બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / NRI News / Study in USA can be costly to student as Newark city council proposed student tax

NRI ન્યૂઝ / હવેથી અમેરિકાની આ યુનિવર્સિટીમાં ભણવા જવું મોંઘુ પડી શકે છે, સ્થાનિક ગવર્મેન્ટે કર્યો મોટો ફેરફાર

Dinesh

Last Updated: 10:05 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અમેરિકા પણ ભણવા જતા હોય છે. પણ અમેરિકાની એક સ્થાનિક ગર્વમેન્ટના નિર્ણયે વિદેશથી અમેરિકા ભણવા આવતા વિદ્યાર્થીઓમાં ચિંતા પ્રસરાવી છે.

અમેરિકામાં સ્થાયી થવું એ ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે. કોઈ પણ દેશમાં સ્થાયી થવા કે કમાવા જવા માટેનો સૌથી સહેલો અને પહેલો રસ્તો ત્યાંના સ્ટુડન્ટ વિઝ લેવાનો હોય છે. એટલે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અમેરિકા પણ ભણવા જતા હોય છે. ફર્સ્ટ વર્લ્ડ કંટ્રી હોવાને લીધે અને પોતાના વિકાસને લીધે અમેરિકા ભારતીયોમાં લોકપ્રિય છે. પરંતુ તાજેતરમાં જ અમેરિકાની એક સ્થાનિક ગર્વમેન્ટના નિર્ણયે વિદેશથી અમેરિકા ભણવા આવતા વિદ્યાર્થીઓમાં ચિંતા પ્રસરાવી છે. 

લાંબા સમયથી વર્કિંગ વિઝા માટે રાહ જોઈ રહેલા ભારતીયો માટે ગુડ ન્યૂઝ,  અમેરિકાએ 1 લાખ એપોઇન્ટમેન્ટ સ્વીકારી | Good news for Indians who have been  waiting for working ...

સ્ટુડન્ટ ટેક્સ લેવાની મૂકાઈ પ્રપોઝલ
અમેરિકાની નેવાર્ક સિટી કાઉન્સિલે યુનિવર્સિટી ઓફ ડેલવેર પર પ્રતિ સ્ટુડન્ટ અને પ્રતિ સેમેન્સટર 50 ડૉલરનો ટેક્સ વસુલવાની જાહેરાત કરી છે. નેવાર્ક સિટી કાઉન્સિલનું માનવું છે કે આ નિર્ણયને કારણે 2024 સુધીનો નેવાર્કનો 8 મિલિયન ડૉલરનો ટાર્ગેટ છે, તેમાં જે ફંડ ખૂટી રહ્યું છે, તે ભેગું કરવામાં મદદ મળશે.

યુનિવર્સિટી ટેક્સનો કરી રહી છે વિરોધ
તો બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ મુજબ યુનિવર્સિટી ઓફ ડેલવેરના પ્રેસિડેન્ટ ડેનિસ અસનીઝનું કહેવું છએ કે યુનિવર્સિટી પહેલા જ ફાઈનાન્શિયલ ક્રાઈસિસમાંથી પસાર થઈ રહી છે, કારણ કે યુનિવર્સિટીના કર્મચારીઓના આરોગ્યને લગતા ખર્ચા વધી રહ્યા છે. જેને કારણે યુનિવર્સિટીમાં નવી ભરતી પણ અટકાવી દેવાઈ છે. હાલ યુનિવર્સિટી પોતાના ખર્ચ નિયંત્રિત કરવા પર ધ્યાન આપી રહી છે, ત્યારે ટેક્સનો નિર્ણય અયોગ્ય છે. તો આ મામલે લોકલ ઓફિશિયલ્સનું કહેવું છે કે યુનિવર્સિટીને પ્રોપર્ટી ટેક્સમાંથી થૂટ મળેલી જ છે, ત્યારે શહેરને સંભાળવાના ખર્ચમાં યુનિવર્સિટીએ કોઈ રીતે તો કોન્ટ્રિબ્યુટ કરવું જ જોઈએ.

વધી શકે છે વિદ્યાર્થીઓનો ખર્ચ
નેવાર્ક સિટી કાઉન્સિલે નાખેલા આ ટેક્સનો વિરોધ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીનું મેનેજમેન્ટ પણ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે યુનિવર્સિટી પણ શહેરના વિકાસમાં યોગદાન આપી જ રહી છે. પરંતુ આ વધારાનો ટેક્સ વિદ્યાર્થીઓનો ખર્ચ વધારી દેશે. 

જો કે, હજી નિર્ણય પાકો નથી થયો
જો નેવાર્ક સિટી કાઉન્સિલનો આ ટેક્સનો નિર્ણય અમલમાં આવ્યો તે તે વાર્ષિક 2 મિલિયનથી 2.4 મિલિયન ડૉલર રેવન્યુ જનરેટ કરી શકે છે. પરંતુ આ પ્રપોઝલ પહેલા ડેલવેરની સામાન્ય સભામાં પા થવું જરૂરી છે, ત્યાર બાદ ગવર્નર પણ તેને મંજૂરી આપે તે જરૂરી છે.   આટલું થયા બાદ જ તંત્ર યુનિવર્સિટી પાસેથી ટેક્સ વસુલી શક્શે.

નેવાર્કમાં કોસ્ટ ઓફ લિવિંગ પણ વધ્યું
એક તરફ યુનિવર્સિટીનું કહેવું છે કે વિદ્યાર્થીઓનો ભણવાનો ખર્ચ વધી શકે છે, ત્યારે સિટી કાઉન્સિલના સભ્યોનું કહેવું છે કે આ ટેક્સનું ભારણ વિદ્યાર્થીઓ પર નાખવો કે નહીં, તેનો નિર્ણય યુનિવર્સિટીએ કરવાનો છે. ટેક્સ માટેનું ફંડ ક્યાંથી આવશે, તે સવાલ તો હજી ઉભો જ છે. એક શક્યતા છે કે વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસુલવામાં આવે અથવા તો યુનિવર્ટીના ખર્ચ બંધ કરી દેવામાં આવે. નેવાર્કમાં કોસ્ટ ઓફ લિવિંગ વધવા પાછળનું કારણ શ્રમજીવીની તંગી પડવી, પોલીસ અધિકારીઓના પગારમાં વધારો થવાનું છે. જને પહોંચી વળવા નેવાર્ક સિટી કાઉન્સિલે પણ ફંડ ભેગું કરવું જ રહ્યું.

વાંચવા જેવું: હવે વિદેશમાં રહેવાનું સપનું અવશ્ય પૂર્ણ થશે! કારણ આ 5 દેશ, જે ભારતીયોને સરળતાથી આપે છે નાગરિકતા

અહીં પણ થઈ રહ્યો છે ભાવવધારો
આ વધેલા ખર્ચને પહોંચી વળવા માટે નેવાર્ક સિટી કાઉન્સિલે જીવન જરૂરી સેવાઓના ભાવ વધાર્યા છે, પાર્કિંગ કોસ્ટ ઓલમોસ્ટ ડબલ કરી દીધી છે, સાથે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેઈન્ટેન્સની કોસ્ટ ઘટાડવા પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે.   નેવાર્ક સિટી કાઉન્સિલની મુખ્ય આવક પ્રોપર્ટી ટેક્સ છે, 2020 બાદ તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 2024ના વર્ષમાંપ્રોપ્રટી ટેક્સમાં 7.5 ટકાનો વધારો કરાયો છે. જો કે નેવાર્કની 42 ટકા પ્રોપર્ટી એવી છે, જેમણએ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો નથી હોતો, જેમાંથી 35 ટકા પ્રોપર્ટી યુનિવર્સિટી ઓફ ડેલવેર કેમ્પસમાં છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ