બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Now your mobile phone will be recharged for free, no need for electricity!

ટેક્નોલોજી / હવે ફ્રીમાં રિચાર્જ થઇ જશે તમારો મોબાઈલ ફોન, નહીં પડે વિજળીની જરૂર!

Priyakant

Last Updated: 02:30 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોલાર મોબાઈલ ચાર્જરની મદદથી તમે તમારો મોબાઈલ ફ્રીમાં ચાર્જ કરી શકો છો. આ માટે તમારે વીજળીની જરૂર નહીં પડે અને ન તો જનરેટર કે ઇન્વર્ટરની જરૂર પડશે

  • ટેરેસ પર અથવા ઘરની બહાર સોલાર ચાર્જર રાખવું પડશે
  • થોડા કલાકોમાં તમારો મોબાઈલ ફુલ ચાર્જ થઈ જશે
  • આ ચાર્જર વીજળીથી ચાલતા ચાર્જર કરતા ઘણા સસ્તા છે

આજે પણ ભારતમાં ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે, જ્યાં વીજળીની સમસ્યા ખૂબ જ વધારે છે. આજ કારણે લોકોને પોતાના ફોન ચાર્જ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે હવે તમે સોલાર મોબાઈલ ચાર્જરની મદદથી આ સમસ્યાનું સમાધાન કરી શકો છો. ખાસ વાત એ છે કે, આ ચાર્જર વીજળીથી ચાલતા ચાર્જર કરતા ઘણા સસ્તા છે. આ સિવાય આ ચાર્જર એવા લોકો માટે ખૂબ સારા છે જેઓ વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે.

File Photo 

ઘણી વખત મુસાફરી કરતી વખતે તમારે એવી જગ્યાએથી પસાર થવું પડે છે જ્યાં વીજળીની સમસ્યા હોય અથવા તમને ચાર્જર માટે સોકેટ મળતું નથી. આ સ્થિતિમાં સોલર ચાર્જર કોઈપણ ઇમરજન્સી કિટનો આવશ્યક ભાગ બની શકે છે. તેને સાથે લઈ જવું ખૂબ જ સરળ છે. તેને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે.

File Photo 

સોલર મોબાઈલ ચાર્જરની મદદથી તમે તમારો મોબાઈલ ફ્રીમાં ચાર્જ કરી શકો છો. આ માટે તમારે વીજળીની જરૂર નહીં પડે અને ન તો જનરેટર કે ઇન્વર્ટરની જરૂર પડશે. એવામાં સોલર ચાર્જર તમારા વીજળીના બિલમાં પણ ઘટાડો કરી શકે છે.

શું છે સોલર ચાર્જર ?
સોલાર ચાર્જર સૌર ઉર્જાથી ચાલે છે. જો તમારા ઘરમાં વીજળીની વ્યવસ્થા નથી અથવા વીજળી ઓછી આવે છે તો તમે સોલાર ચાર્જરની મદદથી તમારા મોબાઈલને ફ્રીમાં ચાર્જ કરી શકો છો. 

File Photo 

થોડા કલાકોમાં ફોન ફુલ ચાર્જ થઈ જશે
તમારા મનમાં સવાલ હશે કે સોલાર ચાર્જરથી મોબાઈલ ફોન કેવી રીતે ચાર્જ થતો હશે ? તમને જણાવી દઈએ કે મોબાઈલ ચાર્જ કરવા માટે તમારે ફક્ત તમારા ટેરેસ પર અથવા ઘરની બહાર સોલાર ચાર્જર રાખવું પડશે અને દિવસના સમયમાં જ્યારે સૂર્યપ્રકાશ આવશે તો તે તમારો ફોન ચાર્જ કરવા લાગશે. થોડા કલાકોમાં તમારો મોબાઈલ ફુલ ચાર્જ થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ