બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma told Jai Shah Kohli must be wanted at any cost is a big claim of the cricketer

ક્રિકેટ / 'રોહિત શર્માએ જય શાહને કહ્યું, કોઈ પણ ભોગે કોહલી જોઈએ જ' ક્રિકેટરનો મોટો દાવો

Ajit Jadeja

Last Updated: 03:02 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં વિકેટ ધીમી હશે ત્યાં વિરાટની બેટિંગ સ્ટાઈલથી ભારતને ફાયદો નહીં થાય. પૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદે તેનાથી વિપરીત મોટો દાવો કર્યો છે.

Cricket News: આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024માંથી વિરાટ કોહલીનું પત્તુ કપાઇ શકે છે. તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યુ હતું. તેની પાછળ કારણ અપાયુ હતું કે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં વિકેટ ધીમી હશે અને ત્યાં વિરાટની બેટિંગ સ્ટાઈલથી ભારતને ફાયદો નહીં થાય. જો કે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદે તેનાથી વિપરીત મોટો દાવો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ ટીમમાં વિરાટ કોહલીને ઈચ્છે છે. તેણે જય શાહને પણ આ માટે વાત કરી છે.

 

અગરકર કોઇને મનાવી શક્યા નહી

કીર્તિ આઝાદે કહ્યું કે અજીત અગરકરને અન્ય પસંદગીકારો સાથે વાત કરવા અને સમજાવવા માટે 15 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો કે વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપમાં સ્થાન નહીં મળે. જો કે અગરકર કોઇને મનાવી શકયા ન હતા. જેથી હવે વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ રમશે અને તેની સત્તાવાર જાહેરાત ટીમ સિલેક્શન પહેલા કરવામાં આવશે. કીર્તિ આઝાદે લખ્યું, "કેમ જય શાહ, તે પસંદગીકાર નથી, તેણે અજીત અગરકરને જવાબદારી સોંપવી જોઈએ કે તે અન્ય પસંદગીકારો સાથે વાત કરે અને તેમને સમજાવે કે વિરાટ કોહલીને T20 ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. આ માટે 15 માર્ચ સુધી સમય આપવામાં આવ્યો હતો." તેણે આગળ લખ્યું, "જો સૂત્રોનું માનીએ તો અજીત અગરકર બીજા પસંદગીકારોને મનાવી શક્યા નથી.  રોહિતે શર્માએ પણ જય શાહને કહ્યું કે અમને કોઈપણ કિંમતે વિરાટ કોહલી જોઈએ છે. વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ રમશે. અને તેની સત્તાવાર જાહેરાત ટીમની પસંદગી પહેલા કરવામાં આવશે. મુર્ખાઓએ પસંદગી પ્રક્રિયામાં પોતાને સામેલ ન કરવા જોઈએ."

વધુ વાંચોઃ લોકસભામાં પાટીદાર સમાજ કોની સાથે રહેશે? ઉમિયા ધામના પ્રમુખ આર.પી.પટેલે કર્યો ખુલાસો

કોહલીને વેસ્ટ ઈન્ડિઝની ધીમી વિકેટો અનુકુળ નહી આવી શકે

BCCI સેક્રેટરી જય શાહે તાજેતરમાં T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માની કેપ્ટન તરીકે નિમણૂકની પુષ્ટિ કરી હતી. જો કે, જ્યારે તેને વિરાટ કોહલીના T20 ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે મૌન રહ્યા હતા. અગરકરે કોહલીને T20 ક્રિકેટ પ્રત્યેનો તેમનો અભિગમ બદલવા કહ્યું હતું, જેને કોહલીએ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો ન હતો. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે કોહલીને વેસ્ટ ઈન્ડિઝની ધીમી વિકેટો અનુકુળ નહી આવી શકે. તેથી અજીત અગરકર અનુભવી ખેલાડીને યુવા ખેલાડીઓને તક આપવા સમજાવશે.  BCCIનું માનવું છે કે T20માં કોહલીની સરખામણીમાં સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રિંકુ સિંહ અને શિવમ દુબે જેવા યુવા ખેલાડીઓ સારુ પર્ફોમસ કરી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ