બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Ban on plastic in Sabarkantha famous Polo forest

જાહેરનામુ / હવે પોળો ફોરેસ્ટમાં નહીં લઈ જઈ શકાય આ વસ્તુ, કલેક્ટરે આપ્યો કડક આદેશ

Vishal Khamar

Last Updated: 10:23 AM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના પ્રસિદ્ધ પોળોના જંગલમાં પ્લાસ્કિટ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ જાહેરનામાાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

  • સાબરકાંઠાના પ્રસિદ્ધ પોળોના જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ 
  • પર્યાવરણ અને વન્યપ્રાણીઓને થતા નુકસાનને અટકાવવા નિર્ણય 
  • જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 હેઠળ થશે કાર્યવાહી

 હાલમાં લગ્ન પહેલા પ્રિ વેડિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ફોટોશૂટ કરાવવા લોકો ગ્રીનરી અને કુદરતી વાતાવરણ જ પસંદ કરતા હોય છે. આ ફોટો શૂટ પાછળ લાખો રુપિયા ખર્ચ કરતા ખચકાતા નથી. તેમાં પણ અમદાવાદ નજીક જો કોઇ નેચર પ્લેસ જોઇએ તો પોળોના જંગલનું પહેલા નામ આવે. અહી મોટા ભાગના લગ્ન કરનારા લોકો પ્રિવેડીંગ ફોટો શૂટ કરવા જાય છે. પરંતુ જો તમે એક નિયમનું પાલન નહી કરો તો તમારે લાખો રુપિયા પાણીમાં નાંખ્યા બરાબર ગણાશે.

કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું 
ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતાં સાબરકાંઠાના પોલો ફોરેસ્ટને લઈ જિલ્લા કલેક્ટરે એક મહત્વનુ જાહેરાનામુ બહાર પાડ્યુ છે.. સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં પ્રદુષણ અટકાવવા તથા પર્યાવરણને નુકસાન થતુ અટકાવવા માટે જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  તેમજ પર્યાવરણ અને વન્ય પ્રાણીઓને થતા નુકસાનને અટકાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 19 માર્ચ 2024 સુધી જંગલમાં પ્લાસ્ટિકના વપરાશ પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂકી દીધો છે.

વધુ વાંચોઃ અમદાવાદીઓ, વાહન લઈને નીકળતાં પહેલા ખાસ જાણી લેજો: બદલાઈ ગયા છે ઈ-મેમોના નિયમો
 

નિયમ ભંગ કરશો તો થશે કાર્યવાહી
 પોલો ફોરેસ્ટમાં પ્રિવેડીંગ શૂટની સાથે સાથે લોકો વનડે પિકનિક પણ કરતા હોય છે. જેથી ઘરે જ ખાવા પીવાનો સામાન લઇ જાય છે. પ્લાસ્ટિકની ડીશો , કપ અને ગ્લાસનો ઉપયોગ કરે છે.  જ્યાં ત્યાં કચરો ફેંકી દેવાને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે . આ ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદી દીધો. જો આ જાહેરનામાનું કોઇ ભંગ કરશે તો તેઓ વિરુદ્ધ કલમ 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ