બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Two obscene videos of a big Congress leader came out

રાજસ્થાન / કોંગ્રેસના મોટા નેતાના બે અશ્લીલ વીડિયો બહાર આવતા હડકંપ: પીડિતાએ કહ્યું- બાળકીઓની સામે જ અમારી સાથે...

Priyakant

Last Updated: 03:26 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Viral Video Latest News: વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો લખી રહ્યા છે કે આજે રાજસ્થાન શરમાઈ ગયું, વીડિયોના ઘણા સ્ક્રીન શોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ

  • રાજસ્થાનના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈનના કથિત વિડીયો વાયરલ 
  • વિડીયો જોઈ લોકોએ લખ્યું, આજે રાજસ્થાન શરમાઈ ગયું
  • વીડિયોના ઘણા સ્ક્રીન શોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ 

Rajasthan Viral Video : રાજસ્થાનનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈનના કારણે બાડમેર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રેડિંગમાં નંબર વન છે. મેવારામ જૈનના બે વીડિયો શુક્રવારે અચાનક જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો લખી રહ્યા છે કે આજે રાજસ્થાન શરમાઈ ગયું છે. વાસ્તવમાં મેવારામ જૈન સામે બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો એ જ ઘટનાનો છે. આ વીડિયોના ઘણા સ્ક્રીન શોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

શું છે આખો મામલો?
બાડમેરના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈન રાજસ્થાનની અગાઉની સરકારમાં મંત્રી હતા. તેમની ગણના બાડમેરના કોંગ્રેસના મોટા નેતા તરીકે થાય છે. પરંતુ હાલમાં જ જોધપુરમાં એક મહિલાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈન અને આરપીએસ આનંદ સિંહ રાજપુરોહિત સહિત 9 લોકો સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. પોલીસને આપેલી અરજીમાં પીડિતાએ જણાવ્યું હતું કે, મેવારામ જૈને તેની પુત્રીને બોલાવી હતી પરંતુ બાદમાં મારી લાચારીનો લાભ લઈને તેણે મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ એમ પણ કહ્યું કે, તેણે તેની સગીર પુત્રીની સામે તેની છેડતી કરી.

બે અશ્લીલ વીડિયોનો ઉલ્લેખ 
આ તરફ હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. પીડિત મહિલાએ FIRમાં બે અશ્લીલ વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો. હવે મેવારામ જૈનસાથે જોડાયેલા બે વીડિયો સામે આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં દેખાતો વ્યક્તિ મેવારામ જૈન છે. આ સાથે આ સાથે જોડાયેલા કેટલાક ફોટો પણ શેર કરવામાં આવી રહ્યા છે. જોકે, VTV ન્યૂઝ બાબતની કોઈ પુષ્ટિ કરતું નથી. શુક્રવારે બપોરે અચાનક આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં દેખાતો વ્યક્તિ બાડમેરના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈન છે. એક વીડિયો 6 મિનિટનો અને બીજો 53 સેકન્ડનો છે. પોલીસ રિપોર્ટમાં પીડિતાએ કહ્યું હતું કે, પૂર્વ ધારાસભ્યએ તેની સાથે રેપ કરતી વખતે વીડિયો પણ બનાવ્યો હતો. જ્યારે મેવારામ જૈન અને રામ સ્વરૂપનું મન ભરાઈ ત્યારે તેઓએ મને અન્ય 15-16 વર્ષની છોકરીઓને લાવવા કહ્યું. 

મહિલાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈને રામસ્વરૂપ આચાર્ય દ્વારા મારી, દયાલ અને અન્યો વિરુદ્ધ ઓક્ટોબર 2023માં અને તેના એક વર્ષ પહેલા 29 નવેમ્બર 2022ના રોજ દાખલ કરાયેલા કેસ ખોટા હતા. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જે દિવસે 29 નવેમ્બર 2022ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો તે દિવસે સવારે 7 વાગે બાડમેર કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારી ગંગારામ ખાવા અને ત્યાંના પોલીસકર્મી દાઉદ ખાન બંને મારા ઘરે આવ્યા હતા. જોધપુરમાં દયાલ સાથે અને મને પાલી રોડ પર કોઈ અગત્યનું કામ છે એમ કહીને લઈ ગયો. પણ એક નિર્જન જગ્યાએ આવેલા ફાર્મહાઉસમાં લઈ ગયો.

વાંચો વધુ: રોજ રાત્રે આ છોકરી બૉયફ્રેન્ડને ઘરે બોલાવવા મા-બાપ સાથે કરતી એવું કૃત્ય કે વાંચીને હચમચી જશો, પછી એક દિવસ એવું બન્યું કે...

આ તરફ સામે આવ્યું છે કે, અગાઉ બાડમેરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલા દ્વારા POCSO અને SCST કેસમાં આરોપી બનાવવામાં આવેલા રામ સ્વરૂપ આચાર્ય દ્વારા પીડિતા વિરુદ્ધ સેક્સટોર્શનનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં પીડિત મહિલા અને તેના સાગરિતો પર 50 લાખ રૂપિયા લેવાનો અને પૈસાની માંગણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને પૈસા ન આપવા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કેસ નોંધ્યા બાદ પોલીસ પીડિત મહિલાને બાડમેર લાવી હતી અને તેની પૂછપરછ પણ કરી હતી. પીડિતાએ રાજીવ ગાંધી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી એફઆઈઆરમાં બે વીડિયોનો ઉલ્લેખ છે. જોકે મોટો સવાલ એ છે કે, પીડિતાના કહેવા પ્રમાણે બંને વીડિયો પેનડ્રાઈવના છે, જ્યારે વીડિયો પેન ડ્રાઈવમાં છે અને પેન ડ્રાઈવ પોલીસને આપવામાં આવી હતી. તો પછી તેઓ સોશિયલ મીડિયા પર કેવી રીતે વાયરલ થઈ શકે છે ? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ