બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / 'Ek Akela Sab Pe Bhari..' Government formed on Dankani's injury, now 26 seats in Gujarat to be won by such a margin: CR Patil

4 રાજ્યોનો જનાદેશ / 'એક અકેલા સબ પે ભારી..' ડંકાની ચોટ પર સરકાર બનાવી, હવે ગુજરાતમાં 26 બેઠકો આટલા માર્જિનથી જીતવાની છે: CR પાટીલ

Vishal Khamar

Last Updated: 11:36 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ઓલપાડ વિધાનસભાનું નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે આજનો દિવસ ડબલ ખુશીનો દિવસ છે. ચારમાંથી ત્રણ રાજ્યમાં સરકારી બનાવી છે.

  • ઓલપાડ વિધાનસભા ભાજપનો નુતન વર્ષ સ્નેહ મિલન સમારોહ
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ C.R પાટીલના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ
  • કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ,મંત્રી મુકેશ પટેલ પણ હાજર

સુરતનાં ઓલપાડ વિધાનસભા ભાજપનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં અધ્યકક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દર્શનાં જરદોશ, મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમાં સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે, નવું વર્ષ શરૂ થાય એટલે ઉત્સાહ ઉમંગ શરૂ થાય છે. આપણી મહત્વકાંક્ષા પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવું છું. આજનો દિવસ ડબલ ખુશીનો દિવસ છે. વરસાદી વાતાવરણનાં કારણે આગળ કાર્યક્રમ મોકૂફ કરાયો હતો. આજે 4 માંથી 3 રાજ્યમાં સરકાર બનાવી છે. આ જીતનો શ્રેય પ્રધાનમંત્રીને જાય છે. ઘણા બધા લોકો આ જીતને અપેક્ષિત ન હતો. આલી મવાલી લોકો ચૂંટણીમાં આવી જાય છે. 

પરંતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેરંટી આગળ કંઈ નથી. વરસાદી દેડકાની જેમ નીકળી આવતા હોય છે અને પછી દેખાતા નથી. બહેનોને લાગે છે કે મોદી છે તો સિક્યોર છે. દેશનાં યુવાનો માટે સ્વરોજગારી માટે વડાપ્રધાન પ્રયાસો કરતા રહે છે. પઠાણી વ્યાજમાંથી ગરીબો લારી-ગલ્લાવાળાઓને મુક્ત વડાપ્રદાને કર્યા છે. વગર વ્યાજની લોન વડાપ્રધાને અપાવી છે. ગરીબોનાં ગેરેન્ટર વડાપ્રધાન સ્વયં જવાબદારી લીધી છે. મોદી સાહેબનો અને મતદારોનો આભાર માનવો જોઈએ. જેમને ખોબલે ખોબલે મત આપ્યા છે.  1 મત ઓછો મળે તો પણ આંસુ છલકાય.

વિધાનસભામાં ઘણી બેઠકો ઓછા માર્જીનથી હાર્યાઃસી.આર.પાટીલ

વિધાનસભામાં ઘણી બેઠક ઓછા મતોથી હાર્યા હતા. 182 માંથી 156 આવી તેનું પણ દુઃખ હતું. પરેશ ધાનાણીને ઘર ભેગા કરી દીધા છે. નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવી હેટ્રિક કરવાની છે. ગુજરાતની 26 સીટ જીતીશું પણ તાલુકાથી સાંસદ સુધીનાં લોકોએ સફાઈ કરવાની મોદી સાહેબની સૂચના આપવામાં આવી છે. સફાઈ પહેલાના ફોટા અને પછી ફોટા મુકવાના છે. વડાપ્રધાન મોદી મનકી બાદ કાર્યક્રમ કર્યો હતો. આપણું ગામ ચોખ્ખુ રાખવુંએ આપણી ફરજ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ