બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hit and run incident on National Highway near Valsad

હિટ એન્ડ રન / ટેન્કરચાલકો બેફામ! વલસાડ નજીક ને. હાઇવે પર સાયકલ ચાલકને અડફેટમાં લેતા ઘટનાસ્થળે જ મોત, જુઓ CCTV

Malay

Last Updated: 02:55 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ નજીક નેશનલ હાઇવે પર બેફામ દોડતા કાળમુખા ટેન્કરે સાયકલ ચાલકનો જીવ લીધો છે. ઘટના અંગે વલસાડ રૂલર પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.

 

  • નેશનલ હાઇવે પર હિટ એન્ડ રન 
  • ઘટનાના CCTV આવ્યા સામે
  • ટેન્કરે સાયકલ ચાલકને લીધો અડફેટે 
  • અકસ્માતમાં સાયકલ ચાલકનું મૃત્યુ

વલસાડ નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વલસાડ ધરમપુર ચોકડીથી ધમડાચી સાઇકલ ઉપર જઇ રહેલા આધેડને રામદેવ ઢાબા સામે સુરત તરફ જતા ટેન્કરના ચાલકે અડફેટે લેતા સાયકલ ચાલકનું મોત નિપજ્યું હતું. તો પકડાઈ જવાની બીકે સુરત તરફ ભાગી રહેલા ટેન્કરના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેન્કર પણ પલટી મારી ગયું હતું. જેથી રાહદારીઓએ ટેન્કર ચાલકને ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. 

 

સાયકલ ચાલકને અડફેટે લેતા મોત
મળતી માહિતી અનુસાર, વલસાડના ધમડાચી ખાતે રહેતા ભરતભાઈ રામજીભાઈ સુરતી (ઉં.વ 52) નોકરીએ છૂટીને સાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન વલસાડ-ધરમપુર હાઈવે પર ટેન્કર ચાલકે પોતાનું ટેન્કર પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને સાયકલ પર ઘરે જઈ રહીલા ભરતભાઈને એડફેટે લીધા હતા. જેમાં સાયકલ પર સવાર ભરતભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. 

ભાગી રહેલા ટેન્કર ચાલકે સ્ટેરિંગ ઉપર ગુમાવ્યો કાબુ
આ અકસ્માત સર્જી વાપીથી સુરત તરફ જતા ગેસના ટેન્કરના ચાલકે ઉભા રહેવાને બદલે ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા ટેન્કરને ફૂલ સ્પીડમાં ભગાવી મૂક્યું હતું. જે દરમિયાન ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. 

હાઇવે પર જામની સર્જાઈ હતી સ્થિતિ
જેથી રાહદારીઓએ ટેન્કર ચાલક ઈબ્રાહીમ અબુહસમ શેખને ઝડપી લીધો હતો અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. ટેન્કર રોડ પર પલટી મારી જતા હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેથી વલસાડ રૂલર પોલીસની ટીમને ભારે જહેમત બાદ બે ક્રેનની મદદથી રસ્તા વચ્ચે પડેલા ગેસ ટેન્કરને હટાવવામાં સફળતા મળી હતી. હાલ પોલીસે મૃતક ભરતભાઈના પરિવારની ફરિયાદ પર ટેન્કર ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ