બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Governor to launch International Kite Festival in Ahmedabad tomorrow

તૈયારીઓને આખરી ઓપ / અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનો આવતીકાલે રાજ્યપાલના હસ્તે પ્રારંભ, 56 દેશના પતંગરસિકો લેશે ભાગ

Malay

Last Updated: 06:00 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આવતીકાલથી કાઈટ ફેસ્ટિવલની થશે શરૂઆત, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ફેસ્ટિવલનું કરાવશે ઉદ્ઘાટન.

  • આવતીકાલથી કાઈટ ફેસ્ટિવલની થશે શરૂઆત
  • 56 દેશના પતંગબાજો જોડાશે ફેસ્ટિવલમાં
  • રાજ્યપાલ દેવવ્રત કરાવશે ઉદ્ઘાટન

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 2023નો કાઈટ ફેસ્ટિવલ G20 સમિટની થીમ પર યોજાવા જઈ રહ્યો છે. આવતીકાલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ હાજર રહેશે. 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવ યોજાશે. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો જોડાશે. આ વખતે અંદાજીત 56 દેશના પતંગબાજો કાઈટ ફેસ્ટિવલમાં જોડાશે. 

પતંગ મહોત્સવ યોજાશે અને વર્લ્ડ રેકોર્ડ બનશે
આ વખતે ગુજરાત સરકાર અને ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજિત કાઈટ ફેસ્ટીવલ અનોખો બનવા જઈ રહ્યો છે. વિશ્વના અંદાજીત 56 દેશોમાંથી 150થી વધુ પતંગબાજો ગુજરાતમાં આવશે, 14 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં એકસાથે આટલા પતંગબાજોના આગમનથી અને કરતબ દેખાડાવાથી વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સાથે જ ગુજરાતના અનેક શહેરોમાં પણ પતંગ મહોત્સવ યોજાશે અને વર્લ્ડ રેકોર્ડ બનશે. ગુજરાત ટુરીઝમ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, 'ગુજરાત ઘણા વર્ષોથી મકરસંક્રાંતિ નિમિત્તે કાઈટ ફેસ્ટીવલનું આયોજન કરે છે. પરંતુ આ વખતે આ ફેસ્ટિવલ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે. નાની પતંગો, મોટી પતંગો, એકસાથે ઘણી બધી પતંગો, વિવિધ પ્રાણીઓના આકારની પતંગો, વિવિધ રંગની પતંગો. ગુજરાતના આકાશમાં જ્યાં જુઓ ત્યાં તમને પતંગ જોવા મળશે.''

આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવને લઇને સરકાર આજે લઇ શકે છે મોટો નિર્ણય |  gandhinagar gujarat government international kite festival

કાઈટ ફેસ્ટિવલ G20 સમિટની થીમ પર યોજાશે
આ વર્ષે ગુજરાતમાં કાઈટ ફેસ્ટિવલ એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. આ પતંગોત્સવમાં 56 દેશોમાંથી પતંગબાજો ગુજરાતમાં આવશે અને મકરસંક્રાંતિના તહેવારને વધુ યાદગાર બનાવશે. પતંગોનો ઈતિહાસ પણ આયોજિત સ્થળો પર પ્રદર્શિત થશે. ગુજરાતમાં G20ની ઘણી બેઠકો યોજાવા જઈ રહી છે અને આ પતંગ મહોત્સવને G20 થીમ સાથે પણ જોડવામાં આવશે.

ગુજરાતના વિવિધ શહેરોમાં પતંગ મહોત્સવ યોજાશે 
8 જાન્યુઆરીએ રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરાશે, જે એક સપ્તાહ સુધી ચાલશે. જેમાં 56 દેશોના 150 પતંગબાજો ઉપરાંત ભારતના 14 રાજ્યોમાંથી 65 પતંગબાજો પણ ભાગ લેશે. આ પતંગબાજો ગુજરાતના વડોદરા, વડનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સુરત સોમનાથ રાજકોટ, ધોલેરા, સફેદ રણ અને અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે પરફોર્મ કરશે.

1 અઠવાડિયા સુધી ચાલશે આ ફેસ્ટિવલ
આ ફેસ્ટિવલ 8 જાન્યુઆરીથી શરૂ થશે, જે 1 અઠવાડિયા સુધી ચાલશે. યુકે, સાઉથ કોરિયા, ન્યુઝીલેન્ડ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા સહિતના 56 દેશોની પતંગો પણ પ્રદર્શિત કરવામાં આવશે અને પતંગના સદીઓ જૂના ઈતિહાસને પણ જીવંત બતાવવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ