બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / In Surat, the builder took the loan repeatedly, the owner paid cash, the case is worth knowing

છેંતરપીંડી / સપનાનું ઘર ખરીદતા પહેલા ચેતજો.! સુરતમાં બિલ્ડરે બારોબાર લઈ લીધી લોન, માલિક રોકડા રૂપિયા આપી પસ્તાયો, કેસ જાણવા જેવો

Vishal Khamar

Last Updated: 11:41 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપનાનું ઘર ખરીદતા પહેલાી જરા ચેતજો. સુરતમાં મકાન પર લોન લઈ મકાનનું વેચાણ કરતા બિલ્ડર દ્વારા બેંકમાંથી લોન લીધી હતી. જે બાદ બિલ્ડરે મકાન પર લોન ન ભરતા બેંકે મકાન માલિકને નોટિસ ફટકારી હતી.

  • સપનાનું ઘર ખરીદતા પહેલા જરા ચેતજો
  • ચીટર ગુડ્ડુ પોદાર અને બિલ્ડર અશ્વીન ચોવટીયાની મીલિભગત
  • બિલ્ડર અશ્વિન ચોવટીયાએ ફ્લેટ ઉપર લીધી લોન
  • બિલ્ડરે મકાન ઉપર લીધેલી ન ભરી લોન

 સુરતમાં ચીટર ગુડડુ પોદાર અને બિલ્ડર અશ્વિન ચોવટિયાનું કારસ્તાન ફરી સામે આવ્યું છે.  સુરતના અબ્રામા ખાતે આવેલા સહજાનંદ પ્રસ્થ નામની બિલ્ડીંગ માં 2021 માં ડોકટર ભાવેશે રોકડા રૂપિયા આપી ફ્લેટ ખરીદયો હતો. જોકે આ જગ્યા પર બિલ્ડરે પ્રોજેકટ લોન લઈ ભરપાઈ નહીં કરતા બેન્ક કર્મીઓ ફ્લેટને સીલ મારવા પહોંચ્યા હતા. અગાઉ ડોકટર દ્વારા ઉતરાણ પોલીસ મથકમાં અરજી કરાઈ હતી. જોકે આજ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા ડોક્ટરે આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

ફ્લેટ લીધા પહેલા બિલ્ડર અશ્વિન ચોવટિયાએ પ્રોજેકટ લોન લીધી હતી
સુરતમાં ચિટિંગના કેસમાં જેલમાં બંધ ગુડડુ પોદારે અનેક લોકો સાથે મકાનોને લઈ છેતરપીંડી કરી છે. તેની એક વધુ કરતૂત સામે આવી હતી સુરતમાં રહેતા ડોક્ટર ભાવેશ ઢસડિયા એ 2021 માં સહજાનંદ પ્રસ્થમાં ફ્લેટ લીધો હતો. આ ફ્લેટમાં ડોક્ટરે બિલ્ડર ને રોકડ નાણા ભર્યા હતા. રોકડામાં ફ્લેટ ખરીદી કરતા બિલ્ડર દ્વારા તેમને વાઈટ એન્ટ્રી આપવાની વાત કરાઈ હતી. જોકે તે હજુ સુધી નહિ આપતા ડોકટર ભાવેશ ભાઈ દ્વારા અડધા નાણાં અટકાવી દીધા હતા. જોકે ફ્લેટ લીધા પહેલા બિલ્ડર અશ્વિન ચોવટિયાએ પ્રોજેકટ લોન લીધી હતી.

મકાન સીલ કરવામાં આવશે તો ર્ડાક્ટરે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી
જે લોનની ભરપાઈ બિલ્ડર દ્વારા કરવામાં આવી નથી. જેથી બેન્ક દ્વારા બે વખત ડોકટરને નોટિસ પાઠવવામાં આવી છે.  આ નોટિસને લઈ ડોકટર ભાવેશ ભાઈ દ્વારા ઉતરાણ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જોકે અરજી બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. ડોકટર ભાવેશ ભાઈએ ફ્લેટના રોકડ રૂપિયા બિલ્ડર વતી રાખવામાં આવેલ માણસ ગુડડુ પોદારને આપ્યા હતા. જેનો વીડિયો પણ તેમણે બનાવ્યો હતો.  ગુડડુ પોદારે સુરતમાં અનેક લોકોને આવી રીતે છેતર્યા છે.  જેને હાલમાં  સુરત પોલીસે ઝડપી પાડી જેલને હવાલે કર્યો છે. હાલમાં ડોકટરની હાલત ખૂબ દયનીય છે. કારણ કે પોતાની તમામ જમા પુંજી ડોક્ટરે આ ફ્લેટ પાછળ ખર્ચી નાખી છે. જોકે ફ્લેટના નાણાં રોકડમાં ભર્યા છતાં બિલ્ડરના વાંકે આજે મકાન સીલ થવાની નોબત આવી છે.  ડોકટર ભાવેશ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો તેમનું મકાન સીલ કરવા આવશે તો આત્મહત્યા કરી જીવન ટૂંકાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ