બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming palm oil can cause this health damage

આરોગ્ય / પામ ઓઇલ બની શકે છે હાર્ટ પ્રોબ્લેમનું કારણ, જો તમને પણ છે આ પ્રકારના ફૂડ ખાવાની આદત, તો એલર્ટ!

Pooja Khunti

Last Updated: 10:56 AM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં લોકો કામને લઈને એટલા વ્યસ્ત હોય છે કે તેઓ વધુ પડતાં પેકેજ્ડ ફૂડનું જ સેવન કરે છે. તેમા અમુક એવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

જો વધુ પ્રમાણમાં તેલયુક્ત ખોરકનું સેવન કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે બીમારીઓનું જોખમ વધી જાય છે. આ સાથે પેકેજ્ડ ફૂડનું સેવન ન કરવું જોઈએ. તેમા પામ ઓઇલ હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.  

પામ ઓઇલ
આજે નાની ઉંમરના લોકોમાં પણ હ્રદય રોગનું જોખમ વધી ગયું છે. તેનું કારણ તણાવ, પૂરતી ઊંઘ ન થવી, કસરત ન કરવી અને સ્વસ્થ આહારનું સેવન ન કરવું વગેરે છે. જો આ બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવે તો હ્રદય રોગ સાથે અન્ય ગંભીર બીમારીઓથી પણ છુટકારો મળી શકે છે. આજના સમયમાં લોકો કામને લઈને એટલા વ્યસ્ત હોય છે કે તેઓ વધુ પડતાં પેકેજ્ડ ફૂડનું જ સેવન કરે છે. તેમા અમુક એવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં જણાવ્યા મુજબ પામ ઓઇલ તેની ઓછી કિંમત અને અનેક ગુણધર્મોને કારણે ખાદ્ય પદાર્થમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. પરતું તેના સેવનથી શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. જેના કારણે હ્રદય રોગનું જોખમ વધી જાય છે. 

પામ ઓઇલના સેવનથી સ્વાસ્થ્યને આ નુકસાન થઈ શકે છે 

બિનઆરોગ્યપ્રદ ચરબી
આ પામ ઓઇલમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે. સેચ્યુરેટેડ ફેટ LDL કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. તેને ખરાબ કોલેસ્ટ્રોલ પણ કહેવામાં આવે છે. 

શરીરમાં સોજો વધારે છે 
આ તેલમાં એવા સંયોજનો હોય છે, જે શરીરમાં સોજો વધારે છે. જેમ શરીરમાં સોજાનું પ્રમાણ વધે છે, તેમ-તેમ હ્રદય રોગનું જોખમ પણ વધવા લાગે છે. ક્રોનિક સોજો રક્તવહીનીઓને નુકસાન પહોંચાડે છે. 

વાંચવા જેવું: પોષક તત્વોનો ભંડાર છે આ ફ્રૂટ, પેટથી લઇને હાર્ટ સુધીની બીમારીઓ માટે છે રામબાણ

લીવરને નુકસાન 
જો વધુ પ્રમાણમાં પામ ઓઇલનું સેવન કરવામાં આવે તો તેનાથી લીવરને નુકસાન થઈ શકે છે. કારણકે લીવરને સેચ્યુરેટેડ ફેટને પચાવવા માટે વધુ સમય લાગે છે. 

વજન વધી શકે છે 
જે ખોરાકમાં પામ ઓઇલનો ઉપયોગ થાય છે, જો તેને ખાવામાં આવે તો તેનાથી સ્થૂળતા વધી શકે છે. આ સાથે હ્રદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ