બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / jammu kashmir kulgam halan encounter between terrorists and security forces three soldiers martyred

BIG BREAKING / જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ જવાનો શહીદ, સર્ચ ઓપરેશન યથાવત

Malay

Last Updated: 08:00 AM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu and Kashmir News: જમ્મુ કાશ્મીરમાં સેનાના ત્રણ જવાન થયા શહીદ છે. છુપાયેલા આતંકીઓને શોધવા માટે સેનાના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

  • કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ
  • આતંકીઓના હુમલામાં 3 જવાન શહીદ
  • આતંકીઓને શોધવા માટે સેનાનું સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓને શોધવા માટે આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

2 terrorists living in Pulwama, weapons also seized
ફાઈલ ફોટો

આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું
પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હલ્લાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું, ત્યારબાદ જવાનોએ ક્રોસ ફાયરિંગ કર્યું અને આ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. તેઓએ જણાવ્યું કે, ફાયરિંગની આ ઘટનામાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેઓના મૃત્યુ થયા છે.  

શોપિયામાં વાહનમાં IED બ્લાસ્ટ થતાં સેનાના 3 જવાનો ઘાયલ,સુરક્ષાબળોએ શરૂ કરી  તપાસ | 3 Army personnel injured in IED blast in Shopia, security forces  begin probe
ફાઈલ ફોટો

ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ
શ્રીનગર સ્થિત સેનાની ચિનાર કોર્પ્સે એક ટ્વીટમાં જણાવ્યું કે, "કુલગામના હલ્લાનમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ 4 ઓગસ્ટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું." ટ્વીટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "આતંકવાદીઓ તરફથી કરાયેલા ફાયરિંગ બાદ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. આ અથડામણમાં સેનાના ત્રણ જવાનો ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા હતા, જેઓ બાદમાં મૃત્યુ પામ્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે." 

પુંછ અને રાજૌરીમાં અથડામણમાં 10 જવાનો થયા હતા શહીદ 
આ પહેલા એપ્રિલ અને મે મહિનામાં પુંછ અને રાજૌરી જિલ્લામાં બે અલગ-અલગ હુમલા-અથડામણમાં સેનાના 10 જવાનો શહીદ થયા હતા. આ એ વિસ્તાર છે જેને છેલ્લા લગભગ બે દાયકાથી આતંકવાદ મુક્ત માનવામાં આવતો હતો. આ વર્ષની શરૂઆતમાં પણ આતંકવાદીઓએ રાજૌરીમાં હિન્દુ પરિવારોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન 7 નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને એક ડઝનથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ