બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A clash in Mehsana on the day of Vasi Uttarayan

બબાલ / પતંગના પેચ લડાવવા બાબતે મહેસાણામાં માથાકૂટ: 5 શખ્સોનો પરિવાર પર ઘાતક હુમલો, વૃદ્ધનું મોત, 3 ઈજાગ્રસ્ત

Malay

Last Updated: 02:50 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં પતંગના પેચ લડાવવા મુદ્દે હુમલો, 5 શખ્સોએ પરિવાર પર હુમલો કરતા 65 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ, મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ.

 

  • મહેસાણામાં વાસી ઉત્તરાયણ બની જીવલેણ
  • પતંગનો પેચ લડાવવા મુદ્દે પરિવાર પર હુમલો
  • એક વૃદ્ધનું મૃત્યુ અને 3 લોકો ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત

મહેસાણામાં વાસી ઉત્તરાયણ જીવલેણ બની છે. શહેરમાં પંતગનો પંચ લડાવવા મુદ્દે પાંચ શખ્સોએ પરિવાર પર હુમલો કરતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ પોલીસે પાંચેય શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

પતંગના પેચ લડાવવા મુદ્દે થયો હતો હુમલો
મળતી માહિતી અનુસાર, મહેસાણા શહેરની ઉમાનગર સોસાયટીમાં રહેતા નાગજીભાઈ વણજારા પોતાના પરિવાર સાથે પતંગ ઉડાડી રહ્યા હતા. આ દરમિયાન આ જ સોસાયટીમાં રહેતા વનરાવન બાબુજી ઠાકોર સાથે પતંગના પેચ લગાવા મામલે બોલાચાલી થઈ હતી. 

નાગજીભાઈ વણઝારા નામના વૃદ્ધની હત્યા
આ દરમિયાન 5 જેટલા શખ્સો લોખંડના પાઈપો, લાકડીઓ લઈને નાગજીભાઈ વણજારાના ઘરે દોડી આવ્યા હતા. આ શખ્સોએ નાગજીભાઈ અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો.  પાંચ શખ્સે ઘેરીને નાગજીભાઈ વણજારાને ધોકા-લાકડીઓ અને લોખંડની પાઇપો માથાના મારતાં તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. 

5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ
તો આ અંગેની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. મૃતકના દીકરા માગીલાલ નાગજીભાઈ વણજારાએ  મહેસાણા એ ડિવિઝનમાં પાંચ શખ્સો વનરાવન બાબુજી ઠાકોર, હરેશ કેશવ લાલ રાવળ, ચિરાગ હરેશભાઇ રાવળ, બોબી હરેશભાઇ રાવળ અને સુનીલ રમેશચંદ્ર વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે મૃતકના દીકરાની ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ