બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / weather department has once again predicted heat and rain in the state

વરતારો / હવામાન વિભાગની ભારે આગાહી : 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર આગામી પાંચ દિવસ રહેશે આવુ વાતાવરણ અહી પડશે વરસાદ

Kishor

Last Updated: 06:45 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વધુ એક વખત ગરમી અને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે. તો બે દિવસ અમદાવાદમાં ગરમી અંગે યલો એલર્ટ પણ જાહેર કરાયુ છે.

  • આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે
  • આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી
  • 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર

કમોસમી વરસાદની માથાકૂટે રાજ્યભરમાં જાણે મોકાણ માંડી છે. એક બાદ એક માવઠાની અસરની આગાહીઓ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. આથી માવઠું કેડો ન છોડતું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામા આવી છે. બાદમાં આકાશમાંથી અગનગોળા વરશે તેવા આકરા તાપની પણ શકયતા વ્યક્ત કરાઈ છે. આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડે તેવા સંજોગો જણાઈ રહ્યા છે.

કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદની વચ્ચે રાજ્યના 9 જિલ્લાઓમાં યલો  એલર્ટ | southwest monsoon hits kerala imd yellow alert kerela weather heavy  rain alert weather forecast today

આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી

ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા સુરત, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. જેને લઈને આ વિસ્તારના ખેડૂતો પણ સતર્ક બન્યા છે. વધુમાં આવતીકાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બીજી તરફ ગરમીને લઈને પણ હવામાન વિભાગે વરતારો વ્યાકત કર્યો છે. જેમા આગાહી મુજબ 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેની અસરને લઈને આજે અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાનનો પર 41 ડિગ્રીને આંબી જતા લોકોને આકરો તાપ સહન કરવાનો વારો આવ્યો હતો.

રાજ્યમાં હજુ 5 દિવસ આકરા, આ વિસ્તારોમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી  | weather forecast about heat wave in gujarat

છાશ, શેરડી રસ, બરફના ગોલાની માંગ વધી

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદીઓ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે અમદાવાદમાં જ્યાં પણ રસ્તા પર નજર કરીએ ત્યાં છાશ, શેરડી રસ, બરફના ગોલા કે સોડાની લારીઓ પર લાઈનો જોવા મળી રહી છે. મહત્વનું છે કે જે રીતે ગરમીનું સતત પ્રમાણ વધી રહ્યું છે તે જોતા હજુ આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે અને લોકએ વધુ ગરમી સહન કરવાનો વારો આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ