બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Weather expert Ambalal Patel made a big prediction regarding the rain in Gujarat

મેઘ મલ્હાર / અંબાલાલની આગાહી: વાવાઝોડું, લો પ્રેશર, વાદળછાયું વાતાવરણ..., જુઓ શું કહે છે વરસાદની આગાહી

Malay

Last Updated: 05:16 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા કહ્યું કે, 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળશે.

  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
  • ઓગસ્ટ મહિનાના અંતમાં સિસ્ટમ સક્રિય બનશે
  • સિસ્ટમ સક્રિય થતા બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે
  • લોપ્રેશન બનતા 27 ઓગસ્ટ બાદ વરસાદની શક્યતા

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.

હજુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછતઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદનો ઘણો વિરામ રહ્યો, જેના કારણે ખેડૂતો મૂંજવણમાં મુકાયા હતા. પરંતુ વચ્ચે કંઈક અંશે થોડો વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. પરંતુ હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછત છે. 

અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)

આ તારીખે કેટલાક વિસ્તારોમાં પડશે હળવો વરસાદ
વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું કે, કોઈ સિસ્ટમ સક્રિય ન હોય થતાં પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 22, 23 અને 24 ઓગસ્ટે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. 24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. 

'પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સિસ્ટમ સક્રિય થશે'
તેઓએ જણાવ્યું કે, 27 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં એક વરસાદી સિસ્ટમનો વરસાદ આવવાની શક્યતા રહેશે. કારણ કે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. સિસ્ટમ સક્રિય થતા બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે. લોપ્રેશન બનતા 27 ઓગસ્ટ બાદ વરસાદ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat
ફાઈલ ફોટો

સપ્ટેમબરમાં ભારે વરસાદ થવાની સંભાવના
આ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.  જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં વાવઝોડાની સંભાવના છે. વાવાઝોડાના પરિણામે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat
ફાઈલ ફોટો

હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી
આપને જણાવી દઈએ કે, આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં કચ્છ, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણનો સમાવેશ થાય છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 30થી 40ની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી સિમિત રહેશે. દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ