બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Chetijjos who ate pan masala and spat in public in Surat
Last Updated: 05:12 PM, 20 November 2023
ADVERTISEMENT
સુરત શહેર સ્માર્ટ સીટી બનવા તરફ આગળ વધી રહ્યુ છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તો કેટલાક નાગરિકો જ્યાં ત્યાં થુંકીને શહેરને ગંદુ કરી રહ્યા છે. ત્યારે પાન મસાલા ખાઈને પિચકારી મારનારા લોકોને ઈ ચલણ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 155 લોકોને ઈ ચલણ આપવામાં આવે છે તેમાં 40 લોકોએ ઈ ચલણ ભર્યા છે અને અન્ય લોકો જો 5 દિવસમાં ઈ ચલણ નહીં પડે તો 100 રૂપિયાની જગ્યા પર તેમની પાસેથી 250 રૂપિયા દંડ વસૂલાશે અને જાહેર રસ્તા ઉપર થુંકવા બદલ કોર્ટ કાર્યવાહી પણ થઈ શકે છે.
ADVERTISEMENT
અત્યાર સુધીમાં 155 જેટલા લોકોને ઈ ચલણ મોકલવામાં આવ્યા
સુરત શહેર સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર બ્યુટીફિકેશન કરવામાં આવ્યા છે અને આ બ્યુટીફિકેશન પાછળ સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. પરંતુ શહેરના નાગરિકો જ્યાં ત્યાં પાન મસાલા ખાઈને પિચકારી મારતા હોવાના કારણે આ બ્યુટીફિકેશન ખરાબ થઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા દિવાળી બાદ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પાન મસાલા ખાઈને રસ્તા પર પિચકારી મારનારા લોકોને ઈ ચલણ મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 155 જેટલા લોકોને ઈ ચલણ મોકલવામાં આવ્યા છે અને તેમાંથી માત્ર 40 લોકો એ જ ઈ ચલણ ભર્યા છે અને જો અન્ય લોકો આગામી દિવસોમાં પોતાના ઈ ચલણ નહીં ભરે તો પાંચ દિવસ બાદ આ તમામ લોકો સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ 100 રૂપિયાનો દંડ વધીને 250 રૂપિયા થઈ જશે. એટલે કે ઈ ચલણ ન ભરનારા લોકોને 100 રૂપિયાની જગ્યા પર 250 રૂપિયાનો દંડ શહેરમાં જાહેર રસ્તા પર થૂંકવા બદલ કરવો પડશે.
સીસીટીવી કેમેરા થકી સુરત શહેરમાં જાહેર રસ્તા પર થુકનારા લોકો પર નજર
મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી સુરત મહાનગરપાલિકાના 2500 અને સુરત પોલીસના 750 આમ કુલ મળી 3250 જેટલા સીસીટીવી કેમેરા થકી સુરત શહેરમાં જાહેર રસ્તા પર થુકનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને આ લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ બાબતે સુરત આરટીઓ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. જેથી કોઈ વાહન ચાલક જો રસ્તા પર થુંકે છે તો વાહનના નંબરના આધારે વાહન ચાલકના એડ્રેસ સહિતની વિગતો સુરત મહાનગરપાલિકાની ટીમને મળી રહે છે અને ત્યારબાદ મહાનગરપાલિકાના જે તે ઝોનની ટીમ દ્વારા રસ્તા પર થુંકનારા વ્યક્તિની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે અને જરૂર પડે તો ઝોનની ટીમ જે તે વ્યક્તિના ઘરે જઈને પણ આ દંડની વસુલાત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.