બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / sachavva valo betho maro dwarkano nath Reels went viral on social media during the storm

જય રણછોડરાય / સાચવવાવાળો બેઠો દ્વારકાનો નાથ: વાવાઝોડા સમયે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રીલ્સ, લોકોએ કહ્યું કાળિયા ઠાકર પરનો વિશ્વાસ સાચો પડ્યો

Megha

Last Updated: 04:14 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરે રણછોડરાયની આગળ કોઇનું નહીં ચાલે, હાલ આ રીલ્સ વાયરલ થઈ. વાવાઝોડાની અસર ઓછી થતાં કેટલાક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને દ્વારિકાધીશનો આભાર માન્યો છે.

  • સાચવવાવાળો બેઠો છે દ્વારિકાનો નાથઃ લોકોએ રીલ્સ વાઇરલ કરી
  • રીલ્સ પાછળનું સૌથી મોટું કારણ બિપરજોય વાવાઝોડું છે
  • વાવાઝોડાના પગલે તંત્ર ગંભીર ત્યારે યુવાઓ રિલ્સ બનાવવામાં મસ્ત

સાચવવાવાળો બેઠો છે દ્વારિકાનો નાથ જો, અરે રણછોડરાયની આગળ કોઇનું નહીં ચાલે.....આ રીલ્સ અત્યારે સોશિયલ મીડિયામાં સૌથી વધુ જોવા મળી રહી છે. આ રીલ્સ પાછળનું સૌથી મોટું કારણ બિપરજોય વાવાઝોડું છે. જે હાલ ગુજરાતમાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ સહિત ગુજરાતનાં વિવિધ શહેર તેમજ જિલ્લામાં બિપરજોય તબાહી મચાવી રહ્યું છે ત્યારે લોકો સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવામાં મસ્ત છે. 

છેલ્લા બે દિવસથી ગુજરાતના માથે બિપરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. જેને લઇને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને સેનાની ત્રણેય પાંખ, એનડીઆરએફ સહિત પોલીસના જવાનો સ્ટેન્ડ બાય કરી દીધા છે. બિપરજોય વાવાઝોડાનાં રિલ્સ બનાવવાનું યુવાઓને ઘેલું લાગ્યું છે. ભક્તિ, આસ્થા અને મસ્તી સાથે લોકો વિવિધ પ્રકારનાં રીલ્સ બનાવી રહ્યા છે. 

વાવાઝોડાના પગલે તંત્ર ગંભીર છે ત્યારે યુવાઓ રિલ્સ બનાવવામાં મસ્ત છે અને અસરગ્રસ્તો દુઆમાં વ્યસ્ત છે. ફેસબુક, વોટ્સએપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ મીડિયામાં બિપરજોય વાવાઝોડાના સમાચાર, રીલ્સ સહિતની માહિતી જોવા મળી રહી છે. વાવાઝોડાની અસર ઓછી થતાં કેટલાક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને દ્વારિકાધીશ અને સોમનાથ મહાદેવનો આભાર માન્યો છે. 

વાવાઝોડાની ગંભીરતા સમજ્યા વગર કેટલાક લોકોએ સમગ્ર સ્થિતિને મજાક બનાવી દેતાં રીલ્સ મૂકી દીધાં હતાં. જેના કારણે લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરીને તેમને ટ્રોલ પણ કર્યા છે. લોકો સોશિયલ મીડિયાનાં માધ્યમથી એક થયા છે અને સેવા કરવા માટે પણ આગળ આવ્યા છે. બિપરજોય વાવાઝોડાના કારણે સોશિયલ મીડિયામાં ભક્તિ, મસ્તી અને ટેન્શનનો સૂર જોવા મળ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ