બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / How important is research and vigilance when the heart stops suddenly? Embrace this advice from renowned doctors

મહામંથન / અચાનક થંભી જતું હૃદય સંશોધન અને સતર્કતા કેટલી જરૂરી? જાણીતા ડૉક્ટરોની આ સલાહ ગળે ઉતારી લેજો

Vishal Khamar

Last Updated: 09:56 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકનાં કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ગત રોજ રાજ્યમાં એક સાથે 10 લોકોનાં મોત નિપજતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ અંગે ગંભીરતાથી સંશોધનનો સમય પાકી ગયો છે?

હૃદયરોગના હુમલાથી મૃત્યુ. આ ઘટના પહેલા નહતી બનતી એવું સહેજપણ નથી પરંતુ છેલ્લા થોડા સમયથી રાજ્યમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુની જેટલી ચર્ચા થઈ છે એટલી કદાચ બીજા કોઈ મુદ્દાની થઈ નથી. આપની ઉમર 13 વર્ષ છે કે પછી 63 વર્ષ તમે એકદમ હળવા મૂડમાં છો, ગરબા રમી રહ્યા છે, હળવાશની પળો માણી રહ્યા છો અને તમારુ હૃદય અચાનક થંભી જાય છે. નવરાત્રી પહેલા પણ સરકાર તરફથી તૈયારીઓ અને એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી પરંતુ ગરબા રમતા યુવાનોના મૃત્યુના બનાવ તો સામે આવ્યા. 

  • રાજ્યમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવ વધ્યા
  • નવરાત્રી દરમિયાન પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવ સામે આવ્યા
  • હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામનારા મોટાભાગનાની વય નાની હતી

હવે આ મુદ્દે સંશોધન થવું જરૂરી છે એ વાતને ફરી વેગ મળ્યો કારણ કે ગુજરાતના જ પૂર્વ મુખ્યમંત્રી અને હાલ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ હૃદયરોગથી થતા મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી. એ વાતનો સ્પષ્ટ નિર્દેશ હતો કે હવે સરકારે આ બાબતે સંશોધન હાથ ધરવું જ જોઈએ. કારણ કે છેલ્લા કેટલાક બનાવ એવા પણ હતા કે જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિને કે તેના પરિવારની કોઈ ગંભીર બીમારીની હિસ્ટ્રી હોય તેવું સહેજપણ નહતું છતા તે વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય. એક દિવસમાં રાજ્યમાં હાર્ટઅટેકથી 12 જયારે 6 મહિનામાં લગભગ 1 હજારથી વધુ લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. હવે સમય બેસી રહેવાનો નથી પરંતુ આવી ઘટના પાછળના કારણોની તપાસ કરવાનો અને જાત સતર્કતા દાખવવાનો છે. 

  • રાજ્યમાં નવરાત્રી દરમિયાન જ 18 જેટલા લોકોના હાર્ટઅટેકથી મૃત્યુ
  • નવરાત્રી દરમિયાન જેના મૃત્યુ થયા તેની સરેરાશ વય 13 થી 62 વર્ષ
  • છેલ્લા છ મહિનામાં રાજ્યમાં હૃદયરોગના હુમલાથી 1052 લોકોના મૃત્યુ

રાજ્યમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવ વધ્યા છે.  નવરાત્રી દરમિયાન પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવ સામે આવ્યા છે. હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામનારા મોટાભાગનાની વય નાની હતી. કેટલાક કિસ્સામાં હાર્ટઅટેક આવ્યો હોય તેને અગાઉથી કોઈ બીમારી પણ ન હતી. રાજ્ય સરકાર પણ હૃદયરોગના હુમલાથી વધતા મૃત્યુના બનાવ અંગે ચિંતિત છે. 

હાર્ટઅટેકથી ક્યાં કેટલા મૃત્યુ?

સુરત
2
 
અમદાવાદ
1
 
વડોદરા
1
 
કપડવંજ
1
 
દેવભૂમિ દ્વારકા
3
 
રાજકોટ
2
 
ધોરાજી
1
 
કઠલાલ
1
  • હાર્ટઅટેકથી થતા મૃત્યુમાં મહિલા, પુરૂષ, યુવાનો, બાળકોને અલગ તારવો
  • હાર્ટઅટેક પાછળ કોરોના જવાબદાર નથી
  • જો કોરોના જવાબદાર નથી તો ક્યા કારણો છે તેની તપાસ થવી જોઈએ

આ વાત ચિંતાજનક
રાજ્યમાં નવરાત્રી દરમિયાન જ 18 જેટલા લોકોના હાર્ટઅટેકથી મૃત્યુ થયા છે.  નવરાત્રી દરમિયાન જેના મૃત્યુ થયા તેની સરેરાશ વય 13 થી 62 વર્ષ છે.  છેલ્લા છ મહિનામાં રાજ્યમાં હૃદયરોગના હુમલાથી 1052 લોકોના મૃત્યુ થયા છે.  108ને મળતા ઈમરજન્સી કાર્ડિયાક ઈમરજન્સીના કોલમાં પણ વધારો થયો છે.  ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 28% કાર્ડિયાક ઈમરજન્સીના કોલ વધ્યા હતા. એક દિવસના સરેરાશ 173 કાર્ડિયાક ઈમરજન્સીના કોલ આવ્યા છે. 

  • 108ને મળતા ઈમરજન્સી કાર્ડિયાક ઈમરજન્સીના કોલમાં પણ વધારો
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 28% કાર્ડિયાક ઈમરજન્સીના કોલ વધ્યા
  • એક દિવસના સરેરાશ 173 કાર્ડિયાક ઈમરજન્સીના કોલ

આનંદીબેને શું કહ્યું?
નવરાત્રીમાં યુવાનોના ગરબા ગાતા હાર્ટઅટેકથી મૃત્યુ થયા હતા. નવરાત્રીમાં ગરબા ગાતા જેના મૃત્યુ થયા તેના કારણોની તપાસ થાય તે જરૂરી છે.  13 કે 16 વર્ષની વયે હાર્ટઅટેકથી મૃત્યુ થાય તે બહુ ચિંતાજનક. છેલ્લા એક વર્ષમાં હાર્ટઅટેકથી કેટલાના મૃત્યુ થયા તેનો અભ્યાસ જરૂરી છે.  હાર્ટઅટેકથી થતા મૃત્યુમાં મહિલા, પુરૂષ, યુવાનો, બાળકોને અલગ તારવો.  હાર્ટઅટેક પાછળ કોરોના જવાબદાર નથી. જો કોરોના જવાબદાર નથી તો ક્યા કારણો છે તેની તપાસ થવી જોઈએ.

  • નવરાત્રીમાં યુવાનોના ગરબા ગાતા હાર્ટઅટેકથી મૃત્યુ થયા
  • નવરાત્રીમાં ગરબા ગાતા જેના મૃત્યુ થયા તેના કારણોની તપાસ થાય
  • 13 કે 16 વર્ષની વયે હાર્ટઅટેકથી મૃત્યુ થાય તે બહુ ચિંતાજનક

આ વલણ બદલવું જ પડશે
નિષ્ણાતો માને છે કે સરેરાશ ભારતીયમાં ચરબીનું પ્રમાણ વધુ છે. ભારતમાં મધુપ્રમેહનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સરેરાશ યુરોપીયનમાં ચરબીનું પ્રમાણ 7 થી 8 ટકા છે. સરેરાશ ભારતીયમાં ચરબીનું પ્રમાણ 12 થી 23 ટકા છે. ધૂમ્રપાન, સ્થૂળતા,તણાવ,કસરતનો અભાવ જેવા પરિબળો પણ જવાબદાર. હાયપરટેન્શનનું પ્રમાણ રક્તવાહિનીઓને નુકસાન કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ