કચ્છ-ગાંધીધામના રહેણાંક મકાનમાંથી રૂ.4.61 લાખની કિંમતનો દારૂ -બિયરનો જથ્થો ઝડપાયો

By : krupamehta 03:45 PM, 08 February 2018 | Updated : 03:45 PM, 08 February 2018

કચ્છ-ગાંધીધામના રહેણાંક મકાનમાંથી રૂપિયા 4.61  લાખની કિંમતનો વિદેશી દારૂ -બિયરનો જથ્થો ઝડપાયો હોવાની માહિતી મળી છે. સાથે એક આરોપીની પણ ધરપકડ કરાઇ છે. જો કે બે આરોપીઓ ફરાર થઇ ગયા છે.

મળતી માહિતી અનુસાર સુખપર ગામમાં પોલીસે દરોડા દરમિયાન દારૂનો જથ્થો ઝડપ્યો હતો. ત્રણ આરોપીઓ મકાનમાં રખાયેલાં  દારૂની પેટીઓ જીપમાં ભરતા હતા. તે દરમિયાન પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે અલગ અલગ બ્રાન્ડની વ્હીસકીની લાખોની કિંમતની કુલ 52 પેટીઓ જપ્ત કરી છે.અને  ઝડપાયેલી જીપ પર પ્રેસનું સ્ટીકર લગાવાયેલું હતું.

મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં દારૂ બંધી હોવા છતા બુટલેગરો દ્વારા બેફામ રીતે દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે હવે પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ પર દરોડા પાડીને બુટલેગરોની ધરપકડ કરીને દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે.loading...

Recent Story

Popular Story