બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / RBI gives big relief to common citizens: Important decisions taken in meeting on loan installments

મોનિટરી પોલિસી / મોંઘવારીમાં કંટ્રોલ.! સામાન્ય નાગરિકોને RBIએ આપી મોટી રાહત: લોનના હપ્તા મુદ્દે બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય

Priyakant

Last Updated: 10:45 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Monetary Policy Meet News: અગાઉ RBIએ એપ્રિલ અને જૂનના પોલિસી ચક્રમાં પણ વ્યાજ દરોને વિરામ પર રાખ્યા હતા, હાલમાં RBIનો રેપો રેટ 6.50 ટકા પર રહેશે

  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીનો મોટો નિર્ણય 
  • મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રીજી વખત પોલિસી રેટમાં નથી કર્યો કોઈ ફેરફાર
  • હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો રેપો રેટ 6.50 ટકા પર રહેશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ એક મોટો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે, RBIની મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં RBIનો રેપો રેટ 6.50 ટકા પર રહેશે. અગાઉ RBIએ એપ્રિલ અને જૂનના પોલિસી ચક્રમાં પણ વ્યાજ દરોને વિરામ પર રાખ્યા હતા. 

રેપો રેટમાં છેલ્લો ફેરફાર ફેબ્રુઆરી 2023માં જોવા મળ્યો હતો. તે સમયે RBIએ 0.25 ટકાનો વધારો કર્યો હતો. RBIએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી વ્યાજ દરોમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે, RBI આ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. શક્ય છે કે, સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા છ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે.

RBI માટે સૌથી મોટી સમસ્યા કઈ ? 
હકીકતમાં દેશમાં મોંઘવારી RBI માટે સૌથી મોટી સમસ્યા બની રહી છે. ઘણા પોલ્સ અને અંદાજો અનુસાર જુલાઇ મહિનામાં છૂટક ફુગાવો 6.5 ટકાથી 6.70 ટકાની વચ્ચે રહી શકે છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 4.25 ટકા હતો અને જૂન મહિનામાં તે વધીને 4.80 ટકા થયો હતો, જે આ વર્ષની સૌથી ઊંચી હોવાનું પણ કહેવાય છે. આવી સ્થિતિમાં RBI આરબીઆઈ સામે સૌથી મોટો પડકાર એ છે કે, આગામી મહિનાઓ માટે RBI દ્વારા કયા પ્રકારના અંદાજિત ફુગાવાના આંકડા રજૂ કરવામાં આવશે. કારણ કે રિઝર્વ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા અગાઉના આંકડા સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે.

શાકભાજીના ભાવથી પણ મુશ્કેલી 
જૂન મહિનામાં ઓછા વરસાદને કારણે અને તે પછી દેશના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ અને અન્ય ભાગોમાં ખૂબ ઓછા વરસાદને કારણે દેશમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને ટામેટાંના ભાવ સામાન્ય લોકોના ખિસ્સા પર સૌથી વધુ ફટકો પડ્યો છે. આ જ કારણ છે કે જુલાઈમાં છૂટક મોંઘવારી ખૂબ ઊંચી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

દેશમાં ટામેટાના ભાવ 300 રૂપિયા અને આદુના ભાવ 400 રૂપિયાથી વધુ જોવા મળી રહ્યા છે. જેના ભાવ ઓક્ટોબર સુધી સમાન રહેવાની ધારણા છે. નિષ્ણાતોનું માનીએ તો અસમાન વરસાદની અસર અન્ય શાકભાજીના ભાવમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ