બ્રેકિંગ ન્યુઝ
VTV / The young man got angry on honking and dragged him for half a km
Mahadev Dave
Last Updated: 06:00 PM, 14 January 2023
ADVERTISEMENT
દિલ્હીના કાંઝાવાલા ઘટનાની શાહી હજુ સુકાણી નથી ત્યાં રાજધાની દિલ્હીમાં ફરી એક હિટ એન્ડ રનનો બનાવ સામેં આવ્યો છે. જેમાં હોર્ન વગાડવા પર વિવાદ થતા યુવકને કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. એટલું જ નહીં દયાહીન તત્વોએ યુવકને અડધા કિલોમીટર સુધી કારના બોનટ પર ઢસાડ્યો હતો.દિલ્લીના રાજૌરી ગાર્ડન વિસ્તારની આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોમાં કાર ચાલકના આતંક સામે રોષ જોવા મળ્યો હતો.
હોર્ન વગાડવાના મુદ્દે બંને પક્ષે થઈ હતી માથાકૂટ
આ ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર રાજૌરી ગાર્ડન વિસ્તારમાં માત્ર હોર્ન વગાડવાના મુદ્દે બંને પક્ષે માથાકૂટ થઈ હતી. આ ઝઘડામાં કારમાં આવેલા યુવકે એક વ્યક્તિને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ પછી તે યુવકને બોનેટ પર અડધો કિલોમીટર સુધી લઈ ગયો હતો.
ADVERTISEMENT
સીસીટીવી આધારે તપાસ હાથ ધરતી પોલીસ
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં કારના બોનેટ પર યુવક દેખાઈ રહ્યો છે. આ અંગે જાણ થતાની સાથે પોલીસે આ ગંભીર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે કાર આ રજિસ્ટ્રેશનના આધારે આરોપી સુધી પહોંચવા તપાસનો દૌર લંબાવ્યો છે. બીજી બાજુ ભોગગ્રસ્ત યુવાનની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં અકસ્માતની ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં રાત્રે અંજલિ તેની મિત્ર નિધિ સાથે સ્કૂટી પર ઘરે જવા નીકળી હતી, ત્યારે કંઝાવાલા રોડ પર સામેથી આવી રહેલા એક ઝડપી વાહને તેમને ટક્કર મારી હતી. નિધિ ટક્કરથી બચી ગઈ, પરંતુ અંજલિ કારની નીચે ફસાઈ ગઈ. ત્યારબાદ કારમાં બેઠેલા યુવકે અંજલિને લગભગ 12 કિલોમીટર સુધી ઘસેડી હતી. આ કેસમાં પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.