બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 842 trainees of Junagadh Police Training Center visited Somnath Mahadev

હર હર મહાદેવ / સોમનાથ મંદિર પર ઇન્દ્રદેવના જલાભિષેક સાથેનું અલૌકિક સ્વરૂપ, જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના જવાનો થયા ધન્ય ધન્ય

Kishor

Last Updated: 04:33 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 તાલીમાર્થીઓ સહિત રેન્જ IG એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

  •  
  • જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 તાલીમાર્થીઓ સોમનાથના દર્શને
  • સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોલીસ તાલીમાર્થીઓ માટે વિશેષ પૂજન 
  • રેન્જ આઇ.જી મયંકસિંહ ચાવડા સહિતના જોડાયા

જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 ASI તાલીમાર્થીઓને પોલીસ વિભાગ દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરાવવાનું વિશેષ આયોજન કરાયું હતું. ઝેડ પ્લસ સિક્યુરિટીમાં આવતું સોમનાથ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું હોવાની સાથે કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે તાલીમાર્થીઓ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજામાં ભાગ લઈ શકે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા પણ સમજી શકે તેના માટે પોલીસ તંત્ર દ્વારા આ વિશેષ આયોજન કરાયું હતું. ત્યારે સોમનાથ ટ્રસ્ટ રેન્જ આઇ.જી અને પોલીસ વિભાગ સહિત 842 ભાવિ પોલીસ અધિકારીઓનું યજમાન બન્યું હતું.

842 trainees of Junagadh Police Training Center visited Somnath Mahadev

તાલીમાર્થીઓને સોમનાથ મહાદેવનું ચંદન તિલક કરી આવકારાયા

મુખ્ય પ્રવેશ દ્વારથી સ્વાગત કરીને તમામ તાલીમાર્થીઓને નૃત્ય મંડપથી મુખ્ય મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સોમનાથ તીર્થના પુરોહિતો દ્વારા આવનાર તમામ તાલીમાર્થીઓને સોમનાથ મહાદેવનું ચંદન તિલક કરી આવકારવામાં આવ્યા હતા. ઉત્તમ દર્શન કરાવ્યા બાદ તમામ તાલીમાર્થીઓને ધ્વજા પૂજા માટે લઈ જવામાં આવ્યા હતા.સોમનાથ ટ્રસ્ટ દ્વારા જુનાગઢ રેન્જ આઇ.જી મયંકસિંહ ચાવડા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિત પોલીસ અધિકારીઓને સમગ્ર પોલીસ તંત્ર વતી ધ્વજા પૂજા કરાવવામાં આવી હતી. તમામ તાલીમાર્થીઓ આ પૂજાના સાક્ષી બને તેના માટે ટ્રસ્ટના લાઈટ એન્ડ સાઉન્ડ શો પવેલિયનમાં ધ્વજા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

842 trainees of Junagadh Police Training Center visited Somnath Mahadev

842 trainees of Junagadh Police Training Center visited Somnath Mahadev


તાલીમાર્થીઓ. શિવભક્તિમાં લીન

સમગ્ર કાર્યક્રમ દરમિયાન અવિરત વરસાદથી સ્વયં ઇન્દ્રદેવ સોમનાથ મહાદેવનો જલાભિષેક કરી રહ્યા હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાયું હતું. મહાદેવના દર્શન પૂજન અને ઇન્દ્ર દેવનો જિલ્લાભિષેક જોઈ તાલીમાર્થીઓ પણ શિવભક્તિમાં લીન થયા હતા અને હર હર મહાદેવ જય સોમનાથના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

842 trainees of Junagadh Police Training Center visited Somnath Mahadev

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ