બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Skymet's forecast changes, good signal for Saurashtra

આગાહી / ગુજરાતમાં બે દિવસ આ જિલ્લાઓમાં વરસાદ, પછી ચોમાસું લેશે વિદાય..' સ્કાયમેટની વળતી આગાહી, સૌરાષ્ટ્ર માટે માઠા સંકેત

Vishal Khamar

Last Updated: 08:33 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં હજુ 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • ગુજરાતના કેટલાક વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી
  • આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્કાયમેટની આગાહી
  • દક્ષિણ ગુજરાતનાં અમુક ભાગોમાં વરસાદની શક્યતા

ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં સુરત, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે.  જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમજ 2 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનાં વિદાયની સંભાવનાં છે.

ભારે ઉકળાટ બાદ વરસાદ થતા લોકોને ગરમીથી રાહત
ડાંગ જીલ્લાનાં વધઈમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન સાથે આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે
તા. ૧ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. તા. ૨ ઓક્ટોબર - ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે. 

ભારે વરસાદ વરસ્યો કે ઘણા વિસ્તારમાં નદી-નાળાં છલકાઈ ઊઠ્યાં
ગુજરાતમાં સપ્ટેમ્બર ભારે ધમાકેદાર રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં તો એવો ભારે વરસાદ વરસ્યો કે ઘણા વિસ્તારમાં નદી-નાળાં છલકાઈ ઊઠ્યાં હતાં અને ક્યાંક ક્યાંક પૂર પણ આવ્યું હતું. જોકે હવે ગુજરાતમાં વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોઈ રાજ્યના અમુક ભાગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

૧૨થી ૨૦ ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
અરબી સમુદ્રમાં થઈ રહેલા હવામાનના ફેરફારના કારણે તા. ૧૨થી ૨૦ ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. રાજ્યમાં ૧૨ થી ૨૦ ઓક્ટોબરની વચ્ચે પણ આવો માહોલ સર્જાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ