બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A big success in Ahmedabad dubble murder case

ભેદ ઉકેલાયો / અમદાવાદની ચકચારી ડબલ મર્ડર ઘટનામાં આરોપીએ કર્યો મોટો ખુલાસો, DCPએ કહ્યું- આવા ઘરોને કરે છે ટાર્ગેટ

Kiran

Last Updated: 05:08 PM, 9 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વૃદ્ધ દંપતીના હત્યા કેસનો ભેદ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડના બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ યોજી પત્રકાર પરિષદ, લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું

  • અમદાવાદનો ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો 
  • આરોપીઓએ બંને હત્યા કર્યાની કબૂલાત કરી
  • ઘાડલોડિયાના વૃદ્ધ દંપતિ લૂંટના ઈરાદે હત્યા 

 અમદાવાદમાં દિવાળીના તહેવાર પહેલાં જ ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતિની હત્યાની ઘટના બની હતી. ધનતેરસના દિવસે જ ઘાટલોડિયાના પારસમણી ફ્લેટમાં વૃદ્ધ દંપતી હત્યા થતા ચકચાર ખળભળાટ મચ્યો હતો, જો કે સમગ્ર મામલે ક્રાઈમબ્રાન્ચે ઝારખંડના રહેવાસી બે શખ્સોની ધરપકડ કરી છે. હત્યાને ભેદ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. 

આરોપીઓએ બંને હત્યા કર્યાની કબૂલાત કરી

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્વ દંપત્તિની હત્યા મામલે આજે શહેર પોલીસ કમિશનર  સંજય શ્રીવાસ્તવની પત્રકાર પરિષદ કરી હતી. જેમાં ગુનાનો ભેદ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમ, ટેક્નિકલ ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. દિવાળીના તહેવારોમાં પણ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હતી, 2 નવેમ્બરે શહેરમાં બનેલી ડબલ મર્ડર કેસમા મામલે ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલીનું નિવેદન આપતા જણાવ્યું કે પોલીસની ટીમો બનાવીને ઘરઘાટી, ડિલિવરી બોય, તેમને આસપાસના રહિશોની પૂછપરછ કરવામાં આવી હતી. એટલું જ નહીં કંસ્ટ્રક્શન સાઈટના મંજૂરોની પણ તપાસ કરાઈ હતી છેલ્લે મેડિકલ ડિલિવરી બોયે ઘરની મુલાકાત લીધી હતી. જો કે પોલીસને આરોપીઓ અંગે બાતમી મળી હતી. આરોપીઓ ચોરી કરવાના ઈરાદે ફ્લેટમાં ગયા હતા.  એક બાદ એક ફ્લેટમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને એક ઘરમાં જોતા ઘણા લોકો દેખાયા હતા બાદમાં ઓછા લોકો રહેતા હોય તેવી બિલ્ડિંગ પસંદ કરાઈ હતી. જે ફ્લેટમાં ગયા તે મકાનમાં માત્ર દાદા અને દાદી જ હતા પહેલા દાદાની બાદ દાદીની હત્યા કરીને ઘરમાં કબાટ આરોપીઓએ ખંખોળ્યા હતા જો કે તેમને ઘરમાં કંઈ પણ મળ્યું ન હતું. હત્યા બાદ આરોપીઓએ ઘરમાં સિગારેટ પણ પીધી હતી. 

પોલીસે હત્યા કરનાર આરોપીઓની કરી ધરપકડ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઝારખંડના ખૂંટી જિલ્લાના છે, તેઓ કંસ્ટ્રક્શન સાઈટ પર સેન્ટીંગનું કામ કરતા હતા. તેમણે ઓનલાઈન PayTM થકી પરિવારને 12 હજાર રુપિયા મોકલ્યા હતા. લેબર કોન્ટ્રાક્ટર થકી આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. વૃદ્ધ દંપતિની હત્યા આરોપીઓએ કર્યાની કબૂલાત કરી છે, ઝારખંડના કેટલાક વિસ્તારમાં લોકો છરી સાથે રાખે છે તેના વડે બંનેની હત્યા નિપજાવી દીધી હોવાનું કબુલ્યું છે. પોલીસ તપાસમાં આરોપીઓ નક્સાવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોય તેવું સામે આવ્યું નથી, આરોપીઓના ઘરેથી 500 રુપિયા મળી આવ્યા છે હત્યા કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા હતા. 

વૃદ્ધ દંપતિ તેમની પૌત્રી સાથે રહેતા હતા

દિવાળીના બે દિવસ પહેલાં ઘટલોડિયામાં સિનિયર સિટિઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખસો ઘૂસી આવ્યા હતા, જેમણે લૂંટના ઇરાદે તેમના પર હુમલો કરી દીધો હતો. એમાં વૃદ્ધ દંપતીનાં મોત નીપજ્યાં હતાં

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ