડતાળનો છઠ્ઠો દિવસ છે. ત્યારે કોરોનાકાળમાં ઉત્તમ સેવા બદલ સરકારે આપેલા સન્માન પત્રો તબીબોએ પરત કરી દીધા છે. તબીબોના તિરસ્કારને લઇ સન્માન પત્રો પરત કર્યા છે. આત્મસન્માન માટે તબીબોએ સન્માન પત્ર પરત કર્યા છે.   પોતાની માંગોને લઈને રેસિડેન્ટ ડોક્ટરો અડગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ