બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The government presented a 13-point action plan to curb the cruelty of stray cattle

અમદાવાદ / રખડતા ઢોરના ત્રાસને ડામવા સરકારે રજૂ કર્યો 13 મુદ્દાનો એક્શન પ્લાન, PASA હેઠળ ગુનાની પણ જોગાવાઈ, જુઓ લિસ્ટ

Vishal Khamar

Last Updated: 05:26 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા પશુ નિયંત્રણ નીતિની ચુસ્ત અમલવારી માટે હાઈકોર્ટ સમક્ષ એક્શન પ્લાન રજૂ કર્યો હતો. જેમાં રખડતા પશુ પકડવાની કામગીરી દરરોજ ચાલુ રહેંશે. અને જો કોઈ વ્યક્તિ પશુને રખડતા મુકશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

  • રખડતા પશુના ત્રાસને ડામવા રાજ્ય સરકારે રજૂ કર્યો એક્શન પ્લાન 
  • શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ રજૂ કર્યુ કોર્ટમાં સોગંદનામુ 
  • જાહેર માર્ગો ઉપર ઘાસ-ચારો વેચવા પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ-સરકાર 

રાજ્યમાં રખડતા પશુઓને લઈ ઘણા નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા તેમજ  ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ એકાએક સરકાર દ્વારા ઢોર નિયંત્રણ પોલીસી અમલમાં મુકી હતી. જેને લઈ મહાનગર પાલિકા તેમજ નગર પાલિકા એક્શન મોડમાં આવી રખડતા ઢોર પકડવાની તજવીજ હાથ ધરી છે.  રખડતા પશુના ત્રાસને ડામવા રાજ્ય સરાકેર હાઈકોર્ટ સમક્ષ પોતાનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. તેમજ પશુ નિયંત્રણ નીતિની ચુસ્ત અમલવારીની સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ખાતરી આપી હતી. 
 

અત્યાર સુધીમાં 1.40 લાખથી વધુ રખડતા પશુને પકડવામાં આવ્યા-સરકાર
શહેરી વિકાસ વિભાગનાં પ્રિન્સિપાલ સેક્રેટરીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અશ્વિની સુમારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા એએમસીને નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ. તેમજ રખડતા પશુને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મૂકવા નિર્દેશ.  પશુને લાવવા-લઈ જવા પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવા નિર્દેશ. અને કોર્પોરેશનનાં 2 અધિકારીઓની રખડતા પશુ મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે. અત્યાર સુધીમાં 1.40 લાખથી વધુ રખડતા પશુને પકડવામાં આવ્યા છે. 

  તમામ નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા ઉભા કરવામાં આવશેઃ સરકાર
રાજ્યમાં રખડતા ઢોરને લઈ સરકાર દ્વારા એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં  (1) રખડતા પશુ પકડવાની કામગીરી દરરોજ ચાલુ રહેશે.  (2) તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લગાવાશે. (3)  તમામ નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા ઉભા કરવામાં આવશે. (4) ઢોરવાડાઓને સફાઈ અને હાઈજીન પ્રત્યે પૂરતી તકેદારી અપાશે.  (5) ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુને કોઈપણ બીમારી અથવા રોગ ન થાય તેની તકેદારી રખાશે.  (6) જે પશુ માલિકો પાસે પોતાના પશુને સાચવવા પૂરતી સુવિધા નહી  હોય તો સ્થાનિક કોર્પોરેશન કે નગર પાલિકા વિનામૂલ્યે આવા પશુનું નિર્વહણ કરશે. 

  મહાનગરપાલિકાઓના હેલ્પલાઇન નંબર પણ કરાયા જાહેરઃ સરકાર
(7) નગર પાલિકાઓમાં રખડતા પશુના ત્રાસને ડામવા માટે ચાલુ વર્ષે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.  (8) વર્ષ 2023-24 માટે 30 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.  (9)  મહાનગર પાલિકા દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયા છે.  (10) પશુઓને રખડતા મુકનારની સામે ભારતીય દંડ સહિતની જુદી-જુદી કલમો અંતર્ગત કામગીરી કરશે. (11) ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188, 189 હેઠળ ગુનો નોંધાશે.  (12) વારંવાર પશુને રખડતા મૂકનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાશે.  (13) રખડતા પશુને પકડવાની કામગીરી કરનાર CNCD  વિભાગને પૂરતું પોલીસ રક્ષણ આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ