બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Agents committing malpractices in admission under RTE can be directly complained to DEO

શિક્ષણ વિભાગ હરકતમાં / આખરે તંત્ર જાગ્યું: ગુજરાતમાં RTEમાં ગરીબ બનીને એડમિશન લેતા ધન્નાશેઠો સામે થઈ શકશે ફરિયાદ

Malay

Last Updated: 10:30 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂપિયા લઈ RTE અંતર્ગત પ્રવેશમાં ગેરરીતિ કરનારા એજન્ટોની DEOમાં સીધી ફરિયાદ કરી શકાશે, આ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયામાં બોગસ પુરાવાઓ રજૂ કરનારા વાલીઓ સામે પણ કાર્યવાહી થશે.

 

  • RTE પ્રવેશમાં ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી
  • DEOમાં સીધી ફરિયાદ કરી શકાશે
  • 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે  

RTE એક એવો કાયદો છે કે જેનાથી હોશિયાર છતાં આવકની દ્રષ્ટિએ નબળા વિદ્યાર્થીને સારામાં સારી સ્કૂલમાં સારામાં સારુ શિક્ષણ મળે. છેલ્લા કેટલાક વર્ષોથી આ કાયદામાં બદી પ્રવેશી ગઈ છે. બદી કાયદાની નથી પણ તેને ઉધઈની જેમ કોરી ખાનારા વ્યક્તિઓની છે. એવી વાત તો અનેકવાર સામે આવી કે જે વાલી ખરેખર ધનિક હોય તેવા વાલીઓ પણ પોતાના બાળકોને RTE અંતર્ગત ભણાવે છે પરંતુ હવે આવી શિક્ષણ ઉપયોગી વ્યવસ્થામાં પણ એજન્ટ રાજનો પ્રવેશ થઈ ચુક્યો છે. ત્યારે વીટીવી ન્યૂઝમાં અહેવાલ પ્રસારીત થયા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને આવા લેભાગુ તત્વો સામે ફરિયાદ પણ કરી છે. શિક્ષણ વિભાગે એજન્ટોની સાથે નાણાની લેવડ-દેવડ ન કરવાની અપીલ કરી છે. 

ગેરરીતિ કરનારાઓ સામે કરાશે કાર્યવાહી
RTE અંતર્ગત પ્રવેશમાં ગેરરીતિ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. રૂપિયા લઈ પ્રવેશ કરાવતા એજન્ટોની DEOમાં સીધી ફરિયાદ કરી શકાશે. RTE પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. RTE અંતર્ગત 22 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. પ્રવેશ પ્રક્રિયામાં બોગસ પુરાવાઓ રજૂ કરનારા વાલીઓ સામે પણ કાર્યવાહી થશે. 

શું છે સમગ્ર મામલો
ગરીબ બાળકોને ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ આપવા માટે RTEનો કાયદો અમલમાં આવ્યો છે. વાર્ષિક દોઢ લાખ કરતા ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE અંતર્ગત ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે, ત્યારે RTEમાં 100 ટકા એડમિશન અપાવવા માટે એજન્ટ સક્રિય થયા હતા. RTEમાં પ્રવેશ આપવાની શરૂઆત થતાં સર્વ શિક્ષા અભિયાનના લોગોનો ઉપયોગ સાથેની પત્રિકાનું વિતરણ શરૂ કરાયું હતું. આ પત્રિકામાં 3 હજાર રૂપિયામાં મનગમતી શાળામાં એડમિશન અપાવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે વેબસાઈટ બનાવીને લોકો પાસેથી રૂપિયા અને ડોક્યુમેન્ટ પણ મંગાવવામાં આવ્યા છે. RTE CAFE નામની વેબસાઈટ બનાવી લોકો પાસેથી ઓનલાઈન ડોક્યુમેન્ટ અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ વેબસાઈટ હેતલ સોની નામની યુવતી ચલાવે છે. સાથે વેબસાઈટમાં ઓફિસ ક્યાં આવી તેનો કોઈ ઉલ્લેખ નથી. આ પત્રિકામાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, એડમિશન માટે એડવાન્સ 3 હજાર આપો અને જો એડમિશન ન થાય તો 1 હજાર 800 પરત લઈ જાઓ. આ પ્રકારની જાહેરાત થતાં RTE અંતર્ગત અપાતા પ્રવેશની વિશ્વસનિયતા પર સવાલ ઉભા થયા હતાં. જોકે, ગઈકાલે આ વેબસાઇટને બ્લોક કરવામાં આવી છે. 

કૌભાંડ અંગે DEO કચેરીએ શું કહ્યું હતું?
કોઈ એજન્ટને માન્યતા આપવામાં આવી નથી તેમજ વચેટિયાઓ પાસેથી કોઈ ફોર્મ લેવું નહીં અને DEO કચેરીએ આવી કોઈ સત્તા અન્ય કોઈને આપી નથી. RTEની સત્તાવાર વેબસાઈટ ઉપર જ ફોર્મ ભરવું આવી વેબસાઈટથી ગેરમાર્ગે દોરાવું નહીં તેમજ RTE CAFE નામની વેબસાઈટ સામે ફરિયાદ દાખલ થશે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પ્રવેશ આપવાનો દાવો કરી શકે નહીં અને લાયકાત ધરાવતા વાલીના સંતાનોને નિયમ મુજબ જ પ્રવેશ મળશે તેમજ વાલીઓએ કોઈપણ પ્રકારની ઓનલાઈન ફી ભરવાની થતી નથી. યોગ્ય માહિતીના અભાવે વાલીઓ ભોગ બને છે.

વાલીઓ પણ આ વાત સમજે
RTEની સત્તાવાર વેબસાઈટમાંથી જ ફોર્મ ભરી શકાય છે તેમજ RTEમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ઓનલાઈન જ હોય છે. RTEમાં પ્રવેશ માટે એજન્ટની કોઈ જરૂરિયાત જ નથી તેમજ એડમિશનનું ફોર્મ ભર્યા પછી 14 પ્રકારની કેટેગરી હોય છે. તમારા રહેણાંક વિસ્તારની 6 કિ.મી.આસપાસની શાળામાં જ અગ્રતાક્રમ આપવાનો છે અને એટલે અન્ય શાળામાં પ્રવેશ મળશે તે વાત પાયાવિહોણી છે. ખોટા પુરાવા ઉભા કર્યા હશે તો એડમિશન કન્ફર્મ કરતી વખતે મુશ્કેલી થશે અને એડમિશન સમયે તમામ પુરાવાના ઓરિજનલ પ્રમાણપત્ર રજૂ કરવાના થશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ