બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Meghraja entry in Ahmedabad city following weather department forecast

વરસતો રહે / ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘરાજા તૂટી પડ્યાં, વાતાવરણમાં જામ્યો ઠંડકનો માહોલ

Malay

Last Updated: 11:43 AM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. કાળા ડિબાંગ વાદળો સાથે શહેરમાં વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.

  • ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર
  • નરોડા, નવા નરોડા, નિકોલમાં મેઘરાજાની તોફાની બેટિંગ
  • વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા 

ચોમાસાનું ગુજરાતમાં સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે. છેલ્લા 4-5 દિવસથી ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ આજ સવારથી કાળાડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, ત્યારે શહેરમાં સવારે 10 વાગ્યા પછી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. 

વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી 
અમદાવાદના નરોડા, નવા નરોડા, નિકોલ, કૃષ્ણનગર, સૈજપુર, મેમ્કો, શિવરંજની, શ્યામલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, SG હાઈવે, નહેરુનગર, જીવરાજપાર્ક, બોપલ, ઘુમામાં વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે.

અમદાવાદમાં વાતાવરણ પલટાયું: રેઈનકોટ કાઢીને જ રાખજો, આગામી દિવસોમાં અહીં  વરસાદની આગાહી | Climate change : <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/rain' title='Rain'>Rain</a> forecast in Ahmedabad

ઠેર-ઠેર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ
એસજી હાઈવે પર સોલા, ગોતા, સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ પડતાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે. આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી બાદ હવે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, બે દિવસ  'ભારે', માછીમારોને દરિયામાં ન જવા સૂચના | After Meghraja's entry in  Ahmedabad now rain ...

4 દિવસ દક્ષિણ ગુજરાત માટે ભારે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ,  આગામી 4  દિવસ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ