બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The pebbled lakefront teems with vacationing visitors

જોવાલાયક / અમદાવાદની આ જગ્યાએ અબાલવૃદ્ધ સૌ કોઈના મન મોહી લીધાં, મહારાષ્ટ્ર, MP અને રાજસ્થાનના પ્રવાસીઓ આવ્યા, આવક કરોડમાં

Dinesh

Last Updated: 10:44 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાંકરિયા લેકફ્રન્ટની ખુશબૂ તો રાજ્યના સીમાડાઓને ઓળંગી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવાં પરરાજ્યમાં પણ ફેલાઈ છે

  • વેકેશનમાં કાંકરિયા લેકફ્રન્ટ મુલાકાતીઓથી ઊભરાયો
  • રૂ.1.65 કરોડ જેટલી માતબર રકમની આવક થવા પામી હતી
  • તા.28 મેએ 35,940 મુલાકાતીઓથી તંત્રને રૂ. 3,25,885ની આવક થઈ હતી


અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કાંકરિયા લેકનો વિકાસ કરાયા બાદથી કાંકરિયા લેકફ્રન્ટે આબાલવૃદ્ધનાં મન મોહી લીધાં છે. કાંકરિયા લેકફ્રન્ટની ખુશબૂ તો રાજ્યના સીમાડાઓને ઓળંગી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવાં પરરાજ્યમાં પણ ફેલાઈ છે. શનિવાર-રવિવાર કે જાહેર રજાઓના દિવસોમાં કાંકરિયા લેકફ્રન્ટ હજારો અમદાવાદીઓ માટે આનંદ-પ્રમોદનું સ્થળ બને છે, જ્યારે તાજેતરમાં પૂરા થયેલા મે વેકેશનમાં કાંકરિયા લેકફ્રન્ટનું મુલાકાતીઓને એટલી હદે ઘેલું લાગ્યું હતું કે તંત્રને આશરે રૂ.1.65 કરોડ જેટલી માતબર રકમની આવક થવા પામી હતી.

કાંકરિયા લેકફ્રન્ટ પર ફરવા જશો તો હવે આ વિશેષ સુવિધા મળશે, PPP ધોરણે હિલચાલ  આરંભાઈ | If you go for a walk on the Kankaria lakefront you will now get  this special

લેકફ્રન્ટની સૌથી ઓછા 6492 મુલાકાતીઓએ મુલાકાત લીધી 
હવે મ્યુનિ. તંત્ર દ્વારા અપાયેલા એક રિપોર્ટની વિગતો સ્પષ્ટપણે દર્શાવે છે કે, કાંકરિયા લેકફ્રન્ટ ઉનાળાની રજાઓમાં મુલાકાતીઓની ભીડથી છલકાઈ ઊઠ્યો હતો. તા.1થી 31 મે સુધીના સમયગાળામાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કુલ 5,66,357 મુલાકાતીઓ નોંધાયા હતા, જેનાથી માત્ર એન્ટ્રી ફી પેટે તંત્રે રૂ.52,12,519ની આવક રળી હતી. ગત મે મહિનાના પહેલા રવિવારે એટલે કે તા. 7 મેએ કુલ 46,655 મુલાકાતીઓથી તંત્રને રૂ. 4,28,980ની આવક થઈ હતી તો બીજા રવિવારે એટલે કે તા. 14 મેએ 37,720 મુલાકાતીઓથી રૂ. 3,43,935, ત્રીજા રવિવારે એટલે કે તા. 21 મેએ 41,557 મુલાકાતીઓથી રૂ. 3,78,445 અને છેલ્લા રવિવારે એટલે કે તા.28 મેએ 35,940 મુલાકાતીઓથી તંત્રને રૂ. 3,25,885ની આવક થઈ હતી. તા.1 મેએ કાંકરિયા લેકફ્રન્ટની સૌથી ઓછા 6492 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી તેમ તંત્રનો સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે.

2.55 લાખથી વધુ મુલાકાતીઓ નોંધાયા
જ્યારે તા.1થી 31 મે સુધીમાં કિડ્સ સિટીમાં 6593 મુલાકાતીઓ નોંધાતાં તંત્રને વધુ રૂ.4,93,600ની આવક થઈ હતી. મે મહિનામાં ઝૂ, નોક્ટર્નલ ઝૂ, બાલવાટિકા અને બટરફ્લાયપાર્કથી મ્યુનિ. તિજોરીમાં રૂ.82.93 લાખથી વધુ ઠલવાયા હતા. આ તમામ સ્થળો પર કુલ 2.55 લાખથી વધુ મુલાકાતીઓ નોંધાયા હતા.

જૂનના પહેલા ચાર દિવસમાં 24 લાખથી વધુ કમાણી થઈ
તંત્રને જૂનના પહેલા ચાર દિવસમાં એટલે કે 1થી 4 તારીખ સુધીમાં જ એન્ટ્રી ફી, કિડ્સ સિટી, ઝૂ, નોક્ટર્નલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાયપાર્કના મુલાકાતીઓથી કુલ રૂ. ૨૪ લાખથી વધુ આવક થઈ હોવાની વિગત જાણવા મળી છે.

વેકેશનમાં ઝૂ, નોક્ટર્નલ ઝૂથી રૂ.97.93 લાખની આવક થઈ
મે મહિનામાં ઝૂ, નોક્ટર્નલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાયપાર્કથી કુલ રૂ.82,93,830ની આવક થતાં કુલ 2,55,938 મુલાકાતીઓ નોંધાયા હતા, જોકે જૂનના પહેલા ચાર દિવસમાં વધુ રૂ.15 લાખની આવક થતાં મે વેકેશનમાં આશરે રૂ.97.93 લાખ આવક પેટે મળ્યા હતા.

4 જૂનના રવિવારે 47,734 મુલાકાતી નોંધાયા
ગત તા.4 જૂન ને રવિવારે મે વેકેશનનો છેલ્લો દિવસ હોઈ કાંકરિયા લેકફ્રન્ટમાં સૌથી વધુ 47,734 મુલાકાતીઓ ઊમટી પડ્યા હતા, જેના કારણે તંત્રને રૂ.4,41,880ની એક જ દિવસે વિક્રમી આવક થવા પામી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ