બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / That's the limit man! 'Why are you late in delivering the parcel?' Two brothers broke up with a stick on the delivery boy, then it was like watching

અમદાવાદ / હદ છે યાર.! ‘તું પાર્સલ આપવામાં મોડું કેમ કરે છે?’ કહી ડિલિવરી બોય પર ડંડો લઈ બે ભાઈઓ તૂટી પડ્યા, પછી જોવા જેવુ થયું

Vishal Khamar

Last Updated: 07:09 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘તું ડિલિવરી બોય છે તો તું પાર્સલ આપવામાં મોડું કેમ કરે છે?’ તેમ કહી બે ભાઇઓએ યુવકને જાહેરમાં ડંડાથી ફટકારતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ગ્રાહકનું ફૂટ મસાજ પેઈન રિલીવનું પાર્સલ ‌ડિલિવર કરીને યુવક નીકળ્યો હતો, જ્યાં તેના પર હુમલો થયો છે.

  • તું પાર્સલ આપવામાં મોડું કેમ કરે છે?’ કહી બે ભાઈઓ તૂટી પડ્યા
  • દાણીલીમડામાં ડ‌િલવરી બોયને જાહેરમાં ડંડા વડે ફટકારતાં પોલીસ ફરિયાદ
  • હુમલાથી ‌ડિલિવરી બોયના ખભામાં ફ્રેક્ચર થયું

 દાણીલીમડા વિસ્તારમાં આવેલા ફાતિમા કોમ્પ્લેક્સમાં રહેતા મુદ્દસર સાબીરભાઇ શેખે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સદામ અને શોએબ નામના બે ભાઇ વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ કરી છે. મુદ્દસર ડેલ્હીવરી નામની કુરિયર કંપનીમાં નોકરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. મુદ્દસરનું કામ કુરિયર બોય તરીકેનું છે, જે તે પ્રામા‌િણક રીતે કરી રહ્યો છે. મુદ્દસર દાણીલીમડામાં રહેતો હોવાથી કંપનીનાં બેરલ માર્કેટ, દાણીલીમડા, ફેસલનગર વિસ્તારનાં કુરિયર પહોંચાડવાનું કામ તેનું છે. ગઇ કાલે મુદ્દસર નોકરી પર હાજર હતો ત્યારે તે દાણીલીમડાના ફાતિમા કોમ્પ્લેક્સની આસપાસમાં પાર્સલની ‌ડિલવરી કરતો હતો. 
ગ્રાહકની વાત સાંભળતાં મુદ્દસરે સભ્યતાથી વાત કરવાનું કહ્યું
મુદ્દસર પાસે સાજિદ મનસૂરી (રહે, મનસૂરી ફ્લેટ, દાણીલીમડા) નામના ગ્રાહકનું પાર્સલ હતું. જે તેને સમયસર પહોંચાડવાનું હતું. સાજિદ મનસૂરીનું ફૂટ મસાજ પેઈન રિલીવનું પાર્સલ હતું, પરંતુ મુદ્દસરે તેનું સરનામું જોયું નહી હોવાથી તેણે પાર્સલ પર લખેલા મોબાઇલ પર ફોન કર્યો હતો. મુદ્દસરે ફોન કરતાં ગ્રાહકે તેને ઊંચા અવાજે જણાવ્યું હતું કે હજુ સુધી કેમ પાર્સલ આપવા આવ્યો નથી, તું જલદી આવી જા. ગ્રાહકની વાત સાંભળતાં મુદ્દસરે સભ્યતાથી વાત કરવાનું કહ્યુ હતું, જેથી તેણે ફોન કાપી નાખ્યો હતો. મુદ્દસરે સરનામું શોધી કાઢ્યું હતું અને સાજિદ મલેકને પાર્સલ આપીને નીકળી ગયો હતો. 
ગ્રાહકે ડિલિવરી બોયને અપશબ્દો બોલી માર માર્યો હતો
દરમિયાનમાં જાહેર રોડ પર એક શખ્સે મુદ્દસરને ઊભો રાખ્યો હતો અને ગાળો બોલીને કહેવા લાગ્યો હતો કે તું ‌ડિલિવરી બોય છે તો તું કેમ પાર્સલ આપવામાં મોડું કરે છે. મુદ્દસરે શખ્સને ગાળો બોલવાની ના પાડતાં તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને લાફો મારી દીધો હતો. મુદ્દસરને બીજો લાફો મારવા જતાં તેણે શખ્સનો હાથ પકડી લીધો હતો. દરમિયાનમાં સદ્દામ નામનો યુવક ડંડો લઇને દોડી આવ્યો હતો. સદ્દામે મુદ્દસર પર ડંડા વડે હુમલો કરી દેતાં તે જમીન પર પડી ગયો હતો. મુદ્દસરે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યારે હુમલો કરનાર બંને શખ્સો નાસી ગયા હતા. 
ઇજાગ્રસ્ત મુદ્દસરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ખભાના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ દાણીલીમડા પોલીસને થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મુદ્દસરને જાણવા મળ્યું કે સદ્દામ સાથે હુમલો કરનાર બીજો શખ્સ તેનો ભાઇ શોએબ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ