બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / we will lift the ban on liquor within 100 days: Shankarsinh Vaghela's announcement

વધુ એક વાયદો / ...તો 100 દિવસમાં જ દારૂબંધી હટાવીશું : ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની જાહેરાત

Kishor

Last Updated: 06:36 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીની સિઝન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સરકાર આવશે તો દારૂબંધી હટાવવાનો વાયદો આપ્યો છે.

  • શંકરસિંહ વાઘેલાએ આપ્યો વધુ એક વાયદો
  • સરકાર બનશે તો લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હટાવશે દારૂબંધી 
  • શંકરસિંહ વાઘેલાની જાહેરાતથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ 

રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઑ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ચૂંટણીના જામતા માહોલ વચ્ચે ગુજરાતની ચૂંટણી અગાઉ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ફરી એક્ટિવ થયા છે. જેમાં  તેમણે સૌથી મોટા વાયદા સમાન જો તેમના પક્ષની જીત થાય તો સરકાર બન્યા બાદ માત્ર100 દિવસની અંદર ગુજરાતમાંથી દારૂબંધીનો કાયદો હટાવી દેવાનો વાયદો આપ્યો છે. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.
 
અગાઉ  શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે દારૂબંધી હટાવવા કરાયો હતો નિર્ણય
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય બન્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના નવા પક્ષ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે. તેવામાં આજે શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં જીત મેળવી જો તેમની સરકાર બનશે તો ગુજરાતમાંથી 100 દિવસમાં દારુ બંધી હટાવી દેવમાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરતમાં અગાઉ શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે દારૂબાંધી હટાવવાના નિર્ણય કરાયો હતો પણ તે વેળાએ કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરી સહમત ન હોવાથી દારૂબંધી હટી ન હતી.


લઠ્ઠાકાંડ મુદ્દો બાદ દારૂબંધી મુદ્દે શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા હતા
 મહત્વનું છે કે તાજેતરમાં ગુજરાત કથિત લઠ્ઠાકાંડનો મુદ્દો સળગ્યો હતો આ વેળાએ દારૂબંધી કેમ એ મુદ્દે શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા હતા. શંકરસિંહ વાઘેલા અનેકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી ચૂક્યા છે, ત્યારે તેમણે કથિત લઠ્ઠાકાંડ મુદ્દે દારૂ બંધી પર સવાલ ઉઠાવ્યો હતો અને ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી રાખવાનો શું મતલબ. તેમ જણાવી ભ્રષ્ટ દારૂબંધી હટાવવાના પક્ષમાં  નિવેદન આપ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ