બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The highest number of cases of the new variant of Corona in Gujarat

BIG BREAKING / કોરોનાના નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં: 36 લોકો આવ્યા JN.1ની ઝપેટમાં, હવે સાવચેતી જરૂરી

Vishal Khamar

Last Updated: 02:53 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનાં નવા વેરિએન્ટનાં લઈ સૌથી વધુ કેસો ગુજરાતમાં નોંધાયા છે. કોવિડનો નવો વેરિએન્ટ JN.1 સામે આવ્યો છે. નવા વેરિએન્ટનાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડાદોડ થઈ જવા પામી હતી.

  • કોરોનાના નવા વેરિએન્ટનાં સૌથી વધુ કેસ ગુજરાતમાં
  • નવા વેરિએન્ટ JN.1  ના ગુજરાતમાં 36 કેસ નોંધાયા
  • કર્ણાટકમાં 24, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9 કેસ નોંધાયા

 કોરોનાનો ગુજરાતમાં ધીમીગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોવિડનાં નવા વેરિએન્ટ JN.1   સામે આવ્યો છે.  ગુજરાતમાં નવા વેરિએન્ટનાં એક સાથે 36 કેસ નોંધતા આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ગુજરાત બાદ નવા વેરિએન્ટનાં સૌથી વધુ કેસ 24 કર્ણાટકમાં નોંધાવા પામ્યા હતા. જ્યારે ગોવામાં 14 અને મહારાષ્ટ્રમાં 9 કેસ નવા વેરિએન્ટનાં નોંધાયા છે.  

કોવિડનાં કેસમાં વધારો થતા લોકોમાં ચિંતાનું મોજુ
દેશમાં તા. 26 ડિસેમ્બર સુધી કોરોનાનાં નવા વાયરસ JN.1  ના કુલ 109 કેસ નોંધાયા છે. ત્યારે કોવિડનાં કેસમાં અચાનક વધારો થતા લોકોમાં હવે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે 8 રાજ્યોમાં કુલ 109 કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતમાં 36 કેસ સામે આવ્યા છે.

નવા વેરિએન્ટને લઈ સાવચેતી રાખવીઃ ર્ડા.સૌમ્યા સ્વામીનાથન (ભૂતપૂર્વ ડિરેક્ટર,ICMR)
 ત્યારે તાજેતરમાં જ કેરળમાં નવા વેરિએન્ટનાં કારણે બે લોકોનાં મોત થયા હતા. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શકા જાહેર કરવામાં આવી હતી.  છેલ્લા 24 કલાકમાં દેશમાં 529 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 4093 પહોંચી છે. કોરોનાનાં નવા વેરિએન્ટ JN.1  ને લઈ  ICMR નાં ભૂતપૂર્વ ડિરેક્ટર ર્ડા. સૌમ્યા સ્વામીનાથને નવા વેરિએન્ટને લઈને સાવચેતી રાખવા જણાવ્યું હતું. 

ગત રોજ કોરોનાથી વૃદ્ધાનું મોત નિપજ્યું હતું
અમદાવાદ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. જેમાં 82 વર્ષીય વૃદ્ધાનું મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ટીબીની દર્દી વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. 

મંગળવારે વધુ બે કેસ પ્રકાશમાં આવ્યા
મંગળવારે વધુ બે નવા કેસ નોધાયા હતા. જેમાં 1 પુરૂષ અને 1 મહિલા દર્દી નોંધાયા છે.  સરખેજ અને રાણીપમાં નવા કેસ સામે આવ્યા છે.  જેમાં 1 વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપોરની સામે આવી છે. હાલ 34 લોકોને હોમઆઈસોલેશન કર્યા છે. જ્યારે 1 હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શહેરમાં કોરોનાનાં 35 એક્ટિવ કેસ છે. જેમાંથી 2 લોકોને રજા આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ