બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Investigation started against both women corporators in the case of Gokul Awas scam in Rajkot

કાર્યવાહી / રાજકોટ આવાસ સ્કીમમાં પતિએ કૌભાંડ કરતા બે મહિલા કોર્પોરેટરો વિરૂદ્ધ કરાઇ કાર્યવાહી, જાણો શું એક્શન લેવાયા

Vishal Khamar

Last Updated: 01:02 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ આવાસ કૌભાંડ કેસમાં બંને કોર્પોરેટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આવાસ યોજનાનું લિસ્ટ પણ વેબસાઈટ પરથી હટાવવામાં આવ્યું છે. મનપાનાં આવાસ વિભાગનાં અધિકારીઓ રિપોર્ટ સોંપશે. જો રિપોર્ટમાં કસુરવાર ઠરશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ આવાસ યોજનામાં કૌભાંડને લઈને શહેર ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લેવાયું છે. દેવુબેન જાદવ કાયદો અને વ્યવસ્થા સમિતીના ચેરમેન હતા. ઉલ્લેખનીય છે કે કોર્પોરેટરના પતિ મનસુખ જાદવના પૈસાની માગણીનો વીડિયો વાયરલ થયો હતો. આવાસ તથા નોકરીમાં ભરતીને લઈને પૈસા માગતો વીડિયો વાયરલ થયા બાદ શહેર ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દેવુબેન જાદવના પતિ પર આવાસમાં ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને ચેરમેન પદેથી રાજીનામું લેવાયું છે. તો સાથે જ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેટરનો પાલિકામાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે.

કોર્પોરેટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં છેલ્લા બે દિવસથી આવાસ કૌભાંડનો મુદ્દો ગુંજી રહ્યો છે. ત્યારે આવાસ કૌભાંડના આક્ષેપ મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ દ્વારા કોર્પોરેટર દેવુબેન જાદવ અને તેમના પતિ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેમાં કોર્પોરેટર દેવુબેન જાદવ પાસેથી ચેરમેન પદ ભાજપ દ્વારા લઈ લેવામાં આવ્યું છે. તેમજ જો કોર્પોરેટર પર ભષ્ટ્રાચાર સાબિત થશે તો તેઓની સામે કડક કાર્યવાહી ભાજપ પક્ષ દ્વારા હાથ ધરાશે.

વધુ વાંચોઃ ભરતસિંહ સોલંકી નહીં લડે લોકસભા ચૂંટણી, ટ્વિટ કરીને કહ્યું 'મારી વર્તમાન જવાબદારીને...'

કમિશ્નર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ગોકુલ નગર આવાસ યોજનામાં બાકી રહેલા 193 આવાસનો ડ્રો કરવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરોના પતિઓ દ્વારા મળતીયાઓના નામે 20 જેટલા આવાસો પચાવી પાડ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર આનંદ પટેલ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ વોર્ડ નંબર છ ના કોર્પોરેટર દેવુંબેન મનસુખભાઈ જાદવ પાસેથી કાયદો અને નિયમન સમિતિના ચેરમેન પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેશનમાં તેમજ પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં હાજરી ન આપવા સૂચના પણ આપવામાં આવી છે. તો સાથે જ કોર્પોરેટર દેવુંબેન જાદવના પતિ મનસુખ જાદવના ત્રણ જેટલા વિડિયો પણ વાયરલ થયા છે. જે વાયરલ થયેલા વીડિયોમાં ફિમેલ હેલ્થ વર્કરની નોકરી માટે અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું કહેવું છે કે બંને કૌભાંડ મુદ્દે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ