બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 'Conjunctivitis' effect: Prices of goggles go up even in recessionary season

ભાવ વધારો / 'કન્જક્ટિવાઇટિસ' ઇફેક્ટ: મંદીની સિઝનમાં પણ ગોગલ્સના ભાવ આસમાને, રૂ. 80માં મળતા ચશ્મા સીધા 200એ પહોંચ્યા

Malay

Last Updated: 03:10 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: કન્જક્ટિવાઇટિસ બીમારીના કારણે મંદીની સિઝનમાં ગોગલ્સના ભાવ અને વેચાણમાં 20 ટકાનો ઉછાળો, ચશ્માનું વેચાણ કરતા વેપારીઓની ચાંદી જ ચાંદી જેવી સ્થિતિ.

  • મંદીની સિઝનમાં ગોગલ્સના વેચાણમાં 20 ટકાનો ઉછાળો
  • કન્જક્ટિવાઇટિસના કારણે ગોગલ્સના ભાવમાં પણ થયો વધારો
  • ડિમાન્ડ વધતા ગોગલ્સના વેચાણ કરનારાની સંખ્યા વધી 

છેલ્લા એક મહિનાથી કન્જક્ટિવાઇટિસની બીમારી લોકોને ત્રસ્ત કરી રહી છે. કન્જક્ટિવાઇટિસની બીમારીનો ભોગ બનનાર વ્યક્તિને આંખ બાબતે કાળજી લેવા ઉપરાંત પોતાનો આંખનો ચેપ અન્ય વ્યક્તિને લાગતો અટકી શકે તે માટે ગોગલ્સ પહેરવા પણ હિતાવહ છે. જેને પરિણામે ગોગલ્સ અને નંબર વગરના ચશ્માના ભાવમાં ડબલ ઉછાળો આવ્યો છે. સામાન્ય રીતે રૂપિયા 70થી 80માં મળતા ગોગલ્સના ભાવ હાલમાં રૂપિયા 100ના ભાવથી શરૂ થઈને રૂ.200 સુધી બજારમાં વેચાઇ રહ્યા છે.

વરસાદની સીઝનમાં આંખમાં દેખાય લાલાશ કે બળતરા થાય તો હળવાશમાં ન લેતા, હોઈ શકે  છે આ બીમારીનો સંકેત | Know about the conjunctivitis types and symptoms
ફાઈલ ફોટો

બજારમાં ગોગલ્સની ડિમાન્ડ વધી
છેલ્લા દોઢેક માસથી સતત વાદળછાયા વરસાદી અને ભેજયુક્ત વાતાવરણને પગલે હાલમાં કન્જક્ટિવાઇટિસની બીમારીએ વેગ પકડ્યો છે. જેને પરિણામે હાલમાં શહેરની સિવિલ હોસ્પિટલ સહિત તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દરરોજના સેંકડો કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે કન્જક્ટિવાઇટિસની બીમારીનો વાયરસ ફેલાય નહીં તેમજ આંખનું રક્ષણ રહે તે માટે ભોગ બનનાર દર્દીને ચશ્માં કે ગોગલ્સ પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેને પરિણામે હાલમાં બજારમાં ગોગલ્સની ડિમાન્ડ વધી જવા પામી છે. આથી શહેરના બજારમાંથી લઇને મુખ્ય તેમજ હાઇવેના માર્ગની બંને સાઇડમાં ગોગલ્સના વેચાણ કરનારાની સંખ્યા વધી જવા લાગી છે. જોકે સામાન્ય રીતે ચોમાસામાં ગોગલ્સનું વેચાણ થતું ન હોવાથી તેનું વેચાણ જોવા મળતું નથી. પરંતુ કન્જક્ટિવાઇટિસ બીમારીને પગલે ચશ્માના વેચાણ કરતા વેપારીઓને ચાંદી જ ચાંદી જેવી સ્થિતિ બની રહી છે.

કન્જક્ટિવાઇટિસની બીમારીને પગલે વેચાણમાં વધારો
સામાન્ય દિવસોમાં બજાર તેમજ રોડ ઉપર વેચાતાં ચશ્માંનો ભાવ રૂપિયા 70થી શરૂ થાય અને 5000 સુધીના ચશ્માનું દુકાનમાં વેચાણ થતું હોય છે. પરંતુ હાલમાં વકરી રહેલી કન્જક્ટિવાઇટિસની બીમારીને પગલે ચશ્માના વેચાણમાં રોકેટ ગતિએ વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દાયકાથી ચશ્માનું વેચાણ કરતા વેપારીએ જણાવ્યું હતું કે ઉનાળામાં ગોગલ્સનું વેચાણ થતું હોય છે. જ્યારે ચોમાસમાં અઠવાડિયામાં માંડ એકાદ ગોગલ્સનું વેચાણ થતું હોય છે. પરંતુ હાલમાં કન્જક્ટિવાઇટિસની બીમારીને પગલે દિવસના વીસથી ત્રીસ જેટલા ગોગલ્સનું વેચાણ થાય છે. જોકે, ગોગલ્સના હોલસેલ ભાવમાં વધારો થવાના કારણે ભાવ હાલમાં વધી ગયા છે.

ફાઈલ ફોટો

પસંદગી કરી લો ટ્રાયલ નહિ મળે 
ફેશન સિમ્બોલ ગણાતા ગોગલ્સ સામાન્ય રીતે ગરમીની સિઝનમાં વધુ વેચાય છે. ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં તેની માંગ બમણી થઇ જાય છે, ત્યારે લોકો પોતાનાં કપડાંને અનુરૂપ મેચિંગ ગોગલ્સ ખરીદે છે તો કોઈક તેમના ચહેરાને અનુરૂપ ગોગલ્સની ખરીદી ડાર્ક અને લાઈટ શેડમાં કરે છે પરંતુ હાલમાં આ તમામ બાબતો પર જાણે પ્રતિબંધ લાગી ગયો છે. દુકાનદાર હવે ગ્રાહકને ગોગલ્સ પસંદ કરી લેવાનો એક માત્ર વિકલ્પ આપે છે ટ્રાયલ આપતા નથી કારણ કે એક વ્યક્તિએ ટ્રાયલ કરેલા ગોગલ્સનું ઇન્ફેક્શન અન્ય ગ્રાહકને લાગી શકે છે માટે વેપારી ગ્રાહકને પોતાની પસંદગી અને માપ સાઈઝ ચેક કરીને ટ્રાયલ વગર જ ગોગલ્સનું વેચાણ કરી રહ્યા છે અને ચેપ ફેલાતો અટકાવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિને ખરીદી પછી ગોગલ્સ ચહેરા પર ફિટ ન બેસે તો નો રિટર્ન કે એક્સચેન્જ પોલિસી હેઠળ તેને નવા ગોગલ્સની ખરીદી ફરજિયાત કરવી પડે છે.

સસ્તા ભાવના ગોગલ્સ ખરીદવાથી દૂર જ રહો
સ્ટાઇલિશ ગોગલ્સ ઓલટાઇમ ફેવરિટ છે. આ એવી એસેસરી છે, જેની દર વર્ષે જરૂર પડે છે. ગોગલ્સમાં દર વર્ષે અવનવી ડિઝાઇન અને ફેશન આવતી હોય છે. ગોગલ્સનું કામ આમ તો પવન અને તડકાથી આંખનું રક્ષણ કરવાનું છે. જોકે ફેશનપરસ્ત યુવાઓ એની પસંદગીમાં પણ ફેશન અને ટ્રેન્ડને વધારે મહત્ત્વ આપે છે. હાલમાં માર્કેટમાં અવનવા સ્ટાઇલના અને શેપના ગોગલ્સ મળે છે. યુવતીઓ પોતાના ચહેરાના આકારને ધ્યાનમાં લઇને એની પસંદગી કરી શકે છે. આંખના ડોક્ટરના મતે ક્યારેય કોઇ સેલિબ્રિટીની નકલ કરીને એના જેવા સસ્તા ગોગલ્સ ખરીદવાનો પ્રયાસ ન કરવો જોઇએ, કારણ કે એનાથી આંખને નુકસાન થાય છે અને સસ્તા ગ્લાસથી દૃષ્ટિક્ષમતા બગડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ