બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ramadan Eid and Parashuram Jayanti on the same day

નિર્દેશ / રમઝાન ઈદ અને પરશુરામ જયંતી એક જ દિવસે: સરકારે કહ્યું પોલીસ ફોર્સ સ્ટેન્ડ બાય, સોશ્યલ મીડિયા પર છે નજર

Vishal Khamar

Last Updated: 05:37 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે પરશુરામ જયંતિ અને રમઝાન ઈદમાં તકેદારી રાખવાનાં હેતુથી હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. ત્યારે અરજદારે કરેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં તમામ તૈયારીઓની ખાત્રી આપી છે.

  • કોમી સૌહાર્દ જળવાઈ તે માટે HCમાં જાહેરહિતની અરજી
  • રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપી ખાતરી
  • ગૃહ વિભાગ અને DGPને જરૂરી પગલાં લેવા હાઈકોર્ટના નિર્દેશ

કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. ત્યારે આવતીકાલેત રમઝાન ઈદ અને પરશુરામ જયંતિમાં કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.  ત્યારે હાઈકોર્ટમાં અરજદારે કરેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ખાત્રી આપી છે કે આવતીકાલની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ સંવેદનશીલ વિસ્તારની ઓળખ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અને એસઆરપી ની ટુકડીઓ તૈનાત કરવામાં  આવશે. તેમજ વધારાની પોલીસ ફોર્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેમજ વધારાની ફોર્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અને સોશિયલ મીડિયામાં નજર રાખવા સાયબર પોલીસને જાણ કરાઈ છે. તેમજ ગૃહ વિભાગ અને DGP  ને જરૂરી પગલા લેવા હાઈકોર્ટ દ્વારા નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પરશુરામ જયંતિ અને રમઝાન ઈદમાં તકેદારી રાખવા નિર્દેશ કરાયો છે. 

અહેઝાજ ખાન (અરજદાર)

હાઈકોર્ટ દ્વારા અમારી તમામ માંગણીઓ સંતોષવામાં આવી છેઃ અરજદાર
ત્યારે આ બાબતે અરજદારનાં વકીલ અહેઝાજ ખાને જણાવ્યું હતું કે,  અમારા એડવોકેટ કોસ્ટી દ્વારા એક પીઆઈએલ જાહેર હિતની અરજી મારા નામથી  હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી. એમાં અમારી માંગણી એ હતી કે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે ગુજરાતમાં માહોલ બગડી રહ્યો છે. ત્યારે ગુજરાતનાં લોકો શાંતિપૂર્ણ રીતે તેઓનું જીવન જીવી શકે તે માટે જ હાઈકોર્ટ નિર્દેશ કરે. તે અનુસંધાનમાં ટૂંક જ સમયમાં હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો. અને આજે એફીડેવિટ સરકારે તેમજ ડીજીપી ઓફિસ દ્વારા રજૂ કરવામાં આવ્યું. જેની અંદર અમારી જે માંગણી હતી. તે તમામ માંગણીઓ સંતોષવામાં આવી છે. અને જેટલા પણ આ પ્રકારનાં ઝુલુસ, શોભાયાત્રાઓ અને ધાર્મિક પ્રસંગો તેમજ તહેવારો ઉજવવામાં આવે છે. એ તમામની પરમીશન લેવામાં આવે.  અને પરમીશન લીધા બાદ તે તમામનું વીડિયો રેકોર્ડિંગ અને એ તમામ જગ્યાઓ જ્યાં લાઉડસ્પીકરનો ઉપયોગ થતો હોય. તેની પર પ્રતિબંધ મુકવા માટે સરકારે એફિડેવિટ કર્યું છે. અને કાલે જે પરશુરામ જયંતિ અને ઈદનો જે તહેવાર છે. તેનાં અનુસંધાનમાં આ એફિડેવિટ કરવામાં આવ્યું હતું. અમારા એડવોકેટ દ્વારા અપીલ કરવામાં આવી. અને વાત મુકવામાં આવી કે આ દરેક તહેવાર માટે આને લાગુ કરવામાં આવે. ત્યારે હાઈકોર્ટ દ્વારા આ વસ્તુને ગ્રાહ્ય રાખી ઓર્ડર કરવામાં આવ્યો કે તમામ આવા તહેવારોની અંદર ગુજરાત શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવી શકે અને શાંતિ સુમેળ ભર્યું વાતાવરણ રહે તેવો માહોલ રહે. 

કે.આર.કોસ્ટી (અરજદારના વકીલ)

શોભાયાત્રા, ઝુલુસમાં દ્રોણ કેમેરા અને સીસીટીવી કેમેરાથી શુટીંગ કરવામાં  આવેઃ વકીલ કે.આર. કોસ્ટી
આ બાબતે અરજદારનાં વકીલ કે.આર. કોસ્ટીએ જણાવ્યું હતું કે,  મોટા ભાગે  અત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યની અંદર રામનવમી, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિ હોયએ દિવસે  જે તોફાનો થયા છે. અને એ તોફાનોનાં કારણે કોમી શાંતિમાં વિક્ષેપ પડ્યો છે.  એટલા માટે આ બધી વસ્તુઓ થાય નહી. અને લોકોની તકલીફોમાં વધારો ન થાય તે માટે હાઈકોર્ટમાં નિર્દેશ માટે પીટીશન કરવામાં આવી છે.  જેમાં ગુજરાત સરકાર અને ડીજીપી તરફથી એક એફિડેવિટ આવેલું. જેમાં તેમણે તમામ વ્યવસ્થા અને સુપ્રિમ કોર્ટનું જજમેન્ટ છે. તૈસીર પુનાવાલાનું એનો ઉલ્લેખ કરીને પણ  બધી વ્યવસ્થા કરી છે.  તેમણે વ્યવસ્થાની અંદર લાઉડસ્પીકર,  ડીજેને પ્રતિબંધ ફરમાવ્યો છે.  અને કોઈ પણ જાતની હેડ સ્પીચ ન આપી શકો એની ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે. તેમજ દ્રોણ કેમેરા અને સીસીટીવી કેમેરાથી શુટીંગ કરવામાં આવનાર છે. તેમજ જે તે તાલુકા તેમજ જીલ્લાનાં પોલીસ અધિકારીને  સત્તા આપવામાં આવી છે. તે લોકો તેનું વીડિયોગ્રાફી પણ કરી શકશે. તેવી પણ સૂચના આપવામાં આવી છે.  ત્યારે ભૂતકાળમાં કોઈ ઘટના બનતી હતી. ત્યારે લોકોએ હેરાન થઈને પોલીસ સ્ટેશન તેમજ કોર્ટ અને હોસ્પિટલ જવું પડતું હતું. એનાં બદલે એવી ઘટનાઓ ન બને એનાં માટે આ પીટીશન કરેલી. અને રાજ્ય સરકારે એમાં એફિડેવિટમાં જે તૈયારી બતાવી છે. તેને અમે આવકારીએ છીએ.  અને કોર્ટે સરકારની એફિડેવિટને કોર્ટનાં હુકમમાં ફોર્મ કરવાની  રિક્વેસ્ટ કરેલી અને કોર્ટે એ કરીને કાયમ માટે જ્યારે પણ કોઈ રેલી હોય ત્યારે આ પ્રકારની વ્યવસ્થા  અને હાઈ સિક્યુરીટી એરેન્જમેન્ટ કરવાનું અને વીડિયોગ્રાફી કરવાનો હુમક કોર્ટે કરી દીધો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ