બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / School administrators admit fault in Harani Lake boat accident case in Vadodara

કાર્યવાહી / વડોદરા બોટ દુર્ઘટના: આખરે શાળાએ સ્વીકારી પોતાની ભૂલ, DEOએ શરૂ કરી તપાસ; શિક્ષકોની થશે પૂછપરછ

Vishal Khamar

Last Updated: 09:00 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હરણી લેક દુર્ઘટના કેસ મામલે સ્કૂલ સંચાલકોએ આખરે પોતાની ભૂલ સ્વીકારી છે. ત્યારે હવે DEO કચેરી દ્વારા સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવશે.

  • વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટના કેસ
  • ન્યૂ સનરાઈઝ સ્કૂલે પ્રવાસ માટે DEOની પરવાનગી લીધી ન હતી
  • DEO કચેરી ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકોની કરશે પૂછપરછ

 વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 18 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. સ્કૂલ સંચાલકોએ આખરે પોતાની સ્કૂલે પ્રવાસ માટે DEO ની પરવાનગી લીધી ન હતી. સ્કૂલ સંચાલકોએ ભૂલ સ્વીકારતા DEO કચેરીએ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં DEO કચેરી ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકોની પૂછપરછ કરશે. તેમજ સ્કૂલની માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરાશે. અને ક્રોસ વેરિફિકેશન બાદ 7 દિવસમાં કલેક્ટરનો રિપોર્ટ સોંપાશે. 

પરેશ શાહ કોટિયા પોલીસ સમક્ષ હાજર થયો
વડોદરા હરણી લેક હોનારત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હરણી લેક હોનારતનો મુખ્ય સૂત્રધાર પોલીસ સમક્ષ હાજર થયો છે. પરેશ શાહ કોટિયા પ્રોજેક્ટનો મુખ્ય સૂત્રધાર છે. વિગતો મુજબ બુધવારે બપોરે ધાર્મિક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો છે. આ સાથે પરેશ શાહ ગઇકાલે ઝડપાયેલા ગોપાલ શાહનો સંબંધી હોવાનું પણ ખૂલ્યું છે. અહીં નોંધનીય છે કે, દુર્ઘટનાની ફરિયાદમાં પોલીસે પરેશ શાહનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો ન હતો. કોટિયા પ્રોજેક્ટ્સના ડિરેક્ટર તરીકે પણ પરેશ શાહનું નામ ન હતું. આ તરફ ફરિયાદમાં આખરે લોકોનો રોષ અને વિવાદ બાદ પરેશ શાહ હાજર થયો છે. 

હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો આરોપી બિનીત કોટિયાની ધરપકડ
વડોદરા હરણી તળાવમાં બનેલી દુર્ઘટના ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે.. જેમાં 14 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ કેસમાં પોલીસ તો પોતાની કામગીરી કરી જ રહી છે.વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો આરોપી બિનીત કોટિયા ગઈકાલે ઝડપાયો હતો.  SITએ આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરી હતી.  બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 8 આરોપી ઝડપાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાનાં મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર છે.  બિનિત કોટિયાની આ બોટ પ્રોજેક્ટમાં 5% હિસ્સેદારી હોવાનું સામે આવ્યું છે. આજે જ્યારે બિનિત કોટિયા કોર્ટમાંથી બહાર જઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસનાં કાર્યકરે તેના પર શાહી ફેંકીને રોષ ઠાલવ્યો હતો.  જો કે શાહી ફેંકનારાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચોઃ અમદાવાદમાં એક્સ ગર્લફ્રેન્ડે આધેડ પર ફેંક્યું એસિડ: ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતી હોવાનો આરોપ

મંજૂરી વગર મિકેનિકલ બોટ ચલાવવાનો ખુલાસો
વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસમાં ગંભીર બેદરકારીનો ખુલાસો થયો છે. કોટિયા પ્રોજેક્ટ મંજૂરી વગર જ મિકેનિકલ બોટ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. VMCએ પેડલ બોટ ચલાવવા મંજૂરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પેડલ બોટની મંજૂરી હોવા છતા કોટિયા પ્રોજેક્ટ  દ્વારા મિકેનિકલ બોટ ચલાવવામાં આવતી હતી. પોલીસે વધુ તપાસ માટે VMC અને કંપની વચ્ચે થયેલા મૂળ કરારની કોપીની માગ કરી છે. કરારમાં લાઈફ સેવિંગ જેકેટ, સર્વેલન્સ અને સિક્યોરિટીની સુવિધાનો નિયમ હોવા છતા સુરક્ષાની કોઈ સુવિધા કરવામાં આવી ન હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ