બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / CM Patel reviews Ahmedabad-Mumbai bullet train project, out of Rs 72,000 crore project, Rs 14,200 crore has been spent so far.

કામ પ્રગતિમાં / અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની CM પટેલે કરી સમીક્ષા, 72 હજાર કરોડના પ્રોજેક્ટમાંથી અત્યાર સુધીનો ખર્ચ 14,200 કરોડ

Mehul

Last Updated: 11:26 PM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ હેઠળની કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન. ગુજરાતમાં આ પ્રોજેક્ટ અન્વયે 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ થયું છે

  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની સમીક્ષા 
  • મુખ્યમંત્રી પટેલે કરી ઉચ્ચસ્તરીય બેઠક 
  • 60 હજાર લોકોને રોજગારીની તક મળશે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. બેઠકમાં  નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર  અગ્નિહોત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. દરમિયાન મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ પ્રોજેક્ટની વિવિધ પ્રગતિ હેઠળની કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આ પ્રોજેક્ટ અન્વયે કુલ 352 કિલોમીટર એટલે કે 98 % જમીન સંપાદન કાર્ય પૂરું થયું છે. અને આવી સંપાદિત જમીન પર 343 કિલોમીટરમાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. મુખ્ય અગ્રસચિવ  કૈલાશનાથન તથા મુખ્ય સચિવ  પંકજકુમાર આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે સહભાગી થયા હતા.

સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં
 

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અગ્નિહોત્રીએ મુખ્યમંત્રીને આ વિગતો આપતા ઉમેર્યું કે, ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ એમ 8 જિલ્લાઓમાં સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં છે. એટલું જ નહીં, નર્મદા, તાપી, મહી જેવી મહત્વની નદીઓ જે આ ટ્રેનના રૂટમાં આવે છે તેના ઉપર પણ કાર્યવાહી ચાલુ છે. આ તકે  કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રોજેક્ટની કામગીરીમાં વધુ વેગ લાવવાના હેતુસર સ્ટ્રેડલ કેરિયર અને બ્રિજ ગેન્ટ્રી જેવી ભારી સાધન-સામગ્રીના ઉપયોગથી ફુલ સ્પાન બોક્સ ગ્રાઈડર ઉભા કરવામાં આવે છે.


 પ્રથમ ગ્રાઈડર નવસારીમાં  ઊભું થયું 

જિયોટેકનિકલ ઇન્વેસ્ટિગેશન માટે સુરતમાં એશિયાની સૌથી મોટી જિયોટેકનિકલ લેબ પણ શરૂ કરવામાં આવી છે તેમ કોર્પોરેશનના એમ.ડી.  અગ્નિહોત્રીએ બેઠકની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલી ઝડપી કામગીરીની સરાહના કરતા રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
સમીક્ષા બેઠક દરમિયાન આ પ્રોજેક્ટની અન્ય બાબતો અંગેની ચર્ચા પરામર્શમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રોજેક્ટના પરિણામે પ્રત્યક્ષ-પરોક્ષ એટલે કે ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ મળી 60 હજાર જેટલા લોકોને રોજગાર અવસર મળશે. 

અમદાવાદથી મુંબઈ માત્ર 3 કલાકમાં 

ગુજરાતમાં જમીન અને બાંધકામ બેય મળીને 72 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટ માટે થવાનું છે, તે પૈકી 14,200 કરોડનો ખર્ચ વિવિધ કામો માટે અત્યાર સુધીમાં થયો છે. એ નિર્દેશ  જરૂરી છે કે, મુંબઇ-અમદાવાદ વચ્ચેની ભવિષ્યમાં શરૂ થનારી આ હાઇસ્પિડ રેલ ટ્રેન કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડશે. મુંબઈ અમદાવાદનું અંતર આ ટ્રેન 3 કલાકમાં પૂર્ણ કરશે. મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં આ પ્રોજેક્ટના વરિષ્ઠ અધિકારીઓ  અંજુમ પરવેઝ, રાજેન્દ્ર પ્રસાદ, પ્રમોદ શર્મા તથા અરુણકુમાર બીજલવાન પણ જોડાયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ