બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 19 inches of rain in a single day in Rajasthan due to Biporjoy

તબાહી / ગુજરાતમાં તબાહી મચાવી 'બિપોરજોય' ફંટાયું રાજસ્થાન તરફ, એક જ દિવસમાં 19 ઇંચ વરસાદ ખાબકતા અહીં આભ ફાટ્યા જેવી સ્થિતિ

Kishor

Last Updated: 05:23 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે બિપોરજોયે ગુજરાતને ધમરોળીને રાજસ્થાનમાં આફત ઉતારી છે, જેના કારણે જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં છે.

  • રાજસ્થાનના આહોર તાલુકામાં આભ ફાટ્યું
  • એક દિવસમાં 19 ઇંચ વરસાદ
  • જવાહરલાલ નહેરુ હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયું

બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવીને પાકિસ્તાન થઈને રાજસ્થાન તરફ ફંટાયું હતું. હવે બિપોરજોયે ગુજરાતને ધમરોળીને રાજસ્થાનમાં આફત ઉતારી છે, જેના કારણે રાજસ્થાનમાં ભારે તબાહી મચી ગઈ છે. રાજસ્થાનના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં છે કેટલાક સ્થળે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. જાલોરના આહોર તાલુકામાં એક જ દિવસમાં 19 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જયારે માઉન્ટ આબુમાં ૧૪ ઈંચ, ચિત્તલવાના અને જસવંતપુરામાં 13-13 ઈંચ અને રાનીવાડામાં સાડા બાર ઈંચ વરસાદ વરસ્યો છે. વાવાઝોડું અથડાયા બાદ રાજસ્થાનમાં અત્યારે પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાંક સ્થળોએ અંડરપાસ અને હોસ્પિટલમાં પણ પાણી ભરાયાં છે. 

10 જિલ્લામાં પૂરથી 37,535 લોકો પ્રભાવિત
અજમેર શહેરની જવાહરલાલ નહેરુ હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયું છે. ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી રહી છે. બાડમેર જિલ્લામાં ચારે બાજુ પાણી જ પાણી છે. અનેક ઘરો ડૂબી ગયા છે. લોકો અટવાઈ ગયા છે. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વહીવટીતંત્ર સતત બચાવકાર્ય કરી રહ્યું છે. જોધપુર અને ઉદયપુરમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.વાવાઝોડાની અસર આસામ તેમજ અન્ય રાજ્યમાં જોવા મળી રહી છે. બીજી તરફ આસામમાં બ્રહ્મપુત્રએ તબાહી મચાવી છે. સતત વરસાદથી ત્રણ જિલ્લા પૂરમાં ડૂબ્યા છે અને 25 ગામો પૂરનાં પાણી હેઠળ છે. 10 જિલ્લામાં પૂરથી 37,535 લોકો પ્રભાવિત થયા છે. દિલ્હી, મધ્યપ્રદેશમાં વરસાદ બાદ લોકોને રાહત મળી છે, પરંતુ તેમ છતાં કેટલાંક રાજ્યમાં ગરમીનો પ્રકોપ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ છે. દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

આકરી ગરમીનો પ્રકોપ
આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે અને આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. કેટલાંક રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના પૂર્વાંચલમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત્ છે. બલિયામાં ગરમી સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં 57 મૃત્યુએ સમગ્ર જિલ્લાને હચમચાવી નાખ્યું છે. યુપી, બિહારમાં હીટવેવથી હાહાકાર મચી ગયો છે. બંને રાજ્યમાં 100 થી વધુ લોકોનાં મોત થયાં છે એટલું જ નહીં, બિહારના નવાદામાં હીટવેવ અને તીવ્ર ગરમીના કારણે ર૪થી વધુ લોકોનાં મોત થયાં છે, જેના પછી ર૪ જૂન સુધી તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. અહીં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. બિહારમાં આગામી બે દિવસ સુધી તીવ્ર ગરમીની ચેતવણી આપવામાં આવી છે. ત્યાર બાદ રાહત મળવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળમાં પણ કેટલાંક સ્થળોએ આગામી બે દિવસ સુધી હીટવેવની સંભાવના છે. પશ્ચિમ બર્દવાન, બીરભૂમ, મુર્શિદાબાદ, માલદાહ અને દો દિનાજપુરના કેટલાંક સ્થળોએ મહત્તમ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ મધ્યપ્રદેશ-આગામી બે દિવસ દરમિયાન રાજ્યના પૂર્વ વિસ્તારમાં ગરમીની લહેરનો અનુભવ થશે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ સુધી ગરમીનાં મોજાંની સ્થિતિમાંથી કોઈ રાહતની અપેક્ષા નથી, જ્યારે બલિયા જિલ્લામાં ગરમીના મોજાની સ્થિતિના કારણે માત્ર ચાર દિવસમાં 50 લોકો મૃત્યુ પામ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ