બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Student leader Yuvraj Singh made shocking revelations regarding malpractices in the examination

ખુલાસા / વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો ઘટસ્ફોટ, સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિની નવી મોડસ ઓપરેન્ડીનો કર્યો ભાંડાફોડ, સિસ્ટમમાં જ ઉઘઈ

Malay

Last Updated: 03:57 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ચોંકાવનારા ખુલાસા કર્યા, તેમણે કહ્યું નકલી માર્કશીટ, નકલી દસ્તાવેજો આપીને નકલી ઉમેદવારોને બેસાડી પરીક્ષાઓ પાસ કરાવી દેવામાં આવે છે.

  • સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજનો મોટો દાવો
  • સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ માટે નવી મોડસ ઓપરેન્ડી આવી સામે
  • સિસ્ટમમાં રહેલા લોકો ગેરરીતિ કરી સિસ્ટમનો બન્યા છે ભાગઃ યુવરાજસિંહ
  • ભાવનગરની મુલાકાત દરમિયાન ગેરરીતિ આવી સામેઃ યુવરાજસિંહ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પર્ધાત્મક પરીક્ષા અને બોર્ડ, યુનિવર્સિટીની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને લઈને મોટા ધડાકાઓ કર્યા છે. યુવરાજ સિંહે પરીક્ષાઓમાં ડમી પરીક્ષાર્થી દ્વારા ચાલતા કૌભાંડનો ખુલાસો કર્યો છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આ પ્રકારના રેકેટમાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ જ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે. અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ બનાવીને નોકરી મેળવવા લાગ્યા છે. 

યુવરાજસિંહ જાડેજા (વિદ્યાર્થી નેતા)

નવી ઓપરેન્ડી છે ડમી ઉમેદવારઃ યુવરાજસિંહ
યુવરાજસિંહે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કોઈ ઉમેદવાર નકલી PSI બની પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોચી જાય છે. કોઈ અધિકારી મુખ્યમંત્રીનું વિમાન લઈને જતો રહે છે. કોઈ ઠગ નકલી PMO ઓફિસર બનીને Z સિક્યોરિટી સાથે રોલા પાડે છે. આજે મારે આના કરતા પણ વિશેષ કૌભાંડ વિશે વાત કરવી છે.  વર્તમાન સયમમાં સ્પર્ધાત્મક પરીક્ષા / બોર્ડ પરીક્ષા હોય કે અન્ય કોઈપણ પરીક્ષા ગેરરીતિની અલગ અલગ રીત સામે આવે છે. આ વખતે મોડસ નવી ઓપરેન્ડી છે "ડમી ઉમેદવાર". એટલે કે પરીક્ષા આપનાર પણ બીજા અને નોકરી લેનાર પણ બીજા. આવા ઉદાહરણો અમારી પાસે ઘણા છે. 

2 અઠવાડિયાથી અમે હતા ભાવનગર જિલ્લાની મુલાકાતેઃ વિદ્યાર્થી નેતા
અમે છેલ્લા 2 અઠવાડિયાથી ભાવનગર જિલ્લાની મુલાકાતે હતા. આ દરમિયાન જે પણ ગેરરીતિઓ, કૌભાંડો, નવી મોડસ ઓપરેન્ડીઓ સામે આવી તે લોકોને જણાવવી છે, સાથે સાથે આવનારી જે ભરતી છે, તેમાં તકેદારી ભાગરૂપે ભરતી બોર્ડ ધ્યાન રાખે એવી અમારી નમ્ર વિનંતી છે. 

નકલી માર્કશીટ, દસ્તાવેજો બનાવી પરીક્ષા કરાવી દેવાય છે પાસઃ યુવરાજસિંહ
તેમણે જણાવ્યું કે, ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, દેવગણા અને અગિયાળીના હોશિયાર વિદ્યાર્થીઓને ડમી વિદ્યાર્થીઓ તરીકે જે-તે પરીક્ષામાં બેસાડવાનું મોટું કાવતરું ચાલી રહ્યું છે. અમુક ચોક્કસ  વિસ્તાર અને અમુક ચોક્કસ સમાજ આની સાથે સીધા સંકળાયેલા છે. નકલી માર્કશીટ, નકલી દસ્તાવેજો આપીને નકલી ઉમેદવારોને બેસાડી પરીક્ષાઓ પાસ કરાવી દેવામાં આવે છે. નકલી માર્કશીટો અમારા ધ્યાનમાં આવી છે જેમાં 90 ટકાથી વધારે બતાવી ટપાલી જેવી પોસ્ટમાં સીધા જ લગાડી દેવાના કાંડ ચાલી રહ્યા છે. 

'લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા'
યુવરાજ સિંહે જણાવ્યું કે, આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ વગેરેમાં નોકરી કરી રહ્યા છે. જે લોકો આમાં સંકળાયેલા છે તેઓ ખૂબ સાવચેતીપૂર્વક આ પ્રકારના કૌભાંડો આચરી રહ્યા છે. આજે અમે આધાર પુરાવા સાથે અમુક સચોટ અને સાચા દાખલા પણ આપી રહ્યા છીએ. કોઈને કોઈ ગેરરીતિ આચરી બોર્ડ પરીક્ષાથી લઇ સ્પર્ધાત્મક પરીક્ષા સુધી ઉમેદવારો પાસ પણ થઈ જાય છે, નોકરી પણ મેળવી લે છે. પણ હવે તો હદ એ છે કે પરીક્ષા આપનાર ઉમેદવાર પણ નકલી. હવે પરીક્ષાનું પેપર ફોડવાની ઝંઝટ પૂરી કેમ કે આ લોકો તો ઉમેદવાર જ ડમી બેસાડે છે અને માર્કશીટ પણ નકલી મેળવી શકે છે.

યુવરાજસિંહ જાડેજા (વિદ્યાર્થી નેતા)

ડમી ઉમેદવારની યાદી:
-   ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22)
-   કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22)
-   અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ 
(ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
-   જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)

તેઓએ જણાવ્યું કે, અમારી એવી માંગણી છે કે ઉપર આપેલ તમામ વિદ્યાર્થીઓને ક્રોસ ચેક કરવામાં આવે અને એની સાથે સાથે તેમના એજન્ટોને પકડવામાં આવે અને તેની સાથે ખાસ કરીને 2016 પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ક્રોસ ચેક કરવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ