બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Anant Radhika Wedding Shraddha Kapoor came to Jamnagar with boyfriend Rahul Mody video

અનંત-રાધિકા પ્રિ-વેડિંગ / VIDEO: જામનગરમાં બોયફ્રેન્ડ રાહુલ મોદીને લઈને આવી શ્રદ્ધા કપૂર, વીડિયો થયો વાયરલ, રિલેશનશીપ થયું કન્ફર્મ?

Megha

Last Updated: 10:46 AM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના ફંક્શનમાં હાજરી આપવા માટે શ્રદ્ધા કપૂર રાહુલ મોદી સાથે જોવા મળી હતી. બંનેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા છે.

શ્રદ્ધા કપૂર બોલિવૂડની એવી અભિનેત્રીઓમાંની એક છે જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. શ્રદ્ધાના જીવન સાથે જોડાયેલી નાની નાની વાતો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એવામાં આજે શ્રદ્ધા કપૂર રાહુલ મોદી સાથે જોવા મળી હતી. અને બંનેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા. ઘણી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી તેને ડેટ કરી રહી છે.  

એ વાત તો જાણીતી જ છે કે જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય સુપર ગ્રાન્ડ પ્રિ-વેડિંગ બેશ ચાલી રહી છે. પ્રી-વેડિંગ બેશના બીજા દિવસે સ્ટાર્સે પણ સારો સમય પસાર કર્યો હતો. બોલિવૂડ-હોલીવુડ સ્ટાર્સની સાથે સાથે વિશ્વભરની જાણીતી હસ્તીઓ પણ હાલમાં જામનગરમાં હાજર છે. જ્યાંથી અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને શ્રદ્ધા કપૂર આ બધા વચ્ચે ચર્ચાનો વિષય બની છે. 

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના ફંક્શનમાં હાજરી આપવા માટે શ્રદ્ધા અને રાહુલ સાથે જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે આ પહેલી વાર નથી. આ પહેલા પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર આવા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને ડેટ કરી રહ્યાં છે. જો કે હજુ સુધી શ્રદ્ધા અને રાહુલ દ્વારા આ અંગે કોઈ અપડેટ શેર કરવામાં આવી નથી. 

કોણ છે રાહુલ મોદી? 
રાહુલ મોદી પ્રખ્યાત લેખક છે. તેણે ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર' લખી હતી. આ ફિલ્મમાં શ્રદ્ધાએ પણ કામ કર્યું હતું. આ સિવાય તેણે 'પ્યાર કા પંચનામા 2' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેવી ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખી હતી. આ પહેલા શ્રદ્ધાનું નામ પ્રખ્યાત ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ અને આદિત્ય રોય કપૂર જેવા સ્ટાર્સ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. 

વધુ વાંચો: VIDEO: અંબાણીએ ધોનીને શિખવાડ્યા દાંડિયા, ઈવાંકા ટ્રમ્પ પણ ગરબે ઘૂમી: જામનગરના વીડિયો વાયરલ

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી હતી અને ચાહકોને પૂછ્યું હતું કે શું તેને પણ લગ્ન કરવા જોઈએ. આ પોસ્ટ ઈન્ટરનેટ પર પણ વાયરલ થઈ હતી. એવામાં હવે લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ