પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્યમંત્રીના સતત માર્ગદર્શન સરકાર દ્વારા કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને કામગીરી કરી રહી છે.
સહાય મર્યાદા 10 લાખ સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારે કાર્યવાહી હાથ ધરી
આગામી 100 દિવસમાં રૂ.417 કરોડની રકમ ખેડૂતોને પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવાશે
આજે મળેલી કેબિનેટની બેઠકમાં સરકાર દ્વારા આગામી 5 વર્ષની બ્લૂ પ્રિન્ટ નક્કી કરવામાં આવી હતી. ત્યારે આયુષ્યમાન કાર્ડમાં 5 લાખ સુધીની સહાય મર્યાદા 10 લાખ સુધી કરવાની કવાયત હાથ ધરાઈ છે. ત્યારે સહાય મર્યાદા 10 લાખ સુધી પહોંચાડવા રાજ્યા સરકાર દ્વારા કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. જેથી ગરીબ દર્દીઓને કોઈ પણ મોટી તકલીફનો સામનો કરવો ન પડે.
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેની કેબિનેટ મીટીંગની ચર્ચા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. મંત્રી એ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય એ કોરોના સામેની લડતમાં હરહંમેશ પ્રો-એક્ટિવ વલણ અપનાવ્યું છે.
દેશના અન્ય રાજ્યો જેવા કે, કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ, વગેરે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોવિડ કેસની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. છેલ્લા એક માસમાં રાજ્યમાં એવરેજ ૫ થી ૧૦ જેટલા કેસો નોંધાયા છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા પણ અન્ય રાજ્યોની સરખાણીમાં ગુજરાતમાં ફક્ત ૨૩ જેટલા છે. ભારતમાં કુલ એક્ટીવ કેસ ૩૪૦૨ છે .જેની સાપેક્ષમાં રાજ્યના એક્ટીવ કેસની સંખ્યા ખુબ જ ઓછી છે.
રાજ્ય સરકારે કોરોના સામેની લડત માટે તૈયારીઓ આરંભી દીધી
મંત્રીએ વધુમાં કહ્યું કે,દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને કેન્દ્રીય આરોગ્ય વિભાગના પરામર્શથી રાજ્ય સરકારે કોરોના સામેની લડત માટે પ્રો-એક્ટિવ વલણ દાખવીને સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યભરમાં વિવિધ હોસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા આવતીકાલે શુક્રવારે એક મોકડ્રીલ યોજવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે યુધ્ધના ધોરણે આ પ્લાન્ટસનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત જરૂર પડે તો તેની કેપેસીટી પણ વધારવામાં આવશે.
તબીબો તેમજ અધિકારીઓને સૂચન કરાયા
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોના સામેની લડતમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ અંગે જણાવ્યું હતુ કે, રાજ્યની હોસ્પિટલો, પી.એચ.સી અને સી.એચ.સી સેન્ટરમાં કોવિડની ગાઇડલાઇન મુજબ તૈયારી સંદર્ભે ગઈકાલે તમામ તબીબો ,અધિકારીઓ અને સ્ટાફ સાથે રાજ્ય કક્ષાની વીડિયો કોન્ફરન્સ યોજીને જરૂરી તમામ માર્ગદર્શન, સૂચનાઓ આપીને સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં હાલ કોવિડ-19 અંતર્ગત સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજાર થી વધું બેડની સુવિધાઓ ઉપલબ્ઘ છે. જે 24 કલાકમાં જ કોવિડના દર્દીઓની સારવાર માટે ટ્રાન્સફર કરી શકાય તેમ છે. જેમાં 15 હજાર થી વધુ આઇ.સી.યુ., 9700 જેટલા વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે.
ગુજરાત કોરોના રસીકરણની કામગીરી માં અગ્રેસર રહ્યું
મંત્રીએ જીનોમ સિકવન્સિંગ સંદર્ભે જણાવ્યું હતુ કે, હાલ આર.ટી.પી.સી.આર પોઝીટીવ દર્દીનું ઝીનોમ સિકવન્સિંગ કરવામાં આવે છે. હાલમાં GBRC ગાંધીનગર ખાતે દર મહીને 4 હજારથી વધુ ઝીનોમ સીકવન્સિંગ ટેસ્ટ કરવાની કેપીસીટી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં થયેલ કોરોના રસીકરણ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આરંભાયેલા કોરોના રસીકરણ મહાઅભિયાનના પગલે ગુજરાત શરૂઆતથી જ કોરોના રસીકરણની કામગીરી માં અગ્રેસર રહ્યું છે.
અન્ય દેશોમાં BF 7 વેરિયન્ટ ના કેસ જોવા મળી રહ્યા છે
મંત્રી એ વિશેષમાં જણાવ્યું કે, હાલ ચીન, જાપાન અને અમેરિકા જેવા રાજ્યોમાં BF 7 વેરિયન્ટ ના કેસ જોવા મળી રહ્યા છે. ભારત અને ગુજરાતમાં આ પ્રકારના જૂજ કેસ જોવા મળ્યા છે. ગુજરાતમાં નોંધાયેલ BF 7 થી સંક્રમિત 3 દર્દીઓ હોમ આઇસોલેસનમાં જ સાજા થઇ ગયા હતા. રાજ્યમાં થયેલ શ્રેષ્ઠ રસીકરણના પરિણામે હાલ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. મંત્રી એ રાજ્યની જનતાને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવરનું સ્વયંભુ રીતે પાલન કરવા તેમજ કોવિડ સંદર્ભે આપવામાં આવનાર સરકારી દિશાનિર્દેશોને અનુસરવા અનુરોધ કર્યો છે.
આગામી 100 દિવસમાં રૂ.417 કરોડની રકમ ખેડૂતોને પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવાશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી સરકારે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાતમાં ખેડૂતોને પાક- ધિરાણ ઝીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 04 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. આગામી 100 દિવસમાં રાજય સરકાર દ્વારા રૂ.417 કરોડની રકમ ખેડૂતોને પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવવામાં આવનાર છે.
મંત્રી પટેલે વધુ વિગતો આપતો કહ્યું હતું કે રાજયની આશરે 5,000 જેટલી પેકસ, મિલ્ક અને ફીશરીઝ સહકારી મંડળીઓનો નેશનલ કો.ઓપરે ટીવ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.પેક્સ કમ્પ્યુટ રાઇઝેશન માટે જિલ્લા કક્ષાની બેઠકો પૂર્ણ કરીને આગામી ત્રણ વર્ષમાં કમ્પ્યુટ રાઇઝેશન કરવા માટેની 8,000 જેટલી પેક્સ - સેવા સહકારી મંડળીઓની પસંદગી કરવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજયની A અને B વર્ગની બજાર સમિતઓમાં ખેડૂતોને યોજનાઓની જાણકારી અને લાભ મળે તે અર્થે બજાર સમિતિ દ્વારા 'ખેડૂત સહાય કેન્દ્ર'ની રચના માટેનું આયોજન કરીને સેવાઓ નકકી કરવામાં આવનાર છે.