બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 youths died due to dengue and heart attack in Gujarat

સાચવજો! / આજે ફરી 2નાં મોત: વડોદરામાં હાર્ટ એટેકથી યુવકનું તો રાજકોટમાં ડેન્ગ્યુથી વિદ્યાર્થીનું મૃત્યુ

Malay

Last Updated: 02:01 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના કારેલીબાગમાં 26 વર્ષીય યુવકનો હાર્ટ એટેકે લીધો ભોગ, તો રાજકોટમાં MBAના વિદ્યાર્થીનું ડેન્ગ્યુના કારણે અવસાન

  • વડોદરા વધુ એક યુવકનું હાર્ટએટેકથી અવસાન 
  • અજય જાદવ નામના યુવકને આવ્યો હાર્ટએટેક 
  • રાજકોટમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનું અવસાન 

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે સુરત અને રાજકોટમાં એક-એક વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયા બાદ આજે વધુ એક યુવકના હૃદય રોગના હુમલાથી મોત થયું છે. વડોદરામાં એક યુવકનું હાર્ટ એટેકથી અવસાન થયું છે, જ્યારે રાજકોટમાં ડેન્ગ્યુના કારણે એક યુવકનું મૃત્યુ થયું છે. 

26 વર્ષીય અજય જાદવને આવ્યો હાર્ટ એટેક
મળતી માહિતી અનુસાર, વડોદરાના કારેલીબાગમાં રહેતા અને વડાપાંઉની લારી ચલાવતા 26 વર્ષીય અજય જાદવ નામના યુવકને ગઈકાલે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા અજયને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. 26 વર્ષીય યુવકનું અકાળે અવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

મૃતક અજય જાદવ

બુધવારે પણ અજયને ઉપડ્યો હતો છાતીમાં દુખાવો
આ અંગે મૃતકના મિત્રએ જણાવ્યું કે, અજય જાદવને બુધવારે રાત્રે છાતીમાં દુખાવો થયો હતો. જેથી એસીડીટી થઈ હોવાનું માની તેણે આઈસ્ક્રીમ ખાદ્યો હતો, જે બાદ ગુરુવારે ફરીથી છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ઉલટી થતાં તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યો હતો. 

ડેન્ગ્યુના કારણે MBAના વિદ્યાર્થીનું મોત 
તો બીજી બાજુ આજે રાજકોટમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનું અવસાન થયું છે. આર.કે યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા રપ્પુકુમાર નામના વિદ્યાર્થીને ડેન્ગ્યુ થઈ ગયો હતો. જે બાદ વિદ્યાર્થીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. 

હોસ્ટેલમાં ગંદકીના લીધે મચ્છરોનો ભયંકર ત્રાસ
ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનું અવસાન થતાં અન્ય વિદ્યાર્થીઓએ કોલેજ અને હોસ્પિટલના સંચાલક પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, હોસ્ટેલમાં ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.  આ ઉપરાંત વિદ્યાર્થીઓએ રપ્પુકુમાર નામના વિદ્યાર્થીને ડેન્ગ્યુ થયો હોવા છતાં રજા ન આપી હોવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું કે, રપ્પુકુમાર બીમાર હોવા છતાં યુનિવર્સિટી મેનેજમેન્ટે હાજરી ઓછી હોવાના લીધે મેડિકલ લીવ ના આપી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ