બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Biggest layoff ever 55,000 people to be laid off by BT group company

BIG NEWS / અત્યાર સુધીની સૌથી મોટી છટણી, 55 હજાર લોકોને કાઢી મૂકશે આ કંપની, દેશમાં મંદી આવી ગઈ હોવાના ભણકારા

Kishor

Last Updated: 05:15 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટા ગજાની ગણાતા બ્રોડબેન્ડ અને મોબાઈલ પ્રોવાઇડર બિટી ગ્રુપે એકસામટા 55000 કર્મચારીઓની છટણી અંગે સમર્થન આપ્યું છે.

  • છટણી મામલે સૌથી મોટા અને ડરામણા સમાચાર
  • બિટી ગ્રુપે એકસામટા 55000 કર્મચારીઓની છટણી અંગે સમર્થન આપ્યું
  • 55, 000 કર્મચારીઓની કંપની છુટા કરી રહી છે કંપની

મંદીના વાગતા ભણકારાને લઇને ડરામણું ચિત્ર ઊભું થયું છે. આવી સ્થિતિ વચ્ચે છાશવારે સામેં આવતા છટણીના સમાચારને લઈને નોકરીયાત વર્ગની ચિંતામાં વધારો થયો છે. ત્યારે છટણી મામલે સૌથી મોટા અને ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બ્રિટનની સૌથી મોટા ગજાની ગણાતી બ્રોડબેન્ડ અને મોબાઈલ પ્રોવાઇડર બિટી ગ્રુપે એકસામટા 55000 કર્મચારીઓની છટણી અંગે સમર્થન આપ્યું છે. દાયકાના અંત સુધીમાં એટલે કે 2030 સુધીમાં કોન્ટ્રાક્ટર સહિત કુલ 55, 000 કર્મચારીઓની કંપની છુટા કરી રહી છે. જેને અત્યાર સુધીની સૌથી મોટી ચટણી ગણવામાં આવી રહી છે. બીજી તરફ કંપની નેશનલ ફાઇબર નેટવર્ક બનાવવા માટે ટ્રાન્સફોર્મેશન પર કામ કરી રહી હોવાનું કંપનીના બોસ ફીલીપ જેનસેન દ્વારા જણાવ્યું હતું.

 

 

ટેક ઈન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ: વધુ એક દિગ્ગજ કંપનીએ છટણીની કરી જાહેરાત, 6650  કર્મચારીઓ છૂટા કરાશે | Another giant company dell announces layoffs in tech  industries 6650 employees to ...

કર્મચારીની સંખ્યા 1,30,000 થી ઘટી અને 75 થી 90,000 થઈ શકે છે
તેમણે જણાવ્યું કે ફાઇબર રોલ આઉટ પૂર્ણ કર્યા બાદ તેમની કંપનીની કામ કરવાની રીતને ડિજિટલ કરવામાં આવશે. આમ કામગીરી સરળ કર્યા બાદ 2030 સુધીમાં ઓછા કાર્યબળ અને ઓછા ખર્ચને પર ભાર મૂકવામાં આવશે. આમ નવું બીટી ગ્રુપએ ઉજ્જળ ભવિષ્ય સાથે નાનો વ્યવસાય હોવાનું જણાવ્યું હતું વધુમાં 2030 ના નાણાકીય વર્ષ સુધીમાં કર્મચારીઓની કુલ સંખ્યા 1,30,000 થી ઘટી અને 75 થી 90,000 થઈ શકે છે સાથે સાથે સંપૂર્ણ ફાઇબર નેટવર્કનું બંધકામ પણ ત્યાં સુધીમા પૂર્ણ થઈ શકે છે.

ફોર્ડ બાદ વધુ એક કાર બનાવનાર કંપનીએ કર્મચારીઓને આપ્યો ઝટકો, એકસાથે આટલાં  બધા લોકો થયા નોકરી વિહોણા | After Ford, another car maker company gave a  blow to the employees, so ...

કંપનીના શેરમાં 9 ટકા જેટલો ઘટાડો

વધૂમાં આ ગ્રુપની આવક મામલે જોન્સને જણાવ્યું હતું કે અર્થતંત્રમાં સખળડખડ વચ્ચે પણ બિટી ગ્રુપ એ સારી એવી પ્રગતિ કરી છે અને નેટવર્ક વૃદ્ધિને લઈને તેના આવકમાં પાંચ ટકા વધારો થયો છે એટલે કે 10 બિલિયન ડોલર થાય છે.કંપનીના આ નિર્ણય બાદ કંપનીના શેરમાં 9 ટકા જેટલો ઘટાડો પણ નોંધાયો છે. હાલમાં આ શેર 137.60GBX પર ટ્રેડ થઈ રહ્યો છે. મહત્વનું છે કે થોડા સમય અગાઉ વિડાફોનમાંથી પણ 11 હજાર કર્મચારીને છુટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ