બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / BJP corporator Kalpesh Patel threatened with a gun

કાર્યવાહી / ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે બંદૂક બતાવી ધમકી આપી: એક કરોડની પ્રોપર્ટી મામલે જાણો શું છે વિવાદ

Vishal Khamar

Last Updated: 01:55 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા ભાજપનાં કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે કોર્ટનાં આદેશ બાદ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે માંજલપુર પોલીસે કોર્પોરેટર સામે ધમકી અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

વડોદરામાં ભાજપાં કોર્પોરેટ દ્વારા કોમર્શીયલ પ્રોપર્ટી બેંકમાં ગિરવે હોવા છતાં બારોબાર વેચી મારી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.  કોર્પોરેટર દ્વારા ટાઈટલ ક્લિયર કર્યા વગર 1 કરોડમાં પ્રોપર્ટી વેચી મારી હતી. આ સમગ્ર મામલે મિલકત ખરીદનારે રજૂઆત કરતા કોર્પોરેટર દ્વારા રિવોલ્વર બતાવી ધમકી આપતા મિલક્ત ખરીદનારે કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે વેપારી પ્રાણનાથ શેટ્ટીએ માંજલપુર પોલીસ મથકે છેંતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 

શું હતો સમગ્ર મામલો
આ સમગ્ર મામલે એ.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ટરનાં પ્રાણનાથ એસ.શેટ્ટીએ જણાવ્યું હતું કે, આ મામલે તા. 14.10.2019 નાં રોજ પોલીસ કમિશ્નર કચેરીમાં ફરિયાદ આપી હતી. જેમાં ભાજપનાં કોર્પોરેટર કલ્પેશ પટેલે મને કહ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં વૈષ્ણોદેવી સોસાયટીની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાન આવેલી બે દુકાનો તેમજ બીજો તેમજ ત્રીજો માળ વેચવાના છે. જે મિલકત અમે દોઢ કરોડમાં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું.  જે પૈકી એક કરોડ રૂપિયા કલ્પેશ પટેલને ચૂકવ્યા હતા. 

વધુ વાંચોઃ ગુજરાતમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સલમાન જામીન બાદ બહાર ન આવી શક્યો, હવે 'પાસા' હેઠળ કાર્યવાહી

હાઈકોર્ટે યોગ્ય તપાસ કરવાનો આદેશ કર્યો
પૈસા ચૂકવ્યા બાદ અમને ખબર પડી કે આ મિલ્કત બેંકમાં ગીરો મૂકેલી છે. ત્યારે આ મિલ્ક બેંકમાં ગીરો હોવા છતાં અમારી પાસેથી 1 કરોડ પડાવી લીધા હતા. તેમજ રિવોલ્વર બતાવીને ગર્ભિત ધમકીઓ આપી હતી.  આ મામલે પોલીસ કમિશ્નર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરતા ગુજરાત હાઈકોર્ટે યોગ્ય તપાસ કરવાનો હુકમ કર્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ