બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / The condition of retired army man who cowl in Rajkot should the family talk about

આતંક / રાજકોટમાં ઢોરની ઢીંકે ચડેલા નિવૃત્ત આર્મીમેનની હાલત ગંભીર, પરિવારજનોએ આક્ષેપ કર્યા કે...

Kishor

Last Updated: 05:16 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં રખડતા પશુએ નિવૃત્ત આર્મીમેનને અડફેટે લેતાં તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

  • રાજકોટમાં રખડતા પશુનો ત્રાસ યથાવત
  • રખડતા પશુએ નિવૃત્ત આર્મીમેનને લીધા અડફેટે
  • પશુઓને જાહેરમાં મુકનારા સામે ગુનો દાખલ કરવા માંગ

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન વિકટ બની ગયો છે. તેવામાં રાજકોટ શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. ભોમેશ્વર વિસ્તારમાં પશુની હડફેટે નિવૃત્ત આર્મીમેન ચડતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાના 36 કલાક બાદ પણ નિવૃત્ત આર્મીમેનની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે નિવૃત્ત આર્મીમેનના પરિવારજનોએ મનપા અને પોલીસને પશુઓને જાહેરમાં મુકનારા સામે ગુનો દાખલ કરવા માંગ કરી છે. 

રખડતા પશુથી મુક્તિ ક્યારે મળશે?

રાજ્યના મહાનગરોમાં રખડતાં ઢોરની અડફેટે ચડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકો દ્વારા તંત્રને અનેક વાર રજુઆત કરી છે પરંતુ રખડતાં ઢોર મુદ્દે કોઈ પણ પ્રકારની પસ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટના શહેરી જનોમાં પશુઓના આતંક મામલે રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોના જણાવ્યા અનુસાર પશુઓને છુટા મુકનારાઓ સામે કાર્યવાહી જરૂરી છે. પરંતુ મનપાના અમૂક કર્મીઓ અગાઉથી પશુમાલિકોને જાણ કરે છે પશુ પકડવાની કામગીરી માત્ર કાગળ પર થાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ એક માત્ર શહેરની  આ સ્થિતિ નથી. રાજ્યના તમામ શહેરોમાં ઢોરનો આતંક આસમાને છે ત્યારે આ અગાઉ લોકોની માંગને લઈ હાઇકોર્ટની ટકોર બાદ આખરે અમદાવાદ મનપાનું ઢોર નિયંત્રણ ખાતું કામે  લાગ્યું છે. છેલ્લા સાડા આઠ મહિનામાં તંત્ર દ્વારા 13032 ઢોર પકડવામાં આવ્યા છે તો તંત્ર દ્વરા ઢોર માલિકો  પાસેથી અત્યાર સુધીમાં 63.45 લાખનો દંડ વસુલાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ