BCCI made a big announcement, Jai Shah also revealed about the venue of Asia Cup 2023
Asia Cup 2023 /
જય શાહે કરી મોટી જાહેરાત, હવે આ મોડલ પર રમાશે એશિયા કપ! ભારત- પાકિસ્તાન મેચના સ્થળ અંગે પણ કર્યો ખુલાસો
Team VTV04:00 PM, 25 May 23
| Updated: 04:04 PM, 25 May 23
એશિયા કપનું સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી પણ શ્રીલંકા ક્રિકેટ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ આઈપીએલની ફાઈનલ જોવા આવી રહ્યા છે.
એશિયા કપ 2023નું સ્થળ PL ફાઇનલમાં નક્કી કરવામાં આવશે
ટોચના અધિકારીઓ આઈપીએલની ફાઈનલ જોવા આવી રહ્યા છે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકામાં રમાઈ શકે છે
એશિયા કપ 2023 ના આયોજનનો રસ્તો હવે સ્પષ્ટ થતો જણાય છે. જણાવી દઈએ કે આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે પણ BCCI દ્વારા પહેલાથી જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટીમ ભારત સાથે રમવા માટે પાકિસ્તાન જશે નહીં, કારણ કે ખેલાડીઓની સુરક્ષા એક મોટો અને મહત્વપૂર્ણ મુદ્દો છે. આવી સ્થિતિમાં એશિયા કપ મુશ્કેલીમાં જોવા મળી રહ્યો હતો પણ હવે જાણવા મળ્યું છે કે એશિયા કપ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. આ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગેનો નિર્ણય પણ લગભગ નક્કી થઈ ગયો છે અને હવે જાહેરાત થવાની બાકી છે.
BCCI સેક્રેટરી જય શાહે ગુરુવારે જણાવ્યું હતું કે એશિયા કપ 2023નું સ્થળ IPL ફાઇનલમાં યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના ટોચના અધિકારીઓ ભાગ લેશે. જય શાહે કહ્યું કે, “એશિયા કપનું સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. અમે અત્યારે આઈપીએલમાં વ્યસ્ત હતા પણ શ્રીલંકા ક્રિકેટ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ આઈપીએલની ફાઈનલ જોવા આવી રહ્યા છે. અમે તેના પર ચર્ચા કરીશું અને યોગ્ય સમયે નિર્ણય લઈશું."
Future of Asia Cup to be decided after IPL 2023 final: BCCI Secretary Jay Shah
ભારતીય ક્રિકેટ ટીમ કેન્દ્ર સરકારની પરવાનગી વિના પાડોશી દેશમાં પ્રવાસ કરી શકશે નહીં અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ નજમ સેઠીએ એક 'હાઇબ્રિડ મોડલ'નો પ્રસ્તાવ મૂક્યો છે જે મુજબ ચાર મેચનું આયોજન એમના દેશમાં કરવામાં આવે. ACC સૂત્રોના જણાવ્યા અનુસાર સેઠીની ફોર્મ્યુલા મુજબ શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને અફઘાનિસ્તાનની ચાર લીગ તબક્કાની મેચો પાકિસ્તાનમાં થશે જ્યારે ભારત તેમની મેચ તટસ્થ સ્થળોએ રમશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકામાં રમાઈ શકે છે જો કે પીસીબી આ મેચ દુબઈમાં કરાવવા માંગે છે. ACC સૂત્રોએ જણાવ્યું હતું કે, "એસીસીના વડા જય શાહ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક બોલાવશે જ્યાં આ અંગે અંતિમ જાહેરાત કરવામાં આવશે." પીસીબીને ભારતને તટસ્થ સ્થળે રમવામાં કોઈ સમસ્યા નથી, જોકે તે ઈચ્છે છે કે મેચ દુબઈમાં યોજાય. એશિયા કપ આ વર્ષે 1 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.