બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / cricket india vs west test series pressure on these indian players

ક્રિકેટ / ટેસ્ટ સીરિઝમાં આ 4 ખેલાડીઓ પર પ્રેશર, સારું પ્રદર્શન ન કર્યું તો કપાઈ શકે છે પત્તું: લિસ્ટમાં ગુજરાતી સ્ટાર પ્લેયરનું પણ નામ

Manisha Jogi

Last Updated: 10:31 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટઈન્ડિઝ ટેસ્ટ સીરિઝ અને વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત. સારું પ્રદર્શન કરવામાં ના આવે તો કયા ખેલાડીઓને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે?

  • વેસ્ટઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત
  • બે ટેસ્ટ મેચ, ત્રણ વન ડે મેચ અને પાંચ T20 મેચ રમવામાં આવશે
  • કયા ખેલાડીઓને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે? 

વેસ્ટઈન્ડિઝ ટેસ્ટ સીરિઝ અને વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બંને સીરિઝમાં રોહિત શર્મા ભારતીય ટીમની આગેવાની કરશે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ટીમમાં શામેલ કરવામાં આવ્યા નથી. વેસ્ટઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ભારતે બે ટેસ્ટ મેચ, ત્રણ વન ડે મેચ અને પાંચ T20 મેચ રમવાની છે. આ ટેસ્ટ સીરિઝમાં સારું પ્રદર્શન કરવામાં ના આવે તો કયા ખેલાડીઓને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે? 

રોહિત શર્મા- 
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હાર થયા પછી રોહિત શર્મા ટીકાકારોના નિશાન પર આવી ગયા છે. રોહિત શર્માએ ટેસ્ટ સીરિઝમાં આગેવાનીની સાથે બેટીંગમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે. રોહિત શર્મા સારું પ્રદર્શન નહીં કરી શકે તો કડકાઈપૂર્વક નિર્ણય લેવા માટે BCCI પર પ્રેશર નાખવામાં આવી શકે છે. રોહિત શર્માની ઉંમર હાલમાં 36 વર્ષ છે અને WTCની ત્રીજી સીઝન સમાપ્ત થશે તે સમયે 38 વર્ષના હશે. 

રોહિત શર્મા માટે આ વર્ષ સારું રહ્યું નથી. આ વર્ષે રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 120 રનની ઈનિંગ રમી તે સિવાય અન્ય મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી. વર્ષ 2022માં ટેસ્ટ કેપ્ટનશીપ સંભાળ્યા પછી ભારતે 10 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ત્રણ મેચમાં શામેલ લઈ શક્યા નથી. 

rohit sharma
rohit sharma

કે. એસ. ભરત- 
વિકેટકીપર બેટ્સમેન કે. એસ. ભરત પર ફરી એકવાર વિશ્વાસ મુકવામાં આવ્યો છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 8,6,23*,17,3 અને 44 રનનો જ સ્કોર કરી શક્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ 28 રન જ કરી શક્યા હતા, જેથી કે. એસ. ભરતે ટેસ્ટ સીરિઝમાં સારું પ્રદર્શન કરવાનું રહેશે. 

k s bharat
k s bharat

નવદીપ સૈની- 
નવદીપ સૈની બે વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. 30 વર્ષીય નવદીપે જાન્યુઆરી 2021માં બ્રિસ્બેનના મેદાન પર ટેસ્ટ મેચ રમી હતી. નવદીપ પાસે ખૂબ જ સારી તક છે. આગળ પણ ટેસ્ટ ટીમમાં રમવું હોય તો આ સીઝનમાં નવદીપ સૈનીએ સારું પ્રદર્શન કરવાનું રહેશે. 

navdeep saini
navdeep saini

જયદેવ ઉનડકટ- 
ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશમાં ટેસ્ટ મેચ રમવામાં આવી હતી, તે સમયે જયદેવ ઉનડકટને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી જયદેવ ઉનડકટને એક મેચમાં રમવાની તક આપવામાં આવી નથી. વિન્ડીઝ પ્રવાસ દરમિયાન મોહમ્મદ શમીની ગેરહાજરીમાં જયદેવ ઉનડકટને સ્થાન આપવાની સંપૂર્ણ સંભાવના છે. 

jaydev unadkat
jaydev unadkat

વિન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), આજિંક્યા રહાણે (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, કે. એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

ટેસ્ટ મેચ શિડ્યુલ:

  • પહેલી ટેસ્ટ મેચ: 12થી 16 જુલાઈ, ડોમિનિકા
  • બીજી ટેસ્ટ મેચ: 20થી 24 જુલાઈ, પોર્ટ ઓફ સ્પેન

વન ડે મેચ શિડ્યુલ:

  • પહેલી વન ડે મેચ: 27 જુલાઈ, બ્રિજટાઉન
  • બીજી વન ડે મેચ: 29 જુલાઈ, બ્રિજટાઉન
  • ત્રીજી વન ડે મેચ: 1 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન

T20 મેચ શિડ્યુલ:

  • પહેલી T20 મેચ: 3 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન
  • બીજી T20 મેચ: 6 ઓગસ્ટ, ગુયાના
  • ત્રીજી T20 મેચ: 8 ઓગસ્ટ, ગુયાના
  • ચોથી T20 મેચ: 12 ઓગસ્ટ, ફ્લોરિડા
  • પાંચમી T20 મેચ: 13 ઓગસ્ટ, ફ્લોરિડા
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ